SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭૨૯ અનુપમ અને અદ્ભુત ૫. પ્રશાન્તર્તિ આ. શ્રી. વિ. વિમૃગાંકરારીશ્વર વિનય ૬. આચાર્યશ્રી વિજય રત્નભૂષણસૂરિજી મહારાજ ઘણા વર્ષોથી પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંવર્ધનના કાર્યમાં ગળાડૂબ વ્યસ્ત રહેનાર પૂ. આચાર્યશ્રી રત્નભૂષણસૂરિજી મહારાજશ્રીએ ગૌતમસ્વામીના અલૌકિક જીવનનાં વિવિધ પાસાંઓ ઉપર અત્રે સુંદર પ્રકાશ પાડ્યો છે. આ લેખમાં ગૌતમસ્વામીની સરળ અલૌકિકતા વિષે, તેમની અપૂર્વ પ્રભાવકતા વિષે, તેમની વાસ્તવિક લબ્ધિઓ વિષે, સરળ લોકભોગ્ય ભાષામાં સમજણ આપી છે. સમર્થન પ્રાપ્ત ઉલ્લેખો સાથે ગૌતમસ્વામીના અનુપમ જીવનનાં રહસ્યોની ઝાંખી કરાવી છે. આ લેખમાં ૫. આચાર્યશ્રીની વ્યાપક અને વિશદ દૃષ્ટિનાં દર્શન થાય છે. –સંપર્ક અનાદિકાલીન આ સંસાર છે, એવી જ રીતે એમાં જૈન શાસન પણ પ્રવાહથી અનાદિકાલીન છે. એ જ પ્રમાણે આ બંને ભવિષ્યમાં અનન્તકાળ સુધી રહેવાનાં છે એટલે જ આ બંને શાશ્વત છે. ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં જૈન શાસન અશાશ્વત હોય છે, પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં તો તે શાશ્વત છે. તે ત્યાં અનાદિ કાળથી ચાલુ છે અને ભવિષ્યમાં અનંત કાળ સુધી ચાલુ જ રહેવાનું છે, જ્યારે ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં જૈન શાસન અમુક સમયે હોય અને અમુક સમયે ન હોય, એવી જગતસ્થિતિ છે. પ્રથમ ભવ આવા આ જગતમાં બધા જ જીવાત્માઓ અનાદિ કાળથી અવ્યવહારરાશિમાં હોય છે, ને પછી ત્યાંથી વ્યવહારરાશિમાં આવે છે. ત્યાં પણ જન્મ-મરણ કરતાં અનેક પ્રકારના અનંતા ભવો કરતાં કરતાં મનુષ્યભવમાં આવે છે. એ જ રીતે ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર પરમાત્માના આત્માના અને તેમના ગણધર ગૌતમસ્વામીના આત્માના પણ આ સંસારમાં અનાદિ કાળથી જન્મ-મરણ ચાલુ હતાં. તેમાં રાજવી નયસાર તરીકેના ભવમાં ભગવાનનો આત્મા સૌપ્રથમ સમકિત પામ્યો, એટલે એમનો તે ! ભવ પહેલો ભવ ગણાયો. તે ભવથી ૨૭માં ભવે તેઓ ભગવાન મહાવીર બન્યા. એવી રીતે આપણને ગણધર ગૌતમસ્વામીનો પહેલો ભવ કયો ? અથતિ તેઓ કયા ભવમાં કયા કયા ક્ષેત્રમાં કઈ રીતે સૌપ્રથમ સમકિત પામ્યા? એની આપણી પાસે કોઈ જ જાણકારી નથી. નામ ગુરુ ગૌતમ અથવા ગણધર ગૌતમસ્વામીએ તેમનું મૂળ નામ નથી. શ્રી ઇન્દ્રભૂતિ એ તેમનું મૂળ નામ છે; જ્યારે ગોતમ-એ તો એમના ગોત્રનું નામ છે. તેમ છતાં એમના ગોત્રનું ! નામ એ જ તેમનું વિશેષ નામ બની ગયું. આજે પણ એટલા જીવો એમને ગૌતમ નામથી જાણે
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy