SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૬ ] [ મહામણિ ચિંતામણિ તીર્થંકરોનાં દેરાસરોમાં પણ ગૌતમસ્વામીની સેવ્ય પ્રતિમાઓ જોવા મળે છે તો કૈલાંક જિનાલયોમાં ગૌતમસ્વામીની પાદુકાઓ પણ સ્થાપિત કરેલી હોય છે--જેમ કે પાવાપુરીના ભવ્ય જિનાલયમાં ગૌતમસ્વામીની પાદુકા સ્થાપિત કરેલી છે. તે જ રીતે રાજગૃહી પાસે આવેલ પાંચમી પહાડી ઉપર ગૌતમસ્વામીનું મંદિર આવેલ છે. જેમાં તેઓની પાદુકા જ જોવા મળે છે. જ્યારે બારમા શતકના સેવાડી (રાજસ્થાન)ના વાસુપૂજ્ય ભગવાનના જિનાલયની સમીપમાં આવેલ દેરીમાં ગૌતમસ્વામીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. અમદાવાદમાં આવેલ અર્વાચીન મંદિરોમાં પણ ગૌતમસ્વામીની સ્વતંત્ર પ્રતિમાઓ જ જોવા મળે છે. પાલડી વિસ્તારમાં આવેલ ભગવાન વાસુપૂજ્યના દેરાસરમાં અંતરાલમાં એકબીજાને સન્મુખ ખત્તકમાં મહાવીરસ્વામી તેમ જ ગૌતમસ્વામીની પ્રતિમા આવેલી છે, જે અનુસાર ગૌતમસ્વામી પદ્માસનસ્થ મુદ્રામાં બિરાજેલ છે. સૌમ્ય અને પ્રસન્ન મુખમુદ્રા, તપમાં ધ્યાનસ્થ એવા સ્વામીના મસ્તકના પાર્શ્વમાં પ્રભામંડળ છે. પ્રભામંડળમાંથી તેજોમય સૂર્યકિરણો ફેલાયેલાં દર્શાવેલ છે. જ્ઞાનના ઘોતક સમા લંબ કર્ણ ખભાને સ્પર્શે છે. ઘાટીલી નાસિકા, ભરાવદાર ગોળ મુખાકૃતિ વગેરેને કારણે તેમનો ચહેરો વધુ આકર્ષક જણાય છે. ગૌતમસ્વામીએ ડાબા અંગ ઉપર ઉપવસ્ત્ર ધારણ કરેલ છે. વક્ષઃસ્થળ પાસે રાખેલ વામ હસ્તમાં અક્ષમાલા ગ્રહણ કરેલ છે જ્યારે જમણો હસ્ત પદ્માસનસ્થ મુદ્રામાં છે. ગૌતમસ્વામીનું સ્થાન ભગવાન મહાવીરસ્વામીના ગણધર તરીકેનું હોઇ કોઇ કોઇ સ્થળે તેઓના મસ્તક ઉપર પદ્માસનસ્થ મહાવીરસ્વામીની પ્રતિમા બિરાજેલ છે. આવી જ પ્રતિમા આ વિસ્તારનાં અન્ય જૈન મંદિરોમાં પણ જોવા મળે છે. આંબાવાડી વિસ્તારમાં આવેલ ભગવાન વાસુપૂજ્યના દેરાસરમાં પણ ગૌતમસ્વામીની પ્રતિમાની સ્થાપના કરેલ જોવા મળે છે. આમ ગુજરાતમાં ગૌતમસ્વામીની જોવા મળતી અર્વાચીન સેવ્ય પ્રતિમાઓ ઉપર ગૌતમસ્વામીનો ધાર્મિક પ્રચાર પાછલા સમયમાં વધુ થયેલ હોય તેમ જણાય છે. ટીપણ ૧. દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી, ન્યાયવિજયજી જૈન પરંપરાનો ઇતિહાસ—ભીખાભાઇ ભૂધરભાઇ શાહ, મુંબઇ, ચંદુલાલ લખુભાઇ પરીખ અમદાવાદ. સને ૧૯૫૨ પૃ. ૨, ૩. ૨. ગોપાલદાસ જીવાભાઇ પટેલ (સંપાદક) શ્રી મહાવીર–કથા— શ્રી. પૂજાભાઈ ગ્રંથમાળા—૨૧, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. સને. ૧૯૪૧. પૃ. ૩૮૯, ૩૯૧ ૩. એજન પૃ---૪૧, ૪૧૯, ૪૨૦. ૪. ટીપણ એક મુજબ~~~ પૃ ૫૯, ૬૨, ૫૯૩. જૈન
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy