SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૪૭ જનહૃદયમાં આવું અસાધારણ સ્થાન-માન પામનાર આવા મહિમાવંતા ધર્મપુરુષને પોતાની કવિતાનો વિષય બનાવવાનું કવિઓ કેમ ભૂલે ભલા? આજે ૨૫૦૦૨૫00 વર્ષોથી કવિઓ એમની સ્તવના અને વર્ણના કરતા રહ્યા છે અને છતાં એમની કવિતા થાકી-કંટાળી નથી, કવિહૃદયમાં જાગેલી ને જામેલી ગૌતમભક્તિમાં ઓટ નથી આવી, એમાં તો ઉત્તરોત્તર ભરતી જ ચાલુ રહી છે. અને કવિહૃદય જો ન થાકે તો જનહૃદયનો ઉલ્લાસ તો શું કરમાય? એક-એક જૈન બાળકને પણ કંઠે રમતો અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, તે ગુરુ ગોયમ સમરીએ, વાંછિત ફળ દાતાર.” આ દેહરો, જનહૃદયમાં પડેલા ગુરુ ગૌતમના અવિચળ સ્થાનની ગવાહી પૂરે છે. અરે, એક કવિએ તો ગુરુ ગૌતમને પરમાત્માના વજીરપદે સ્થાપી દીધા છે. એ કહે છે : વીર વજીર વડો અણગાર, ચૌદ સહસ મુનિ શિરદાર; જપતાં નામ હોય જયકાર, જયો જયો ગૌતમ ગણધાર..” અને વાત પણ સાચી છે. ભગવાન મહાવીર જો જૈનશાસનના સુલતાન હોય તો ગુરુ ગૌતમને એમનું વજીરપદ જ અરશે. પ્રાચીન આચાર્યોએ ગુરુ ગૌતમને સંસ્કૃત ને પ્રાકૃત ભાષાઓમાં સ્તુતિ-સ્તોત્રાદિ દ્વારા, તો અર્વાચીન કવિઓએ અપભ્રંશથી માંડીને ઉત્તરોત્તર વિકાસ પામનારી ગુજરાતી-હિંદી વગેરે ભાષાઓમાં સ્તુતિ, સ્તવન, સ્તોત્ર, સઝાય (સ્વાધ્યાય), ગહુલી, રાસ, સંધિ વગેરે અનેક સ્વરૂપની કવિતાઓ દ્વારા સ્તવ્યા છે, ને આજે પણ તેઓ સ્તવી રહ્યા છે. આજે આપણે જેને બિહાર પ્રાંત તરીકે ઓળખીએ છીએ, તે એ જમાનામાં મગધ દેશ કહેવાતો હતો. એ મગધ દેશના ગોબર નામે એક નાનકડા ગામમાં આજથી ૨૫૮૩ વર્ષ પહેલાં અને ભગવાન મહાવીરના જન્મ કરતાં આઠ વર્ષ પહેલાં, ગુરુ ગૌતમનો જન્મ થયો હતો. પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી, ગૌતમ એમનું ગોત્ર. એમનું મૂળ નામ ઇન્દ્રભૂતિ. ઉંમરલાયક થતાં તેઓ વૈદિક ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરીને મેધાવી વિદ્વાન તરીકે નામના કાઢે છે. દેશ-દેશાવરના વાદીઓને શાસ્ત્રાર્થમાં જીતી લઈને અજેય વાદી બને છે. આખાયે મગધ દેશમાં એ અદ્વિતીય વૈદિક આચાર્ય ગણાય છે. પોતાનાં યજ્ઞયાગાદિ કમોંમાં એમનું સાંન્નિધ્ય મેળવવા બ્રાહ્મણોમાં પડાપડી થાય છે. પોતાની પચાસ વર્ષની ઉંમરે તેઓ અપાપાપુરી (પાવાપુરી)માં થઈ રહેલા એક મહાયજ્ઞમાં વરિષ્ઠ આચાર્ય તરીકે ભાગ લઈ રહ્યા છે, સાથે તેમના બે નાના ભાઇઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ ઉપરાંત અન્ય આઠ દિગ્ગજ પંડિતો પણ છે. એ યજ્ઞ ચાલુ છે તે જ વખતે ભગવાન મહાવીર સર્વજ્ઞ બનીને તે નગરીમાં પધારે છે. એમને સર્વજ્ઞ કહેવાતા જાણીને ઇન્દ્રભૂતિનું અભિમાન ઘવાય છે, ને તેઓ શાસ્ત્રાર્થ માટે ભગવાન પાસે પહોંચે છે. ત્યાં ભગવાન એમને પ્રતિબોધીને પોતાના પ્રથમ પટ્ટશિષ્ય-ગણધર તરીકે સ્થાપે
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy