SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ છ ઉપવાસને તપ કરીને અભિજિત્ નામના નક્ષત્રને વિષે ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, સવારના સમયે પથંકાસને બેસીને નિર્વાણ પામ્યા. ચિત્રમાં અષભદેવ પ્રભુ સર્વ આભૂષણે સહિત સિદ્ધશીલા ઉપર બેઠેલા અને આજુબાજુ બે ઝાડની રજૂઆત કરીને ચિત્રકારે શ્રીત્રાષભદેવના નિર્વાણ-કલ્યાણકનો પ્રસંગ ચીતરેલો છે. ઈડરની આ પ્રતિમાંના દરેક ચિત્રોની પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની છે. આ બધાંયે ચિત્ર અસલ માપે ચીતરાએલાં છે. તેમાં રંગભરણીની સરસ વહેંચણી તથા વાતાવરણ અને પદાર્થોની ઝીણવટમાં પરંપરાગત આકૃતિઓ ચીતરી છે. પણ મૂળ આકારોનો પ્રત્યક્ષ પરિચય નહિ હેવાથી ચિત્રકારે નક્કી કરેલાં આકારનાં કૃત્રિમરૂપે ચિત્રકાર ચીતરે ગયો છે, છતાં સુશોભનેમાં જરાએ પાછા પડતા નથી. આ પ્રતમાં સોનાની શાહીને ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યું છે, ચિત્રના પાત્રો ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીને ઉપયોગ આ એક જ પ્રતમાં કરવામાં આવ્યો છે. ઉપરાંત, સીંદુરિ લાલ, ગુલાબી, કીરમજી, પીળો, વાદળી, રૂપેરી, જાંબુડીઓ, સફેદ, કાળો, આસમાની તથા નારંગી રંગને પણ ઉપયોગ આ પ્રતના ચિત્રોમાં કરવામાં આવ્યો છે. - ચિત્રકરઃ પ્રભુ મહાવીરના અગિયાર ગણધરો. ઈડરની પ્રતના પત્ર ૮૦ ઉપરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. આખુએ ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે. તેઓના નામો નીચે પ્રમાણે છે: ૧ ઈંદ્રભૂતિ (ગૌતમસ્વામી) ૨ અગ્નિભૂતિ ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત ૫ સુધર્માસ્વામી ૬ મેડિતપુત્ર ૭ મોર્યપુત્ર ૮ અકમ્પિત ૯ અચલભ્રાતા ૧૦ મેતાર્ય અને ૧૧ પ્રભાસ. આ અગિયારે ગણધરે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. ચિત્ર ૪૩ઃ ગુરૂમહારાજ અને ધ્રુવસેનરાજા. ઈડરની પ્રતના પત્ર ૧૦૮ ઉપરનું આ ચિત્ર - અતિહાસિક દષ્ટિએ ઘણું જ મહત્ત્વનું છે. * શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા બાદ ૯૮૦ વર્ષ અને મતાંતરે ૪ વર્ષે આનંદપુર (હાલનું '' વડનગર) નગરમાં આ ક૯૫સૂત્ર સૌ પહેલું વહેલું સભા સમક્ષ વંચાયું. એ વિષે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુરમાં પ્રવસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સેનાંગજ નામને એકને એક અત્યંત પ્રિય પુત્ર હતો. પુત્રનું એકાએક મૃત્યુ નીપજવાથી પ્રવસેનરાજાને બેહદ સંતાપ ઉત્પન્ન થયો. તે સંતાપને લીધે તેણે બહાર જવા-આવવાનું માંડી વાળ્યું, તે એટલે સુધી કે ધર્મશાળામાં કઈ ગુરુ કે મુનિ મહારાજ સમિપે જવાને પણ તેને ઉત્સાહ ન થાય. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. રાજાને અત્યંત શક સંતપ્ત થએલે સાંભળી ગુરૂમહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શોકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુરૂમહારાજે કહ્યું કે “તમે ખેદને પરિહરી આ પર્યુષણ પર્વમાં ધર્મશાળામાં-ઉપાશ્રયમાં આવે તે શ્રીભદ્રબાહુવામીએ ઉદ્ધરેલું ક૯પસૂત્ર તમને સંભળાવું. તે કલ્પસૂત્ર શ્રવણના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણો સુધારો થશે. રાજા ગુરુજીની આજ્ઞાને માન આપી સભા સહિત ઉપાશ્રયમાં આવ્યો અને ગુરુજીએ પણ વિધિપૂર્વક સભા સમક્ષ કલપસૂત્ર વાંચી સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઈ ચિત્રમાં સિંહાસન ઉપર ગુરુમહારાજ બેઠા છે પાછળ એક શિષ્ય એક હાથે કપડું ઊંચું
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy