SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ . પવિત્ર કલ્પસૂત્ર મંડયો હોય એમ લાગે છે. રંગ પણ જામતે આવે છે. આ ચિત્રોનું રંગવિધાન સમગ્ર ચિત્રમાળામાં નવીન ભાત પાડે છે. વિવિધતા સાચવતાં એ ચિત્રકાર પાત્રોમાં નવા અભિનયો બહુ ચતુરાઈથી ઉતારી શકે છે અને પ્રસંગની જમાવટ કરવામાં વાતાવરણ, પ્રાણીઓને ઉપયોગ વગેરે આધુનિક ચિત્રકાર જેટલું શક્ય માને તે બધું કૌશલ તેમાં લાવી શક્યો છે. સંવિધાનનું રેખામંડળ ઘણું રસમય છે. - આ પ્રતમાં સફેદ, લાલ, પીળો, કાળો, વાદળી, ગુલાબી, લીલે વગેરે રંગોને ઉપયોગ કરવામાં આવેલ છે. આ ચિત્રની મધ્યમાં ચિત્રકારે નવમી કમલફૂલની આકૃતિ વધારાની શોભા માટે મૂકેલી છે. Plate XIX ચિત્ર ૭૪ઃ ઈન્દ્રસભા, છરા (પંજાબ)ની પ્રતના પાના ૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ઉપઃ શકસ્તવ. જીરાની પ્રતના પાના ૯ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. . ' આ ચિત્રમાં ઈન્દ્ર પોતાના બંને ઢીંચણ પૃથ્વીતળ ઉપર લગાડી બંને હાથની અંજલિ જોડેલ અને પાછળના જમણા હાથમાં વજુ ધારણ કરેલો દેખાય છે. તેના મસ્તક ઉપર ચંદરે લટકતો દેખાય છે. ઈન્દ્રની પાછળ કાળા રંગમાં સુંદર સફેદ ડિઝાઈનવાળું ખાલી સિંહાસન તથા સિંહાસન ઉપરથી ઉતરવા માટે પાદપીઠ અને સિંહાસન ઉપર ઉઘાડું છત્ર દેખાય છે. ઈડરની તાડપત્રીય પ્રતના રંગોને મોટે ભાગે મળતા વિવિધ જાતના રંગે આ કાગળની પ્રતનાં ચિત્રોમાં ચિત્રકારે વાપરેલા છે. - ચિત્ર ૭૬ઃ શક્રાણા. જીરાની પ્રતના પાના ૧૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ર૯નું આ પ્રસંગને લગતું જ વર્ણન. . આ ચિત્રમાં સૌધર્મ સભામાં સિંહાસન ઉપર ચાર હાથવાળા ઈન્દ્ર બિરાજમાન છે. તેના ચાર હાથ પકી પાછળના ઉપરના જમણું હાથમાં વજ છે અને ડાબા હાથમાં અંકુશ છે. નીચે જમણો હાથ સામે ઊભેલા હરિગમેષિન દેવને ગર્ભ બદલવાની આજ્ઞા આપતે અને ડાબો હાથ વરદ મુદ્રામાં છે. સામે ઊભેલો હરિણંગમેષિનું દેવ બે હાથની અંજલિ જેડીને ઈન્દ્રની આજ્ઞાનું અક્ષરશઃ શ્રવણ કરતા દેખાય છે. ઈન્દ્ર તથા હરિણંગમેષિનનાં વસ્ત્રો સુંદર ડિઝાઈનવાળાં છે. - ચિત્ર ૭૭ઃ ગર્ભાપહાર. જીરાની પ્રતના પાના ૧૬ ઉપરથી. શક્રની આજ્ઞા લઈને દેવોને , વિષે પ્રતીત એવી, બીજી ગતિઓ કરતાં મનહર, ચિત્તની ઉત્સુકતાવાળી, કાયાની ચપળતાવાળી, તીવ્ર, બાકીની ગતિઓને જીતનારી, પ્રચંડ પવનથી ઉછળતા ધુમાડાની ગતિ જેવી, શરીરના સમગ્ર અવયને કંપાવનારી, ઉતાવળી અને દેને યોગ્ય એવી દેવગતિ વડે ઉતાવળથી દોડતો દોડતો તે હરિમેષિનું દેવ, તીરછા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની મધ્ય ભાગમાં થઈને જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામનગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી શયનગૃહમાં સુખપૂર્વક સૂઈ રહી છે ત્યાં પહોંચ્યા. પહોંચીને ભગવંતના ગર્ભનાં દર્શન થતાં જ ભગવાન મંહા
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy