SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૪ ] [ મહામણિ ચિંતામણિ ધ્યાની ગૌતમસ્વામીની કૈવલ્યપ્રાપ્તિ તેમ જ પ્રતિમા કલાવિધાન હિતેશ એસ. શાહ પ્રાથમિક પરિચય – મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ વસુભૂતિની પત્ની પૃથ્વીદેવીએ વિ.સં. પૂર્વે ૫૫૧માં એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. તેનું જન્મનક્ષત્ર જ્યેષ્ઠા અને જન્મરાશિ વૃશ્ચિક હતાં. આ બાળકનું નામ માતા-પિતાએ ઇન્દ્રભૂતિ રાખ્યું. ઇન્દ્રભૂતિ ચૌદ વિદ્યાના પારગામી અને બ્રાહ્મણ ધર્મશાસ્ત્રોના સંપૂર્ણ જાણકાર થયા એટલે તે મગધમાં મહાપંડિત તરીકે વિખ્યાત થયા. તેઓ ૫૦૦ બ્રાહ્મણ વિદ્યાર્થીઓને ભણાવતા હતા અને યજ્ઞ હોમ વગેરે તત્કાલીન બ્રાહ્મણ વિધિ-વિધાન કરાવતા હતા. તેઓ એક વાર પોતાના વિદ્યાર્થી પરિવાર સાથે મધ્યમ અપાપા નગરીમાં સોમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ કરાવવા માટે આવ્યા. આ સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. બરાબર એ જ અવસરે ભગવાન મહાવીરસ્વામી કેવલી તીર્થંકર થયા અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરવા માટે મધ્યમ અપાપામાં પધાર્યા. તેઓએ પ્રથમ જ વૈશાખ સુદ ૧૧ના પેહેલા પહોરે પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમના “જીવ છે કે નહિ ?” એ સંશયનું નિવારણ કરી તેમને ૫૦૦ શિષ્યોના પરિવાર સાથે પોતાના શિષ્ય બનાવ્યા. પન્નવા, વિનમેવા, થુવેડ્ વા —એ ત્રિપદી આપી પોતાના ‘ગણધર’ તરીકે સ્થાપ્યા. તેમને તે જ સમયે મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, જે ગણધર “ગૌતમસ્વામી” એ નામથી વધારે પ્રસિદ્ધ છે. ૧ મહાવીરસ્વામીના શિષ્ય તરીકેની પ્રતિભા :– શ્રી મહાવીરકથામાં ગૌતમની પ્રભાવશાળી વિદ્વત્તાનો પરિચય જોવા મળે છે. મિથિલામાં ચાતુમસિ પૂરા કર્યા બાદ, ભગવાન મહાવી૨ પશ્ચિમ તરફના દેશોમાં વિચરવા લાગ્યા. આ વિહાર દરમ્યાન તે શ્રાવસ્તી અહિચ્છત્રા, હસ્તિનાપુર, મોકા વગેરે નગરો તથા નગરીઓમાં પધાર્યા હતા. શ્રાવસ્તી નગરીના વિહાર વખતે તેમના શિષ્ય ગૌતમને પાર્શ્વનાથની પરંપરાના કેશીકુમાર શ્રમણ સાથે વાર્તાલાપ થયો. પાર્શ્વનાથ અને મહાવીર એ બંને જૈન તીર્થંકરો ગણાયા હોવા છતાં, તે બંનેના સિદ્ધાંતમાં કેટલોક ફેર શાથી છે? તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો. ઉપરાંત આ બંને તીર્થંકરોના શિષ્યસમુદાયમાં એવો વિતર્ક ઊભો થયો કે “વર્ધમાને ઉપદેશેલો પંચ મહાવ્રતવાળો આ ધર્મ કેવો, અને તેઓની પૂર્વેના તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથ ભગવાને ઉપદેશેલો ચાર મહાવ્રતવાળો આ ધર્મ કેવો ? વળી અચેલક વસ્ત્રરહિત રહેવાનો મહાવીરનો આચારિધિ અને આંતર તથા ઉત્તરીય વસ્ત્રો પહેરવાની છૂટવાળો પાર્શ્વનાથ ભગવાનનો આચારવિધિ એમ એક જ કાર્ય માટે પ્રવર્તેલા એ બેમાં આવો તફાવત પડવાનું કારણ શું?
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy