SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ ] [ મહામણિ ચિંતામણિ ( જ્ઞાનમૂર્તિ ગુરુ ગૌતમસ્વામી, –પ્રા. તારાબહેન રમણલાલ શાહ ગૌતમને વિશ્વના નકશામાં લબ્ધિના ભંડાર તરીકે જ નહિ બલ્લે જ્ઞાનમૂર્તિ અને ગુણમૂર્તિ તરીકે નિહાળવા આપણે પ્રયત્ન કરીએ. જીવનસાર્થકતા માટે તેમનું લક્ષ અષ્ટાપદે હતું. પગ મૂકતાં જ રોમાંચ અનુભવાય, દર્શન કરતાં જ અહોભાવ પ્રગટે. આપણા આનંદનો માર્જિન માત્ર દ્રવ્યમાં જ ન રહે પણ જો ભાવમાં પરિવર્તન થાય તો જીવતરનો પલવારમાં બેડો પાર થઈ જાય. ગૌતમસ્વામીએ અષ્ટાપદ શાશ્વત તીર્થનાં દર્શન કરી જે આનંદ મેળવ્યો છે તે વર્ણનાતીત છે. અષ્ટાપદજી એટલે માત્ર સ્થૂલ પર્વત જ નહિ પણ આત્મશુદ્ધિ તરફ ગતિ કરનારી ઉત્કૃષ્ટ ભૂમિકા સમજવી. આ વાત અત્રે તારાબહેન શાહે સુંદર રીતે રજૂ કરી છે. શ્રીમતી તારાબહેન અને શ્રી રમણભાઈનું જૈન સાહિત્યમાં મોટું પ્રદાન છે. ' -સંપાદક ગુરુ ગૌતમસ્વામીને નિર્વાણ પામ્યાને ૨૫૦૦ વર્ષ થઈ ગયાં. ભગવાન મહાવીરના સમર્થ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમસ્વામીનું નામ સમસ્ત જૈન સમાજ માટે અત્યંત પૂજનીય અને પ્રાતઃસ્મરણીય મનાય છે. કેટલાક માણસો આજે પણ શુભ કામની શરૂઆત “ૐ હ્રીં શ્રીં રિહંત ૩qબ્લાય નૌતમય નમ:' એ મંત્ર બોલીને અથવા “શ્રી ગૌતમસ્વામીને નમ:' કે “શ્રી ગૌતમ પથરાય નમ:' ઇત્યાદિ બોલીને કરે છે. ગૌતમ નામનો મહિમા અપાર છે. દિવાળીના દિવસે શારદાપૂજન વખતે ચોપડાઓમાં વેપારીઓ ગૌતમસ્વામીની લબ્ધિ હોજો' એમ લખે છે. અને નૂતન વર્ષે વહેલી સવારે જૈન ધર્મસ્થાનકોમાં છેલ્લાં છસો વર્ષથી વિનયપ્રભ ઉપાધ્યાય વિરચિત “ગૌતમસ્વામીનો રાસ” નિયમિતપણે વંચાય છે. રાસ વાંચવાથી શીલવાન અને સંપત્તિવાન થવાય છે એવી દઢ શ્રદ્ધાયુક્ત માન્યતા જૈનોમાં પ્રવર્તે છે. આ રાસની રચના પાછળ એવી એક ઘટનાનો ઈતિહાસ રહેલો છે. - દરેક તીર્થકર ભગવાનના સમયમાં તીર્થકર ભગવાન પછી સૌથી મહત્ત્વની વ્યક્તિઓ તે તેમના ગણધરો હોય છે. જેને માન્યતા પ્રમાણે તીર્થકરો જે અર્થપૂર્ણ ઉપદેશ આપે છે તેને દ્વાદશાંગીમાં સૂત્રરૂપે ગૂંથી લેવાનું કામ ગણધરો કરે છે. એટલે જ કહેવાયું છે કે “કહ્યું ભાડું કરી સુત્તમ ગંભંતિ નાદરી'. આ સૂત્રો તે શાસ્ત્રો બને છે. ગણધરો પાસે વિશિષ્ટ પ્રકારની સર્વ શાસ્ત્રોનું સૂક્ષ્મ રીતે અવગાહન કરનારી ઔત્પાતિકી બુદ્ધિ હોય છે. એ વડે ભગવાને સૂત્રરૂપે આપેલા ઉપદેશનો ગણધરો અર્થવિસ્તાર કરે છે. એ સૂત્રોને જગતના કલ્યાણ માટે તેઓ જનસમાજ સુધી પહોંચાડે છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાં પ્રથમ અને મુખ્ય ગણધર તે ઇન્દ્રભૂતિ ગૌતમ. મગધ દેશમાં ગોલ્ગર નામના ગામમાં, ગૌતમ ગૌત્રમાં, જ્યેષ્ઠા નક્ષત્રમાં, પિતા વસુભૂતિ અને માતા
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy