SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૬૯ ક્ષયોપશમને કારણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ક્ષયોપશમી લબ્ધિ કહેવામાં આવે છે. પ્રતિસમય શુભ કર્મોના બંધમાં નિમિત્તભૂત અને અશુભ કર્મોના બંધની વિરોધી એવી લબ્ધિને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે છે. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ અનુભાગનો ઘાત કરીને અંતઃકોડાકોડી સ્થિતિમાં અને દ્વિસ્થાનીય અનુભાગમાં અવસ્થાન કરવું તેને પ્રાયોગ્ય લબ્ધિ કહેવામાં આવે છે. ષડૂદ્રવ્ય અને નવતત્ત્વના ઉપદેશરૂપી ઉપદેશ આપવાની શક્તિને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે. સમ્યગુર્દષ્ટિ મહાત્માઓ જ આવી દેશનાલબ્ધિ ધરાવે છે. કાલ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપી પાંચ ભેદોને કારણે લબ્ધિના પણ પાંચ પ્રકાર બતાવવામાં આવે છે. દાન, લાભ, ભોગ, પરિભોગ, વીર્ય, સત્કૃત્વ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ નવ પ્રકારની કેવળલબ્ધિ બતાવવામાં આવે છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને દસ પ્રકારની લબ્ધિ બતાવી છે. જુઓ : હે ગૌતમ, દસ પ્રકારની લબ્ધિ છે, જેમ કે (૧) જ્ઞાન-લબ્ધિ (૨) દર્શનલબ્ધિ (૩) ચારિત્રલબ્ધિ (૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ (૫) દાનલબ્ધિ (૬) લાભલબ્ધિ (૭) ભોગલબ્ધિ (૮) ઉપભોગલબ્ધિ (૯) વીર્યલબ્ધિ અને (૧૦) ઇન્દ્રિયલબ્ધિ. આ લબ્ધિઓમાં જ્ઞાનલબ્ધિના પાંચ, દર્શનલબ્ધિના ત્રણ, ચારિત્રલબ્ધિના પાંચ એમ દરેકના પેટા પ્રકાર પણ ભગવતી સૂત્રમાં દશાવ્યા છે. આવશ્યક નિર્યુક્તિમાં તથા પ્રવચન સારોદ્ધાર’માં ૨૮ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે. દિગમ્બર પરંપરાના ગ્રંથ “ષટું ખંડાગમમાં ૪૪ પ્રકારની, વિદ્યાનુશાસન'માં ૪૮ પ્રકારની, મંત્રરાજ રહસ્ય'માં તથા “સૂરિમંત્ર બૃહત્ કલ્પ વિવરણ'માં ૫૦ પ્રકારની અને “તિલોય પણતીમાં ૬૪ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવી છે. કોઈ-કોઈ ગ્રંથોમાં કોઇક લબ્ધિનાં નામોમાં અથવા એના પેટાવિભાગોમાં ફરક જોવા મંળે છે. સિદ્ધચક્રની આરાધનામાં પણ લબ્ધિઓનો મહત્ત્વનો ઉલ્લેખ છે. એમાં લબ્ધિધારકોને નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધચક્રમાં, એના યંત્રમાં એક આવર્તનમાં સોળ લબ્ધિપદ હોય છે. એ રીતે ત્રણ આવર્તનમાં સુપ્રસિદ્ધ એવાં ૪૮ લબ્ધિપદ આવે છે. ૐ હ્રીં મો – એ મંત્રપદ સહિત લબ્ધિધારકોને પ્રત્યેકને નમસ્કાર કરવામાં આવે છે. પ્રવચન સારોદ્ધાર’માં બતાવ્યા પ્રમાણે ૨૮ લબ્ધિઓ નીચે પ્રમાણે છે. આ લબ્ધિઓ તપના પરિણામથી પ્રગટ થાય છે. જયશેખરસૂરિએ “ઉપદેશ ચિંતામણિમાં લખ્યું છે તે પ્રમાણે : પરિણામનવવસેળ, મારું હૃતિ નક્કીગો (તપના પરિણામના વશથી આ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.) (૧) સામર્ષ ગૌષ (મામોસહિ) : આમર્ષ એટલે સ્પર્શ. જે સ્પર્શ રોગનું નિવારણ કરનાર હોવાથી ઔષધિરૂપ હોય છે એને “આમર્ષ ઔષધિ લબ્ધિ' કહેવામાં આવે છે. જે સાધકો પોતાના સ્પર્શ માત્રથી રોગનું નિવારણ કરવાની શક્તિ ધરાવતા હોય તેઓ આવી લબ્ધિવાળા કહેવાય છે. (૨) વિપૃષીષ (વિષ્પોદિ): વિપૃષ' એટલે વિષ્ટા અને મૂત્ર. જે યોગીઓનાં મળ-મૂત્ર ઔષધિ તરીકે કામ લાગે અને રોગનું નિવારણ કરી શકે તેવા યોગીઓ વિપૃષ લબ્ધિવાળા કહેવાય છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy