SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર કરેલી છે, તથા તેના ઉપર સેનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યાં છે, મૂર્તિ પદ્માસને બિરાજમાન છે. મૂતિની આજુબાજુ પરિકર છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જ્યારે તીર્થકરનું ચવન થાય છે ત્યારે શરીરની કોઈપણ જાતની આકૃતિ તે હોતી નથી અને તીર્થંકર નામ કર્મનો ઉદય તે તેઓને શ્રમણ પણું અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે. તે તેઓના અવનનો પ્રસંગ દર્શાવવા તેઓની સ્મૃતિ મૂકવાનું કારણ શું? જેન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થંકરનાં પાંચે કલ્યાણકે એક સરખાં જ મહત્ત્વનાં માને છે. પછી તે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણુ હોય. અને તે સઘળાં જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ કલ્યાણક દર્શાવવા માટે જુદી જુદી કલપનાઓ કરી અમુક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે. કારણ કે જેવી રીતે આપણને અહીં યુવન કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદભવે છે તેવી જ રીતે નિર્વાણુ-કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પક્ષ ઉદભવવાનો જ; કારણકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેઓનું શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું નથી. હવે આપણે પાંચે કલ્યાણકોમાં પ્રાચીન ચિત્રકારેએ કઈકઈ ક૯૫નાકૃતિઓ નક્કી કરેલી છે. તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચે પ્રસંગોને લગતાં ચિત્રોમાં શંકા ઉદ્ભવ- w વાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ. ૧ વન-કલ્યાણક-યવન કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારો હમેશાં જે જે તીર્થકરના વન-કલ્યાણકને પ્રસંગ હોય તેમનાં લંછન સહિત અને કેટલાંક ચિત્રોમાં તેઓનાં શરીરના વર્ણ સહિત તે તે તીર્થકરની મૂર્તિની પરિકર સહિત રજૂઆત કરે છે. ૨ જન્મ-કયાણક-જન્મ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે હમેશાં જે જે તીર્થકરના જન્મ કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજૂઆત તેઓ કરે છે. ૩ દીક્ષા-ક૯યાણક-જે જે તીર્થકરના દીક્ષા-કલ્યાણકનો પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીથંકરની ઝાડ નીચે પંચમુષ્ટિ લેચ કરતી આકૃતિ એક હાથથી ચોટલીને લેચ કરતાં બેઠેલી અને પાસે બે હાથ પહોળા કરીને કેશને ગ્રહણ કરતા ઈન્દ્રની રજૂઆત ચિત્રમાં તેઓ કરે છે. ૪ કેવલ્ય-કલ્યાણક–જે જે તીર્થંકરના કેવય-કલ્યાણકને પ્રસંગ દર્શાવવાને તેને આશય હોય, તે તે તીર્થકરને સમવસરણની રજૂઆત તેઓ કરે છે. ', ૫ નિર્વાણ કલ્યાણક-જે જે તીર્થકરના નિર્વાણ કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરના શરીરના વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજના ચંદ્રમાના આકાર જેવી આકૃતિની તથા બંને બાજુમાં એકેક ઝાડની રજૂઆત પ્રાચીન ચિત્રકારે કરતા દેખાય છે. ચિત્ર ૧૩ઃ મહાવીર-સાધુ અવસ્થામાં. ઉ.ફ.ધ. ભંડારની પ્રતમાંથી જ. આ પ્રતમાં ચિત્રકારને આશય મહાવીરના પાંચે કલ્યાણક દર્શાવવાનો છે. તેમાં બાકીના ચ્યવન, જન્મ, કેવલ્ય અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગો તો તેણે પ્રાચીન ચિત્રકારોની રીતિને અનુસરતાં જ દોરેલાં છે.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy