________________
૬૬૮ ]
[ મહામણિ ચિંતામણિ
ઝાડા કે પેશાબને અત્યંત સુગંધીમય બનાવી શકાય, શરીરના નખ, વાળ, દાંત વગેરે દ્વારા બીજાના રોગ મટાડી શકાય, પોતાની શક્તિથી ડુંગરને કંપાયમાન કરી શકાય, ઉપદ્રવ કે સંકટને તાણ શાંત કરી શકાય, વીંછી કે સર્પના ઝેરને ઉતારી શકાય, પોતાના વચન અનુસાર ઘટના કરી શકાય, વશીકરણ, સ્તંભન કે મોચન વગેરે ઘટનાઓ પણ કરી શકાય, પરકાયા પ્રવેશ કરી શકાય, શરીરને નાનું કે મોટું કરી શકાય–આવી-આવી ઘટનાઓ જેમના જીવનમાં થતી હોય તેવી વ્યક્તિઓએ કોઇક વિશેષ શક્તિ પ્રાપ્ત કરી છે એમ કહી શકાય. આવી શક્તિ તપના પ્રભાવે કે જ્ઞાનના વિકાસથી, કે અમુક કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. એને લબ્ધિ તરીકે ઓળખાવવામાં આવે છે. વર્તમાન દેશકાળ અનુસાર ઘણી લબ્ધિઓ ક્ષીણ થઈ ગઈ છે અથવા એવી લબ્ધિઓ ધરાવનાર મહાત્માઓ વિરલ થઈ ગયા છે.
વૈદિક દર્શનમાં વિશિષ્ટ પ્રકારની ચમત્કારિક શક્તિને માટે વિભૂતિ' શબ્દ વપરાયો છે. વેદો, ઉપનિષદો, પાતંજલ યોગસૂત્ર, ભગવદ્ગીતા, પુરાણો વગેરેમાં વિવિધ પ્રકારની વિભૂતિઓનું વર્ણન જોવા મળે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ દરેક પ્રકારના યોગાગ દ્વારા અથવા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, તપ, ઇશ્વર પ્રણિધાને વગેરે દ્વારા આવી વિવિધ વિભૂતિઓ પ્રગટ થાય છે એમ ઉપનિષદો, યોગસૂત્ર, યોગદર્શન, ભગવદ્ગીતા ઇત્યાદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે.
બૌદ્ધ પરંપરાના સાહિત્યમાં પણ લબ્ધિરૂપી વિવિધ ચમત્કારિક શક્તિઓના ઉલ્લેખો મળે છે. આવી લબ્ધિને બૌદ્ધ પરિભાષા પ્રમાણે “અભિજ્ઞા' નામથી ઓળખવામાં આવે છે. વિશુદ્ધ મગ્ન' નામના ગ્રંથમાં બતાવ્યું છે કે અભિજ્ઞાઓ બે પ્રકારની છે : (૧) લૌકિક અને (૨) લોકોત્તર. આકાશગમન (દ્ધિવિધ), પશુ-પક્ષીઓની બોલીનું જ્ઞાન દિવ્યસ્રોત), પરચિત્ત વિજ્ઞાનતા (ચેતિપયજ્ઞાન), પૂર્વજન્મનું જ્ઞાન (પૂર્વનિવાસાનુસ્મૃતિ), દૂર રહેલી વસ્તુઓનું દર્શન (ચિત્યોત્તપાદ) વગેરે અભિજ્ઞાઓ લૌકિક પ્રકારની છે. સાધક જ્યારે અહમ્ અવસ્થાની પ્રાપ્તિ કરે છે અને લોકોને નિવણમાગ સમજાવવાને સમર્થ બને છે ત્યારે તેની તે શક્તિને લોકોત્તર અભિજ્ઞા કહેવામાં આવે છે.
- લબ્ધિઓ કેટલી છે? આમ જોવા જઈએ તો આત્માની જેટલી શક્તિ તેટલી લબ્ધિઓ છે એમ કહી શકાય. અથતિ અનંત શક્તિમાન એવા આત્મામાંથી અનંત પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ શકે. એટલા માટે ગૌતમસ્વામીને “અનંતલબ્લિનિધાન” અર્થાત્ અનંત લબ્ધિઓના ભંડાર તરીકે ઓળખાવવામાં આવે છે. પરંતુ કેટલીક વિશિષ્ટ લબ્ધિઓના જે ઉલ્લેખો જુદા-જુદા શાસ્ત્ર-ગ્રંથોમાં જોવા મળે છે એમાં પાંચ, દસ, અઠ્ઠાવીસ, અડતાલીસ, પચાસ કે ચોસઠ પ્રકારની વિભિન્ન લબ્ધિઓ છે.
લબ્ધિના પ્રકારો ભિન્ન-ભિન્ન દષ્ટિબિંદુથી ભિન્ન-ભિન્ન દર્શાવવામાં આવ્યા છે.
(૧) ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધ લબ્ધિ (૩) દેશના લબ્ધિ (૪) પ્રાયોગ્યતા લબ્ધિ (પ) કરણ લબ્ધિ એમ મુખ્ય પાંચ પ્રકારની લબ્ધિ બતાવવામાં આવે છે. આ પાંચ પ્રકારની લબ્ધિમાં પ્રથમ ચાર લબ્ધિ ભવ્ય કે અભવ્ય બંને પ્રકારના જીવોને પ્રાપ્ત થાય છે, પરંતુ કરણ લબ્ધિ તો ફક્ત ભવ્ય જીવોને જ પ્રાપ્ત થાય છે, અને તે પણ સમ્યકત્વની પ્રાપ્તિ પછી.