SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] (૧૦) ામ પિત્તું યુવેવ નાનાારવિજળશક્તિઃ । કામરૂપિત્વ એટલે એકસાથે જ પોતાની ઇચ્છા પ્રમાણે અનેક પ્રકારના આકારોને ધારણ કરવાની શક્તિ. ૬૮૧ (११) आशीविषसिद्धिः । तथाऽऽश्यो दंष्ट्रास्तासु विषं येषां ते आशीविषाः । ते च द्विधा-जातितः कर्मतश्च । जातितो वृश्चिक - मण्डूकोरग-मनुष्यजातयः, वृश्चिक-विषं हि उत्कर्षतो भरत क्षेत्रप्रमाणशरीरं व्याप्नोति । मण्डूक विषमपि भरतक्षेत्रप्रमाणं भुजङ्गमविषं जम्बूद्वीपप्रमाणम् । અર્થ આશી એટલે દાઢાઓ જેમની દાઢાઓમાં વિષ હોય છે તેમને આશીવિષ કહેવાય છે. તે બે પ્રકારનાં હોય છે. (૧) જાતિથી (જન્મથી) (૨) કર્મથી. વીંછી-સાપ દેડકો-મનુષ્ય જાતિ આ જન્મથી આશીવિષ હોય છે. વીંછીનું (વૃશ્વિકનું) વિષ ઉત્કર્ષથી ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વ્યાપ્ત કરે છે. દેડકાનું વિષ પણ ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વ્યાપ્ત કરે છે. સાપનું વિષ જંબુદ્રીપ પ્રમાણ શરીરને વ્યાપ્ત કરે છે. कर्मतश्च पञ्चेन्द्रियतिर्यग्योनयो मनुष्या देवाश्चासहस्रारात् । एतेन तपश्चरणानुष्ठानतोऽन्यतो वा गुणत आशीविषवृश्चिकादिसाध्यां क्रियां कुर्वन्ति । शाप प्रदानादिनाऽन्यं व्यापादयन्तीति शेषः । देवास्त्वपर्यावस्थायां तच्छक्तिमन्तो ज्ञेयाः । ते ही पूर्वं नरभवे समुपार्जिताशीविषलब्धयः सहस्रारान्तदेवेष्वपि नवोत्पन्ना अपर्यावस्थायां प्राग्भविकाशीविषलब्धिसंस्कारा आशीविषलब्धिमन्तो व्यवह्रियन्ते । ततः परं तु पर्याप्तावस्थायां संस्कारव्यापिनिवृत्तिरिति न तद्व्यपदेशभाजः ते पिशाचादिनाऽपरं व्यापादयन्ति । तथापि न लब्धिव्यपदेशो भवप्रत्ययतस्तथारूप सामर्थ्यस्य सर्वसाधारणत्वात् । गुणप्रत्ययो हि सामर्थ्यविशेषो लब्धिरिति प्रसिद्धम् ||१०|| અર્થ— પંચેન્દ્રિય તિર્યગ્યોનિઓ મનુષ્યો અને સહસ્રાર દેવલોક સુધીના દેવો કર્મથી આશીવિષ છે. તેઓ તપશ્ચર્યાનું અનુષ્ઠાન કરવાથી અથવા અન્ય ગુણથી દાઢમાં વિષવાળા વૃશ્ચિકાદિ પ્રાણીઓ વડે સાધવા યોગ્ય ક્રિયા કરે છે, શાપ વગેરે આપીને બીજાને મારે છે. દેવો જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં હોય છે ત્યારે જ આશીવિષ શક્તિવાળા હોય છે. કારણ, તેઓએ પૂર્વના મનુષ્યભવમાં આશીવિષ લબ્ધિ ઉપાર્જિત કરેલી હોવાથી સહસ્રારાન્ત દેવોમાં પણ નવા જ ઉત્પન્ન થયેલા તેઓ અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવમાં મેળવેલી આશીવિષ લબ્ધિના સંસ્કારથી આશીવિષ લબ્ધિવાળા કહેવાય છે. ત્યાર પછી પર્યાપ્ત અવસ્થામાં સંસ્કારોની નિવૃત્તિ થાય છે. માટે તેઓ આશીવિષલબ્ધિવાળા કહેવાતા નથી. તેઓ પિશાચ આદિઓ વડે બીજાને મારે છે. તો પણ તે દેવો લબ્ધિવાળા કહેવાતા નથી. કારણ, ભવ પ્રત્યયથી દેવોને તેવા પ્રકારનું સામર્થ્ય હોય છે. કારણ ગુણપ્રત્યયથી પ્રાપ્ત થયેલા વિશેષ સામર્થ્યને લબ્ધિ કહેવામાં આવે છે, તે પ્રસિદ્ધ છે. (११) अवधिलब्धिः - अवशब्दोऽधः शब्दार्थः । अवाऽधोऽधो विस्तृतं वस्तु धीयते परिच्छिद्यतेऽनेनेत्यवधिः । यद्वाऽवधिर्मर्यादा रुपिद्रव्येषु परिच्छेदकतया प्रवृत्तिरूपा तदुपलक्षितं ज्ञानं तदप्यवधिः || 99 || અર્થ— અવ શબ્દનો અર્થ છે અધઃ—નીચે. અવ-નીચે. નીચે ફેલાયેલી વસ્તુ જેના વડે જણાય છે, તેને અવિધ કહેવામાં આવે છે. અથવા અવિધ એટલે મર્યાદારૂપી દ્રવ્યોમાં જ્ઞાતારૂપે પ્રવૃત્તિ તેના વડે યુક્ત શાનને પણ અવિધ કહેવામાં આવે છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy