SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ ] [ મહામણિ ચિંતામણિ | આત્મા સર્વ પ્રકારના જીવોના કલ્યાણથી ઉલ્લસિત રહેતો હતો. વિજયશીલસૂરિએ ગાયું છે કે : ગૌતમસ્વામી જગગુરુ ગુણગણનો ભંડાર લાલ રે. અનંત લબ્ધિનો એ ધણી, આપે અક્ષય સુખ અપાર લાલ રે. તેઓ પલેપલ વર્તમાનમાં જીવનારા સાધક હતા. એક પળ માટે પ્રમાદ રાખતા ન હતા. | તેમના ગુરુ મહાવીરસ્વામીએ તેઓને બોધ આપ્યો હતો કે : कुसाग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम! मा पमायए ॥ એટલે કે દર્ભની અણી ઉપર બેઠેલું ઝાકળનું બિંદુ જેમ થોડી જ વાર રહી શકે છે, તેમ મનુષ્યોના જીવનનું પણ સમજવું, માટે હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર. સાધકને પ્રમત્ત રહેવું પાલવે નહીં. પ્રમાદીને સિદ્ધિઓ અને લબ્ધિઓ ક્યાંથી પ્રાપ્ત થાય ? મહાવીરસ્વામીના પ્રથમ ગણધર તરીકે ગૌતમસ્વામી જૈન અને જૈનેતરોમાં ધર્મ અને | સંસ્કૃતિના ઉદ્ગાતા તરીકે માનભર્યું સ્થાન ધરાવે છે. જા A સુધનો જીવ ધનસાલા નામની રૂપવાન યુવતી તરીકે થયો (ધનમાલા તે ભાવિ સ્કંટક કાત્યાન)
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy