SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ દ ૨ હું ટ (૩) માતાગુરુ કંચનબ્બેન-ગુરુમાતા ગૌતમ તથા પિતા પરમાત્માની પ્રતિ અભિવદના કંચન અને કામિની વિશે કહ્યું કોઈકે કે, ધર્મ સાધનાના પ્રગતિ પંથે બેઉ બને છે બાધક. પણ ન જાણે કેમ માતાને ભાર્યા બેઉ બન્યા અમારી ગુપ્ત આરાધના માટે જાણે ઉત્તરસાધક માતારૂપી ગુરુ થકી જ મળ્યા મને ગુરુમાતા મળ્યું સવાયું સુખ કારણકે આપી હતી અલ્પ પણ શાતા. સાધ્વીશ્રીના શ્રીમુખે સમાધિ સાધી સ્વર્ગે સંચર્યા આપ જ્યાં છો ત્યાંથી આશિષ બક્ષો, ધોવા ભવના પાપ. માતા-પિતાના ૠણ એવા, પ્રયત્ને પણ ફેડ્યા ન જાય, ગુરુજનોની કૃપામાત્રથી, દુષ્કર શું જે ન સધાય. ગચ્છાધિપતિ શ્રી પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શનવિજય સ્વ. કંચનબહેન શાંતિલાલ શાહ (બેંગ્લોર) ની [સંક્ષિપ્ત જીવન ઝરમર] અશાતા વેદનીયના ઉદયે લગભગ ૪૫ વરસની વચલી ઉમ્રમાં જ કિડની કામ કરતી બંધ થવા લાગી ને કાયા વ્યાધિથી ઘેરાઈ ગઈ, છતાંય મનની સમાધિને અકબંધ જાળવી સ્વાત્મામાં સમાયેલ સમતા-સરતાનો પુણ્ય-પરિચય કરાવ્યો, તેની રૂડી અનુમોદના. તા. ૨૬મી ડિસેમ્બરના અધ્યાત્મયોગી પવિત્રાચાર્ય પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પરાર્થપ્રેમી સાધ્વીજી શ્રી દિનમણિજી મ.સા.ના શ્રીમુખે વ્રત-નિયમો ઉચ્ચરી, સાગારિક રીતે સઘળુંય વોસરાવી આશા-અપેક્ષાઓનું સંવર કર્યું ને તા. ૨૭-૧૨-૮૩ (વિ. સં. ૨૦૩૯)ની રાત્રે સમાધિભાવમાં જ સહજતાપૂર્વક, ૫૧ વરસની ઉમરે બેંગ્લોર મધ્યે દેહત્યાગ કર્યો. દુન્યવી દેહથી દૂર થયા પણ સંસાર દેહથી આજેય અમારી સાથે જ છો. ગૌતમ જેવી ઉત્તમ ગુરુમાતા તથા વી૨ ૫રમાત્મા જેવા પિતાના શાસનને સંપ્રાપ્ત કરાવવામાં પુણ્ય નિમિત્ત બનનાર હે સંસ્કારદાત્રી માતાગુરુ ! આપશ્રીને...... અંબેન અને અમિત શાંતિલાલ શાહ-પરિવારની કોટિકોટિ અભિવંદના (બેંગ્લોર)
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy