SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૦ ] - [ મહામણિ ચિંતામણિ છે અને ગૌતમ નામની તેમની આરાધના કરે છે, તેની અપેક્ષાએ એમના મૂળ નામથી એમને ! જાણનારા અને એમની આરાધના કરનારા કેટલા? તેમનું ગોત્રવાચક એવું પણ નામ આ રીતે વ્યક્તિવાચક ખાસ નામ બની ગયું છે. આમ બનવા છતાં પણ એ ગૌતમ નામ એ ગૌતમ શબ્દઆજે પણ ખુદ એમના જેટલો જ પ્રભાવસંપન્ન અનુભવાય છે. ભગવાન સાથેનો સંબંધ ભગવાનના ૨૭ ભવોમાં ભગવાનની સાથે જે જે ભવોમાં તેમનો સંબંધ થયો છે એના કરતાં ઘણો વધારે સંબંધ એમનો, ભગવાન સમકિત પામ્યા એ પહેલાંના એકાધિક અનેક ભવોમાં ભગવાનની સાથે થયો હોય એમ લાગે છે. કેમકે ભગવાન પોતે જ ગૌતમસ્વામીને કહે છે, કે–તું ચિરપરિચિત છે એટલે તને મારી ઉપર ગાઢ રાગ છે. વગેરે....' પૂર્વના ભવો નવો . પ્રાચીન હસ્તલિખિત સાહિત્યમાંથી એમના પૂર્વના પાંચ ભવોની વિગત આપણને વ્યવસ્થિત રૂપે મળે છે. તેમાં (૧) મંગલ શેઠનો (૨) માછલાનો (૩) જ્યોતિમલી દેવનો (૪) વેગવાન વિદ્યાધરનો અને (૫) ગૌતમસ્વામીનો–તેમાં પહેલા ભવમાં શ્રાવક મંગલ શેઠ સમકિત અને વ્રતધારી હતા એવો સ્પષ્ટ ઉલ્લેખ આવે છે. પરંતુ તેમનો આ ભવ એ જ પહેલો ભવ છે, એમ સ્પષ્ટ થતું નથી. ભગવાનના ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકેના ભવમાં તેઓ વાસુદેવના રથના સારથિ હતા. વાસુદેવે ફાડી નાખેલા સિંહને અંતિમ અવસ્થામાં મધુર વાણીથી સાત્ત્વન આપ્યું-તે ભવમાં તેમને સમકિત હતું કે નહિ એ સ્પષ્ટ થતું નથી. શ્રાવક મંગલ શેઠથી છેલ્લા ગૌતમસ્વામી તરીકેના પાંચ ભવો-એ આ સારથિ પછીના ભવો છે, એ ચોક્કસ છે. - શંકા અને તેનું નિરાકરણ શંકા તો દરેકને લગભગ કોઈ ને કોઈ વિષયમાં હોય જ છે, પરંતુ ૧૪ વિદ્યાના પારગામી અને જગતભરમાં સર્વજ્ઞ તરીકે જે પંકાયેલા હોય એવાના મનમાં કોઈક ખૂણે નાનકડી પણ એકાદ શંકા હોય, એવું તો કોઈ માની જ ન શકે. આ જ કારણે ઇન્દ્રભૂતિજીએ પોતાના મનમાં જીવના વિષયમાં શંકા હોવા છતાં કોઈને પૂછીને તેનું નિરાકરણ કર્યું નહિ. જો તેઓ કોઈને પણ પૂછે તો પોતાની સર્વજ્ઞપણાની ખામી છતી થઈ જાય. અરે ! પોતાના જ સગ્ગા નાના ભાઇને જો પૂછ્યું હોત તો પણ તેનું સમાધાન થઈ જાત. પરંતુ એટલું પણ ન કર્યું અને સર્વજ્ઞપણાનો દંભ ચાલુ રાખ્યો. એવા પણ એ ઇન્દ્રભૂતિજીએ પ્રભુજીને જ્યારે સાક્ષાત્ નજરે જોયા અને પ્રભુએ પણ તેમને નામ અને ગોત્ર પૂર્વક સંબોધ્યા ત્યારે પણ એમનામાં રહેલા અભિમાને ઉછાળો માર્યો, અને તેની સાથે જ સંકલ્પ કર્યો કે આજ દિન સુધી જે બાબતની કોઇને પણ જાણ નથી અને અત્યંત ગુપ્ત એવી પણ મારી શંકાની વાત જો આ જણાવી દે તો એને હું સાચો સર્વજ્ઞ માનું. જેવો તેમણે આ સંકલ્પ કર્યો કે તુરત જ ભગવાને તેમની શંકા કહી બતાવી. એ સાંભળતાં જ તેમણે ભગવાનને સાચા સર્વજ્ઞ તરીકે સ્વીકારી લીધા અને મનથી તો ભગવાનનું શિષ્યપણું સ્વીકારી લીધું. ક
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy