SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ અવસઁઅન આપનારા તથા કયાંય પણ સ્ખલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધરનારા, ઘાતીકર્મ તન ખસી ગએલ છે તેવા, ૭ જિન-રાગદ્વેષ વગેરે આંતરશત્રુઓને જિતી ગયેલા, જેઓ એ આંતરશત્રુઓને જિતવા મથે છે તેમને જિતાડનારા, સંસાર સમુદ્રને તરી ચુકેલા, જેઓ તરવા મથે છે તેમને તારનારા, પાતે જાતે ખેાધને પામેલા બીજાઓને ખેાધ આપનારા, મુક્તિને પામેલા અને બીજાઓને મુક્તિ સુધી પહેાંચાડનારા. ૮ સર્વજ્ઞ-બધુ જાણનારા, બધું જોનારા, જે પઢ શિવરૂપ છે, અચલ છે, રાગ વગરનું છે, અંત વગરનું છે, ક્ષય વિનાનું છે, કોઈપણ પ્રકારની પીડા વગરનું છે અને જ્યાં પહેાંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પત્નને પહેાંચેલા તથા ભયને જિતી ગએલા એવા જિનાને નમસ્કાર થા. હું તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થંકર, આગલા તીર્થંકરાએ જેમના થવાની સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણાવાળા યાવત્ જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષાવાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થા. અહીં સ્વર્ગમાં રહેલા હું ત્યાં એટલે દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલાભગવંત અહીં રહેલા મને જુએ એમ કરીને તે દેવરાજ ઈંદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પેાતાના ઉત્તમ સિંધાસણમાં પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસે છે. ૧૭ ત્યારપછી તે વેન્દ્ર રવાજ શક્રને આ એ પ્રકારના એના અંતરમાં ચિંતનરૂપ, અભિલાષરૂપ મનેાગત સકલ પેદા થયા કે-એ થયું નથી, એ થવા જોગ નથી અને એવું થનારું ય નથી કે અરહંત ભગવંતા, ચક્રવર્તી રાજાઓ, અલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલામાં-હલકાં કુલામાં કે અધમ કુલામાં કે તુચ્છ કુલામાં કે દરિયા કુલેામાં કે કંજુસી કુલેામાં કે ભિખારી કુલેમાં કે માછુ કુલેામાં એટલે બ્રાહ્મણનાં કુલામાં આજસુધી કોઈવાર આવેલા નથી કે આવતા નથી કે હવે પછી કાઇવાર આવનારા નથી, એ પ્રમાણે ખરેખર છે કે અરહંત ભગવંતા કે ચક્રવર્તી રાજાએ કે ખલદેવ રાજાએ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલામાં કે ભાગવંશનાં કુલામાં કે શજન્યવંશનાં કુલામાં કે ઈક્ષ્વાકુવંશનાં કુલામાં કે ક્ષત્રિયવંશનાં કુલેામાં કે હરિવંશનાં કુલેામાં કે કોઈ બીજા તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કુલામાં આજ પહેલાં આવેલા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તે બધા તેવા ઉત્તમ કુલામાં આવનારા છે. ૧૮ વળી, એવા પણ લેાકમાં અચરજરૂપ બનાવ, અનંત અવસર્પિણીએ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી અની જાય છે કે જ્યારે તે અરહંત ભગવંતા વગેરેએ નામગાત્ર કર્મના ક્ષય નથી કરેલા હાતા, એ કર્મનું વેઇન નથી કરેલું હેાતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી હતું એટલે કે એમને એ કર્મના
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy