SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ માટે હે રવાનુપ્રિયે ! તમે જે મહાવા દીધું છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને થાવત્ બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, શિલા ક્ષત્રિયાણીની ભારે પ્રશસા કરે છે. - પપ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળી–સમજી ભારે હરખાણી, સંતોષ પામી યાવત તેનું હૃદય પ્રyલ થઈ ગયું અને તે હાથની બન્ને હથેળીની દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજલિ કરીને આ પ્રમાણે બોલી : ૫૬ હે સામી ! એ એ પ્રમાણે છે, તે સામી! એ તમે કહ્યું તે પ્રમાણે છે, હે સામી ! તમારું કહેણ સાચું છે, તે સામી! તારું વચન સંદેહ વિનાનું છે, તે સામી! હું એ તમારા કથનને વાણું છું, હે સામી! મેં તમારા એ શ્યનને તમારા સુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, તે સામી! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વછેલ છે, જેમ તમે સ્વપ્નના એ અર્થને અતક છે તેમ એ સાચા છે એમ કરીને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે. આ પ્રમાણે શવના અર્થને સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઈ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રત્નોની ભાતવાળા અભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે ધીમે અચપલપણે, ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની રાજહંસની જેવી ચાલથી ચાલતી એવી તે ત્રિશલા ક્ષત્રિયાણી જ્યાં પોતાનું બિછાનું છે ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી પણ મને આવેલાં તે ઉત્તમ પ્રધાન મંગલપ મહાખે, બીજો પાપરવપ્ન આવી જવાને લીધે નિષ્ફળ ન બને માટે મારે જાગતું હેવું જોઈએ એય કરીને તે, દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મંગલરૂપ ધાર્મિક અને સરસ વાતે વડે પોતાનાં એ મહાસ્વપ્નની સાચવણ માટે જાગતી જાગતી રહેવા લાગી છે.. ૫૮ ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પિતાના કૌટુંબિક પુરુષને સાદ દે છે, પોતાના કૌટુંબિક પુરુષને સાદ દઈ તે આ પ્રમાણે છેઃ હે દેવાનુપ્રિયે! આજે બહારની આપણુ બેઠકને સવિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લિંપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં પુપ વેચવાનો છે, કાળે અગર, દ્ગમ કિરું અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠકને મઘમઘતી કરવાની છે તથા એ જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે, જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ સૂણે છાંટી તેને સુગંધ સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કોઈ સુગંધી વસ્તુની ગેટીગળી જ હોય એવી તેને સજવાની છે, આ બધું અટપટ કરે, કરાવો અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંઘાસણું મંડાવો, સિંધાસણ મંડાવી તમે મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે. એ રીતે મારી આ આજ્ઞા અને તરત જ પાછી વાળો..
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy