SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરજે ૮ ધ્વજ, ૯ કુંભ-પૂર્ણકલશ,; ૧૦ પઘસવર-કમલોથી ભરેલું સરોવર, ૧૧ સાગરસમુદ્ર, ૧૨ દેવવિમાન કે દેવભવન, ૧૩ રત્નરાશિ-રત્નને ઢગલે અને ૧૪ અગ્નિ-ધૂમાડા વગરને અગ્નિ. ૬ તે વખતે તે દેવાનંદા માહણી આ પ્રકારનાં ઉદાર, કલ્યાણુરૂપ શિવરૂપ ધન્ય અને મંગલરૂપ તથા ભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્રોને જોઈને જાગી જતાં હરખી, સંતેષ પામી, ચિત્તમાં આનંદ પામી અને તેના મનમાં પ્રીતિ નીપજી, તેણીને પરમ સૌમનસ્ય થયું. હરખને લીધે તેણીને હદય ધડકવા લાગ્યું-પ્રફલિત થયું. મેઘની ધારાઓ પડતાં જેમ કદંબનું ફૂલ ખીલી જાય-તેના કાંટા ખડા થઈ જાય-તેમ તેણીનાં રોમેરોમ ખડાં થઈ ગયાં. પછી તેણીએ પિતાને આવેલાં સ્વમોને યાદ કર્યો, સ્વમોને યાદ કરી તે પોતાની પથારીમાંથી ઊભી થઈને તેણી ધીમેધીમે અચપલપણે વેગરહિતપણે સજહંસની સરખી ગતિથી જ્યાં રિષભદત્ત માહણું છે ત્યાં તેની પાસે જાય છે, જઈને રિષભદત્ત માહણને જય થાઓ વિજય થાઓ' એમ કહીને વધારે છે, વધાવીને ભદ્રાસનમાં બરાબર બેસીને આશ્વાસ પામેલી, વિશ્વાસ પામેલી તે દશનખસહિત બન્ને હથેળીઓની માથાને અડે એ રીતે આવર્ત કરીને ફેરવી અંજલિ કરીને આ પ્રમાણે બોલીઃ—એ પ્રમાણે ખરેખરું છે કે હે દેવાણુપ્રિયા! હું આજે જ્યારે સૂતી જાગતી ઉંઘતી ઉંઘતી પથારીમાં પડી રહી હતી ત્યારે હું આ આ પ્રકારનાં ઉદાર યાવત્ શોભાસહિત એવાં ચૌદ મહાસ્વમોને જોઈને જાગી ગઈ. તે સ્વપ્રોનાં નામ આ પ્રમાણે છે –હાથી ચાવત્ અગ્નિ સુધી. હે દેવાનુપ્રિયા! એ ઉદાર યાવત્ એવાં ચૌદ મહાસ્વમોનું કલ્યાણમય એવું કઈ વિશેષ પ્રકારનું ફલ થશે, એમ હું માનું છું. ૭ ત્યાર પછી તે રિષભદત્ત માહણ દેવાના માહણી પાસેથી સ્વપ્રોને લગતી હકીકત સાંભળીને, બરાબર સમજીને રાજી થય, સંતેષ પાયે યાવત્ હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મેઘની ધારાથી છુટકારાએલું કદંબનું ફૂલ જેમ ખીલી ઉઠે તેમ તેના રોમેરોમ ઊભા થઈ ગયાં. પછી તેણે એ સ્વમોની યાદી કરી, યાદી કરીને તે, તેના ફલ વિશે વિચારવા લાગ્યો, વિચાર કરીને તેણે પિતાના સ્વાભાવિક-સહજ-મતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાન દ્વારા તે સ્વપ્રોના અર્થોને ઉકેલ કર્યો, પોતાના મનમાં એ સ્વપ્રોના અર્થોને ઉકેલ કરી તે માહણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા માહણીને આ પ્રમાણે કહેવા લાગ્યો. ૮ હે દેવાનપ્રિયે! તમેં ઉદાર સ્વમો જોયાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શોભાયુક્ત સ્વમો તમે જોયાં છે, તમેં આરોગ્ય કરનારાં, સંતોષ પમાડે એવાં, દીર્ધ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વમો જોયાં છે. તે સ્વમોનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છેઃ હે દેવાનુપ્રિયે ! અર્થનો-લકમીને લાભ થશે, હે દેવાનુપ્રિયે! ભાગોને, પુત્ર અને સુખને લાભ થશે અને એ પ્રમાણે ખરેખર
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy