SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પમ જેટલી આયુષ્યની સ્થિતિ હતીચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થએલ હતું, ભગવાનને દેવભવ તદ્દન ક્ષીણ થએલ હતા, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થએલ હતી આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે, આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્ધીપનિર્મના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણાર્ધ ભારતમાં આ અવસર્પિણીના સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમાં નામના આરાઓને સમય તદ્દન પૂરો થઈ ગયો હતે. દુષમસુષમા નામને આરે લગભગ વીતી ગયો હતો એટલે એક કડાકડી સાગરોપમ પ્રમાણ-દુઃષમસુષમા નામને આરે વીતી ચૂકયો હતો, હવે માત્ર તે દુઃષમસુષમા આરાનાં બેંતાલીશ હજાર અને પંચોતેર વરસ તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા; તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન ગર્ભરૂપે આવ્યા પહેલાં ઈક્વાકુકુલમાં જનમ પામેલા અને કાશ્યપગેત્રવાળા એકવીશ તીર્થકરે ક્રમે ક્રમે થઈ ચૂક્યા હતા, હરિવંશકુલમાં જેનમ પામેલા ગૌતમગેત્રવાળા બીજા બે તીર્થકરો થઈ ચૂક્યા હતા અર્થાત્ એ રીતે ફૂલ તેવીશ તીર્થંકરો થઈ ચૂક્યા હતા તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થકરોએ હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થકર થશે એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલ હતું. આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હસ્તત્તરા-ઉત્તરાફાલ્ગની -નક્ષત્રને યોગ થતાં જ દેવાનદ્દાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. . . વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમને આગલા દેવભવને ગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને ચગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર તેમને સાંપડી ગયાં હતાં. ૩ શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા-હવે દેવભવમાંથી હું ચવીશ એમ તેઓ જાણે છે. “વર્તમાનમાં દેવભવમાંથી હું માનું છું” એમ તેઓ જાણતા નથી. હવે દેવભવથી હું ચુત થએલે છું’ એમ તેઓ જાણે છે. ૪ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદા માહણી સેજ-પથારીમાં સૂતાં સૂતાં આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા ભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નને જોઈને જાગી ગઈ. ૫ તે ચૌદ સ્વપ્નનાં નામ આ પ્રમાણે છે–૧ ગજ-હાથી, વૃષભ-બળદ, ૩ સિંહ, ૪ અભિષેક-લહમીદેવીને અભિષેક, ૫ માળા-કૂલની માળા, ૬, ચંદ્ર, ૭ સૂર્ય
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy