SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] ઇતિ સ્વાધ્યાયઃ ।। શ્રી રયણસેહરસૂરિ કૃત શ્રી ગૌતમસ્વામી રાસ : પરિચયાત્મક ભૂમિકા [ ૭૬૧ –સં. પં. શીલચંતવિજ્ય ગણિ મધ્યકાલીન રાસસાહિત્યમાં તેમ જ સાંપ્રત જૈન જગતમાં ઉપાધ્યાય શ્રી વિનયપ્રભ-રચિત ‘ગૌતમરાસ’ (૨. સ. ૧૪૧૨) અતિ વિખ્યાત છે. આમ તો નાની-મોટી અસંખ્ય રચનાઓ (મધ્યકાલીન) પ્રાપ્ત છે; પરંતુ જ વિરાજે છે. આ પ્રકારના બીજા રાસ અદ્યાવિધ જાણમાં કે પ્રકાશમાં નથી આવ્યા. ગુરુ ગૌતમસ્વામીના ગુણકીર્તનની સર્વમાં પ્રમુખસ્થાને તો આ રાસ થોડા વખત અગાઉ પ્રસ્તુત “શ્રીરત્નશેખરસૂરિ-રચિત ગૌતમ રાસ”ની એક હસ્તપ્રતિની ઝેરોક્ષ નકલ મારા હાથમાં આવી. એ જોતાં એક વિશિષ્ટ વસ્તુની પ્રાપ્તિનો આનંદ તથા અચંબો અનુભવ્યા. શ્રી વિનયપ્રભવાચક-કૃત ગૌતમ રાસ કરતાં ફક્ત સાત જ વર્ષ પૂર્વે, વિ. સં. ૧૪૦૫માં રચાયેલો આ રાસ આજ પર્યંત અજ્ઞાત જ રહ્યો છે. કેમ કે આ રાસનું ચલણ જૈન સંઘમાં પરંપરાથી જળવાયું નથી. જો આવું ચલણ હોત તો, વિનયપ્રભ-કૃત રાસની, વિવિધ ભંડારોમાંથી, વિભિન્ન સમયે લખાયેલી અનેક પ્રતિઓ મળી આવે છે, તેમ આ રાસની પ્રતિઓ પણ મળતી જ હોત; જ્યારે અત્યારે તો આની માત્ર એક જ પ્રતિ પ્રાપ્ત થાય છે, થઈ છે, જેની નકલ મારા સામે પડી છે. અન્યાન્ય ભંડારોનાં સૂચિપત્રો જોયાં, પરંતુ ક્યાંય આની પ્રતિ હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું. કોઈ અભ્યાસીના ધ્યાનમાં હોય/આવે, તો તેની વિગત જણાવવા કષ્ટ ઉઠાવે. મને મળેલી નકલ મારા મિત્ર કવિવર્ય મુનિરાજ શ્રી ધુરંધરવિજ્યજી દ્વારા મળી છે. તેમણે પોતાના પરિભ્રમણ દરમિયાન વલભીપુરના સંગ્રહમાં આ પ્રતિ જોવા મળતાં તુરત તેની ઝેરોક્ષ નકલ કરાવી લીધેલી, તે તેમણે મને આપી છે. તેમનો ઋણસ્વીકાર કરવો જ જોઈએ કે આવી ઉત્તમ કૃતિની એમણે આપણને ભાળ મેળવી આપી. ૯૬ પ્રતિ બે પાનાંની છે. બંને પાનાંનો એક હિસ્સો દરાદિ કારણે કપાઈ ગયેલો છે, તેથી થોડોક અંશ તૂટે છે. પ્રતિની લખાવટ શુદ્ધપ્રાય છે. પુષ્ટિકા આદિ કાંઈ છે નહિ. અનુમાનતઃ ૧૫મા શતકની હોવાનું કલ્પી શકાય. ૭૫મી અંતિમ ગાથામાં નિર્દેશ છે તે પ્રમાણે, રાસના કર્તા રત્નશેખરસૂરિ છે અને થિરપુરથરાદમાં, સં. ૧૪૦૫માં તેમણે ૨ાસ રચ્યો છે. પોતાના ગચ્છ કે ગુરુનો નામોલ્લેખ કર્તાએ નથી કર્યો. અનુમાનતઃ “સિરિસિરિવાલકહા”ના પ્રણેતા રત્નશેખરસૂરિ તે જ આ રાસના પણ કર્તા હોય, તો શક્ય છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy