SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ 3, પર ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળે અને સંતુષ્ટ ચિત્તવાળા , આનંદ પામ્યા, તેના મનમાં પ્રીતિ થઈ, મને ઘણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારાથી ટાયેલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં રોમ રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલો સિદ્ધાર્થ તે સ્વમો વિશે એક સામટો સામાન્ય વિચાર કરે છે, તે સ્વમો વિશે એક સામટે સામાન્ય વિચાર કરી પછી તે સ્વમોને ને ખો ને વીગતથી વિચાર કરે છે, એ રીતે તે સ્વપ્નોનો બોખા નોખે વિગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક મતિ સહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વમોના વિશેષ ફળને નોખો ને નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળને ને નોખો નિશ્ચય કરીને તેણે પિતાની ઈષ્ટ યાવત્ મંગળરૂપ, પરિમિત મધુર અને સેહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું - પ૩ હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર વમો દીઠાં છે, હે દેવાનુપ્રિયે! તમે કલ્યાણરૂપ સ્વમો દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વમો શિવરૂપ છે, ધન્યરૂપ છે, મંગળ૫ છે, ભારે સોહામણાં છે, એ તમે જોયેલાં સ્વપ્રો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે! તમે મંગલ કરનારાં સ્વપ્ન દીઠાં છે. તિ જેમકે, તમે જોયેલાં સ્વપ્નાથી આપણને હે દેવાનુપ્રિયે! અર્થને લાભ થવો જોઈએ. હૈિ દેવાનુપ્રિયે ! ભેગનો લાભ થવો જોઈએ, પુત્રનો લાભ થવો જોઈએ એ જ રીતે સુખને લાભ અને રાજ્યને લાભ થ જોઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે! તમે નવ મહિના બરાબર પૂરો થયા પછી અને તે ઉપર સાઢાસાત રાતદિવસ વીત્યા પછી અમાસ કુલમાં ધ્વજ સમાન, અમારા કુલમાં દીવા એમાન એ જ પ્રમાણે કુલમાં પર્વત સમાન અચળ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીતિ કરનાર, કુલને બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલને જશ વધારનાર, કુલને છાંચ આપનાર વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એત્રા પુત્રને જન્મ આપશે. વળી, તે જનમનાર પુત્ર હાથે પગે સુકુમાળ, શરીરે અને પાંચે ઇંદ્રિયથી પૂરો તથા જરાપણ ખડ વગરનો હશે. તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષ થી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સવેગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળે, કાંત, પ્રિય લાગે એ અને દર્શન કરવું ગમે એવો હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપશો. - ૫૪ વળી, તે પુત્ર જ્યારે પિતાનું બાળપણ પૂરું કરી ભણીગણી બરાબર ઘડાઈ તૈયાર થઈ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શુર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેને તથા વાહને વિપુલ થશે, અને તમારે એ પુત્ર રાજ્યને ધણી એ રાજા થશે.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy