SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર ઇંચ છે. તેમાં અરધા અગર પિણુ ઈંચની જગ્યામાં વેગવાળાં ચૌદ પ્રાણીઓ વગેરેની રજૂઆત , કરતાં ચૌદ મહાસ્વમો ચીતરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારોની કલાગીરી ઉપર જગતના કઈ પણ કલાપ્રેમીને માન ઉપજ્યા વિના રહે તેમ નથી. ચિત્ર ૧૮ઃ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ. ઈડરની પ્રતના પાના ૫૧ ઉપરથી. આ ચિત્ર અગાઉના ચિત્ર ૧૬ને આબેહૂબ મળતું છે. વિશિષ્ટતા ફકત ત્રણ ગઢ પૈકીના પ્રથમ ગઢમાં મનુષ્ય આકૃતિઓની રજૂઆત કરી, તે રજૂઆત ચિત્રકાર કરવામાં સંપૂર્ણ સફળતા મેળવી શકે છે તે છે. સિવાય ગુજરાતના પ્રાચીન ચિત્રમાં કોઈપણ ઠેકાણે ગઢની અંદર મનુષ્ય આકૃતિઓ દેરેલી મળી આવી નથી. આખું ચિત્ર મોટે ભાગે સેનાની શાહીથી જ ચીતરેલું છે.ચિત્રનું મૂળ કદ ર૪૨ ઇંચ છે. મૂળ ચિત્ર પરથી થોડું મોટું કરાવીને અત્રે રજૂ કરવામાં આવ્યું છે. આ ચિત્ર ૧૯ઃ પ્રભુ શ્રી પાર્શ્વનાથ સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. પાટણ બિરાજતા વિદ્વદ્વર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી દ્વારા આ ચિત્ર તથા ચિત્ર ૨૦મું મને પ્રાપ્ત થએલાં છે. તે ચિત્રો મૂળ કરતાં સહેજ મોટાં કરાવીને અત્રે આપવામાં આવ્યાં છે. કલ્પસૂત્રની પ્રતિમાનું આ ચિત્ર લગભગ તેરમી અગર ચૌદમી સદીનાં ચિત્રને બરાબર : મળતું આવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શરીરને વર્ણ ઘેરો લીલે છે. મસ્તક ઉપરની ધર્મેદ્રની સાત ફણાઓ કાળા રંગથી ચીતરવામાં આવી છે. આજુબાજુના પબાસનમાં બે ચામરધારી પુરુષાકૃતિઓ તથા મસ્તક ઉપરના ભાગમાં બંને બાજુ એકેક હાથી અભિષેક કરતા હોય તેવી રીતે સઢ ઊંચી રાખીને ઊભેલા ચીતરેલા છે. ઉપરની છતમાં ઉપરાઉપરી ત્રણ છત્રનું ઝુમખું લટકતું છે. આ ચિત્ર તે સમયમાં જિન મંદિરમાં પધરાવવામાં આવતી સ્થાપત્યમૂર્તિઓ અને હાલની ચાલુ સમયમાં પધરાવવામાં આવતી મૂળનાયકની પબાસન સહિતની સ્થાપત્ય મૂતિઓ વચ્ચે કાંઈ પણ ફેરફાર થવા પામ્યો નથી તેની સાબિતી આપે છે. આ ચિત્રમાં રેખાઓનું જોર બહુ કમી દેખાય છે. ચિત્ર ૨૦ઃ પ્રભુ શ્રીમહાવીર. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. આ ચિત્ર કઈ શિખાઉ ચિત્રકારે તાડપત્ર ઉપર દોરેલી આકૃતિ માત્ર જ છે. આ ચિત્રકાર શિખાઉ જે હોવા છતાં પણ પ્રાચીન ચિત્રકારની માફક આખી આકૃતિ એક જ ઝટકે દોરી કાઢેલી છે. Plate VI ચિત્ર ૨૧ઃ પ્રભુ મહાવીરનું એવન-કલ્યાણક ચિત્ર ૧૨ વાળું જ. ચિત્ર વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું જ વર્ણન. ચિત્ર ૨૨ઃ ઈન્દ્રસભા. નવાબ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. સોધર્મેન્દ્ર ઈન્દ્રસભામાં બેઠો છે તે સૌધર્મેન્દ્ર કેવો છે? જે બત્રીસ લાખ વિમાનને અધિપતિ છે, જે રજ રહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, જેણે માળા અને મુકુટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનહર આશ્ચર્યને કરનારાં આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કુંડળે જેણે ધારણ કર્યો છે, છત્રાદિ રાજચિહને જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણથી અત્યંત દીપ, મહાબળવાળો, મોટા યશ તથા માહામ્યવાળે, દેદીપ્ય
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy