SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭પ૭ લબ્ધિતણા ભંડાર ગુરુ ગૌતમસ્વામી -પ્રા. જે. સી. દેસાઈ પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ ચૌદ વિદ્યામાં પારંગત હતા, યજ્ઞયાગમાં શિરમોર હતા અને ગૃહસ્થાશ્રમી હોવા છતાં સાદુ અને સંયમી તેમનું જીવન હતું, અને સંયમી બન્યા પછી તો ગણધર ગૌતમસ્વામીમાં એક એકથી ચઢિયાતા ગુણો અને શક્તિઓનો ઉમેરો થતો જ રહ્યો. અનેક સગુણો અને લબ્ધિઓથી સમ્પન એવું ગુરુ ગૌતમસ્વામીનું જીવન અને કવન કેવું અદ્ભુત અને આલાદકારી હતું એની પ્રતીતિ પ્રસ્તુત લેખથી આપણને થાય છે. પ્રો. જે. સી. દેસાઈ સાબરકાઠા જિલ્લામાં મોડાસાની કોલેજમાં વિદ્વાન પ્રાધ્યાપક છે. તેમનું જૈન ધર્મ અંગે ઊંડું અધ્યયન છે. આ વાત આ લેખથી જ ફલિત થાય છે. તેમના આવા ઊંડા અધ્યયનનો લાભ વધુ ને વધુ જૈનસમાજને મળતો રહે એવી શુભ મનોકામના સેવું છું. –સંપાદક S મહારાજા શ્રેણિકથી સુશાસિત મગધદેશ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારની તીર્થભૂમિ હતો. આ પ્રદેશના ગુબ્બર ગામમાં વિપ્ર વસુભૂતિને ત્યાં વિક્રમ સંવત પૂર્વે ૫૫૦માં ગુરુ ગૌતમસ્વામીનો જન્મ થયો. પિતા વસુભૂતિ યજ્ઞયાગમાં રચ્યાપચ્યા રહેનાર કર્મકાંડી બ્રાહ્મણ હતા. તેમનાં ધર્મપત્ની પૃથ્વીદેવીની કૂખે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામનાં ત્રણ નરરત્નો પેદા થયાં. આ ત્રણમાં મોટા ઇન્દ્રભૂતિ જ ગૌતમસ્વામી. ગૌતમ એમના ગોત્રનું નામ હતું. સમયની ! દૃષ્ટિએ ગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીરથી આઠ વર્ષ અગાઉ જન્મ્યા હતા. દેખતાં જ સૌ જન હરખાય એવાં ઉત્તમ લક્ષણો ઇન્દ્રભૂતિ ધરાવતા હતા. તેમની વજૂ જેવી કાયા સાત હાથ ઊંચી અને પ્રમાણ હતી. તેમની મોહક આકૃતિ સોનલવર્ણી હતી. ઇન્દ્રભૂતિ કાલક્રમે ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમને નીરોગી કાયા અને મોહક વ્યક્તિત્વનું સહેજ પણ ગુમાન ન હતું. તેમનામાં ધનની લોલુપતા ન હતી. ગૃહસ્થાશ્રમી હોવા છતાં ઇન્દ્રભૂતિ સાદાઈ અને સંયમથી પૂર્ણ એવું સાધુવૃત્તિવાળું જીવન જીવતા હતા. વારસામાં પ્રાપ્ત થયેલી યજ્ઞપરાયણ વૃત્તિમાં સમય પસાર કરતા હતા. એક વખત જુવાલુકા નદીના કિનારે દેવોએ રચેલા સમવસરણ પ્રસંગે ભગવાન મહાવીર ધર્મદશના આપી રહ્યા હતા. અજ્ઞાન અને પ્રમાદના કાદવમાં ખૂંપેલી તેમ જ ભોગવિલાસમાં ડૂબેલી દેવ-દેવીઓની પરિષદના અંતરમાં ભગવાનની વાણી સ્પર્શતી ન હતી. તે સમયે અપાપા નગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે આદરેલા યજ્ઞમાં ૧૧ કર્મકાંડી બ્રાહ્મણોને નિમંત્રવામાં આવ્યા હતા. ઇન્દ્રભૂતિ પોતાના બે ભાઇઓ સાથે સોમિલના યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત થયા હતા. કેટલાક લોકો સોમિલના યજ્ઞ તરફ તો કેટલાક મહાવીરની ધર્મપરિષદ તરફ જઈ રહ્યા હતા. કેટલાક દેવો પણ યજ્ઞમાં હાજરી આપવાનું ટાળીને મહાવીરની
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy