SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૦ ] [ મહામણિ ચિંતામણિ ભૂતનાં પ્રેતનાં જોર ભાંજે વલી, ગૌતમ નામ જપતા ઉલ્લાસે. ‘શ્રી ગૌતમસ્વામીનું સ્તવન’માં શ્રી દર્શનવિજયજી કહે છે : ગૌતમ નામે ભવભીડ હરિયે, આત્મભાવ સંવરિયે; કર્મ જંજીરિયે બાંધ્યા છૂટે, ઉત્તમ કુલ અવતરિયે. આચાર્યશ્રી વિજયપક્વસૂરિ વિરચિત “શ્રી ગૌતમસ્વામીનો રાસ”માં ગૌતમસ્વામીની પ્રાભાતિક સ્તુતિ આપવામાં આવી છે. આ સ્તુતિમાં શ્રી ગૌતમસ્વામીના નામસ્મરણનો મહિમા વર્ણવ્યો છે. શ્રી ગૌતમસ્વામિ તણી પદભક્તિથી અહિયાં મળે, જલ અન્ન ધૃતિ સુખહેતુ અદ્ભુત લબ્ધિ વાંછિત સવિ ફળે; પરલોકમાં વર દેવ ઋદ્ધિ શ્રેષ્ઠ નરભવ શિવ મળે, આધિ વ્યાધિ ઉપાધિ સંકટ વિM ઉપસર્ગો ટળે. શ્રી વિજયપધસૂરિ કૃત “શ્રી ગૌતમસ્વામીનો રાસ”માં ગૌતમસ્વામીનો પ્રાભાવિક મંત્ર પણ આપવામાં આવ્યો છે. આ ક્રૌં અને હીં સુમંત્ર ધ્યાન કાલે સવિ સુરા, પાસે કરી કર જોડ કાઉસ્સગમાં સ્મતા શીલધરા; ધૂપ કર્પરાદિકે હોંશે સદા ગૌતમ તણી, પૂજા કરંતા લબ્ધિ સિદ્ધિ ઋદ્ધિ વૃદ્ધિ લહે ઘણી. ૐ કાં અને શ્રી હ્રીં શ્રી ગૌતમસ્વામી નમો નમઃ” એ મંત્રનું કાઉસ્સગપૂર્વક ધ્યાન કરવાથી રિદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિ પમાય છે. આંતરબાહ્ય શુદ્ધિપૂર્વક કર્પરાદિ દ્રવ્યનો ધૂપ અને દીપ પ્રગટાવીને શ્રી ગૌતમસ્વામીના ઉપરોક્ત મંત્રનો જાપ કરવાથી સર્વ પ્રકારની શાંતિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. રિદ્ધિ એટલે વૈભવ. સિદ્ધિ એટલે અણિમા, લઘિમાં, ગરિમા, મહિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાપ્તિ અને પ્રાકામ્ય નામની યૌગિક સિદ્ધિઓ. યોગસાધના દ્વારા ઉપરોક્ત આઠ પ્રકારની સિદ્ધિઓ ઉપલબ્ધ થાય છે. અણિમા એટલે દરેક વસ્તુમાંથી પસાર થવાની શક્તિ: લધિમાં એટલે પવનથી પણ પાતળા થવાની શક્તિ. ગરિમા એટલે પોતાના દેહને વજનદાર બનાવવાની શક્તિ. મહિમા એટલે પોતાનું રૂપ ભવ્ય બનાવવાની શક્તિ. ઈશિત્વ એટલે સર્વ પર વિજય મેળવવાની શક્તિ. વશિત્વ એટલે ક્રૂર જીવોને પણ વશ કરવાની શક્તિ. પ્રાપ્તિ એટલે ઇચ્છિત બાબત કરવાની શક્તિ. પ્રાકામ્ય એટલે ગમે તે સ્થાને સહજ રીતે વિચરવાની શક્તિ. લબ્ધિઓ ૨૮ પ્રકારની છે. તેમાંની ચારણલબ્ધિ (આકાશગામિની શક્તિ) અને અક્ષીણ મહાનસી (અલ્પ દ્રવ્યથી અનેકને ભોજન કરાવવાની શક્તિ)નો શ્રી ગૌતમસ્વામીએ ઉપયોગ કર્યો હતો. ગુરુ ગૌતમસ્વામી અનંત લબ્ધિઓના | સ્વામી હતા. * * *
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy