SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ વિમાનિક દેવે અંદરને, જ્યોતિષ્ક મથેને અને ભવનપતિ બહારને ગઢ બનાવે છે. • મણિના કાંગરાવાળે અને રત્નને બનાવેલ અંદરને ગઢ જાણે સાક્ષાત્ રહણગિ”િ હોય તેમ શોભે છે. રત્નના કાંગરાવાળે અને સોનાનો બનાવેલો મધ્ય ગઢ અનેક દ્વીપમાંથી આવેલા સૂર્યની શ્રેણિ જે ઝળકી રહે છે. સૌથી બહારગઢ સોનાના કાંગરાવાળે અને રૂપાને બનેલ હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત્ વૈતાઢય પર્વત આવ્યો હોય એમ ભાસે છે. . આ પ્રતમાંના ચિત્રપ્રસંગે જુદી જુદી પ્રતોમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્રો આલેખનમાં વધુ સુકોમળતાવાળા તેમજ કાંઈક વધારે રસિકતાથી આલેખાએલા હોય એમ લાગે છે. Plate V - ચિત્ર ૧૭ઃ દેવાનંદા અને ચૌદ સ્વમ. ઈડરના સંઘના ભંડારની શેઠ આણંદજી મંગળજીની પિટીની તાડપત્રની કલપસત્રની તારીખ વગરની પત્ર ૧૦ની કલ ચિત્ર ૩૩ વાળી પ્રતના પાના ૨ ઉપરથી આ ચિત્ર અત્રે રજૂ કરવામાં આવ્યું છે. પત્રનું કદ ૧૩૪૨ ઇંચ છે. તાડપત્રની પ્રતમાં સુવર્ણની શાહીને ઉપયોગ પહેલવહેલે આ પ્રતનાં ચિત્રોમાં કર્યો હોય એમ લાગે છે, કારણકે આ પ્રત સિવાય “ગુજરાતની પ્રાચીન જેનાશ્રિતકળા’નાં ચિત્રો પૈકીની એક પણ પ્રતમાં સુવર્ણની શાહીથી દોરેલા ચિત્રો હજુ સુધી મળી આવ્યાં નથી. આપણે ઉપર ચિત્ર ૧૨ના “મહાવીર- ચ્યવનને લગતા પ્રસંગના વર્ણનમાં જણાવી ગયા છીએ કે શ્રમણ ભગવાન મહાવીર દેવકમાંથી રચવીને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભ તરીકે આવ્યા. તે રાત્રીએ દેવાનંદ બ્રાહાણી ભર ઊંઘમાં ન હતી, તેમ પૂરી જાગૃત પણ ન હતી. એટલે કે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિઉદાર, કલ્યાણમય, ઉપદ્રવ હરનાર, મંગળમય અને સુંદર ચૌદ મહાસ્વમ જોયાં. તે આ પ્રમાણે ૧ ગજ, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ કિમી (અભિષેક), ૫ પુષ્પમાળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ વિજ, ૯ પૂર્ણકુંભ-કલશ, ૧૦ પાસરાવર, ૧૧ ક્ષીરસમુદ્ર ૧૨ દેવવિમાન, ૧૩ રનને ઢગલે, અને ૧૪ નિર્ધમ અગ્નિ.૧૦ ચિત્રમાં દેવાનંદાએ ચોળી, ઉત્તરીય વસ્ત્ર-સાડી, ઉત્તરાગ વગેરે વસ્ત્રો પરિધાન લાં છે. શયામાં સુગંધીદાર ફૂલો બિછાવેલાં છે. તેણી તકીઆને અઢેલીને-ટેકો દઈને અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ ડાબો પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખેલો છે, તેણીના માથે મુગટ, કાનમાં કુંડલ, માથામાં આભૂષણ તથા તેણીના માથાની વેણી છૂટી છે અને તેને છેડે ઠેઠ પલંગની નીચે લટકતો દેખાય છે. તેણીના પગ આગળ એક સ્ત્રી-નાકર સાદા પહેરવેશમાં તેણીના પગ દબાવતી હોય તેવી રીતે રજૂ કરેલી છે, પલંગની નીચે નજીકમાં પાણીની ઝારી તથા પાદપક મૂકેલાં છે. તેણીને પલંગ સુવર્ણન છે. ચિત્રનું મૂળ કદ ૨૪૨ 1 ૧ ૨ ૩ ૪ ૫ ૧૦ અથવસરી-અમિ-વામ-સરસ–વિજયરાયું–મ .. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ पउमसर-सागर-विमाणभवण-रयणुच्चय-सिहि च ॥ -कल्पसूत्र पृष्ट ३
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy