SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] ગણધર’ શબ્દના અર્થો તથા ગણધર પરંપરા ઃ ઉદ્ભવ અને વિકાસ —પ્રો. કવિન શાહ ૨૪ તીર્થંકરોના ગણધરો પૈકી આદિનાથ પ્રભુના પુંડરીકસ્વામીજીનું મહિમાગાન સ્તવન ચૈત્યવંદન રૂપે અત્રે આપેલું છે. શત્રુંજય માહાત્મ્યના આધારે ૧૪૪૪ ગણધરોનાં પગલાં સાથે શાંતિનાથ અને પ્રભુ વીરના ગણધર ગૌતમસ્વામીજીના જીવન પર પ્રકાશ પાડતી માહિતી અલ્પાંશે અત્રે પ્રસ્તુત છે. [ ૬૪૯ પ્રો. કવિનભાઇ શાહનું જૈન સંદર્ભ સાહિત્યમાં આગવું પ્રદાન રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં શ્રીસંઘોએ તેમનું પ્રસંગોપાત્ત જાહેર સન્માન કર્યું છે. આ ગ્રંથયોજનામાં પણ તેમનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. -સંપાદક ર “ગણધર એટલે અનુત્તર શાનદર્શનાદિધર્મળ ધારયતિ તિ ગળધર:” અનુત્તર જ્ઞાન, દર્શન આદિ ધર્મ ગણને ધારણ કરે તે ગણધર કહેવાય છે. પ્રથમ દૃષ્ટિએ ઉપરોક્ત અર્થ વ્યુત્પત્તિથી નિષ્પન્ન થાય છે પણ ગણધર શબ્દ એ રહસ્યમય અર્થવાચક છે. ભગવાનના મુખેથી માત્ર ત્રિપદી સાંભળીને અંતરમુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરવી એ જ એમના અનંત જ્ઞાન-દર્શનનું ઘોતક બનીને ગણધર નામની સાર્થકતા સિદ્ધ કરે છે. ભગવાન ચારિત્ર અંગીકાર કરીને જ્ઞાન-ધ્યાન અને તપથી કર્મ ખપાવીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આવું પરમોત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ઇન્દ્ર મહારાજા અન્ય દેવોની સહાયથી સમવસરણની રચના કરે છે જેમાં બેસીને ભગવાન ઉપદેશ દેશના આપે છે. ભગવાનની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા ભવ્યાત્માઓ ચારિત્ર અંગીકાર કરે છે. તેમાં અગ્રેસર મુનિઓ કે જેઓએ ગણધ૨પદ પ્રાપ્ત કર્યું છે તેઓ ત્રિપદીના શ્રવણ બાદ દ્વાદશાંગીની રચના કરે છે. પ્રત્યેક તીર્થંકરના સમયમાં આ ક્રમ હોય છે. ગણધરપદે સ્થાપના કરતી વખતે પ્રભુ સુગંધી ચૂર્ણમિશ્રિત વાસક્ષેપ ગણધરોના મસ્તક પર નાખે છે. ઇન્દ્ર પણ આ પ્રસંગે ચૂર્ણવૃષ્ટિ કરે છે. આ પ્રસંગનું વર્ણન શબ્દોમાં શું કરવું? પુણ્યાત્માઓ ભગવાનના શાસનના સુકાની બનીને રત્નત્રયીની લ્હાણ કરીને મોક્ષપ્રાપ્તિ માટેનો રાજમાર્ગ બતાવે છે. ભગવાનના ગણધરોની સંખ્યા નિશ્ચિત નથી. ઋષભદેવ ભગવાનના ૮૪ ગણધર છે, જ્યારે મહાવીરસ્વામીના ૧૧ છે. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચિરત્રમાં ૨૪ ભગવાનના ચરિત્રની વિગતો છે તેમાં ૨૩-૨૪ ભગવાન સિવાય અન્ય ગણધરોની સંખ્યાનો ઉલ્લેખ મુખ્ય ગણધરના નામથી છે, પણ બાકીના ગણધર-નામનો ઉલ્લેખ નથી.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy