SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૩૭ ‘મૂ’ : ગૌમતમસ્વામીના ‘ફન્દ્રભૂતિ’ નામને લીધે જ્યાં-જ્યાં મૂ′′ કે મૂતિ શબ્દથી ઉલ્લેખ છે, તે પણ અહીં ગણતરીમાં લઇ લીધેલ છે. ગૌતમસ્વામીના ઉલ્લેખની પદ્ધતિ :– મુખ્યત્વે ત્રણ રીતે શ્રી ગૌતમસ્વામીનો આગમમાં ઉલ્લેખ જોઇ શકાય છે ઃ [૧] પ્રાયઃ ચરિત્ર સ્વરૂપે : જેમાં ગૌતમસ્વામીનું ચરિત્ર અથવા તો કંઇક અંશે પણ કથાનક રૂપે વર્ણન આવતું હોય, જેમ કે હાલ ઉપલબ્ધ એવા વવાડ્, સૂરપન્નતિ વગેરે આગમોમાં શ્રી ગૌતમસ્વામી કેવા હતા તેના દેખાવનું વર્ણન આવે છે. બારમું અંગ દૃષ્ટિવાવ જે હાલ વિચ્છેદ ગયું છે તેમાં ગળધર ગજિભાનુોગ નામક વિભાગ હતો તેનો વિચ્છેદ થતાં ગણધર વિષેની માહિતી આગમમાં અનુપલબ્ધ થવા લાગી. [૨] પ્રસંગો રૂપે : વિશેષે કરીને વાસ્તવમાં કે થોડે-વત્તે અંશે અન્ય આગમોમાં ક્યાંક-ક્યાંક પ્રસંગો રૂપે ગૌતમસ્વામી જોવા મળે છે. જેમ કે ગૌતમસ્વામી અને આનંદ શ્રાવક, ગૌતમસ્વામી-મૃગાપુત્ર, ગૌતમસ્વામી અને તાપસો વગેરે. [૩] માત્ર નામ સ્વરૂપે પ્રશ્નકર્તા કે સંબોધનમાં : વિશેષે કરીને આ ત્રીજા સ્વરૂપે જ ગૌતમસ્વામીજી અતિ પ્રસિદ્ધ બન્યા છે. અહીં પણ જે નોંધ રજૂ કરી છે તેમાં ગૌતમસ્વામીના નામોલ્લેખને જ સ્વીકારીને આંકડા અપાયા છે. અહીં રજૂ થયેલ નોંધપદ્ધતિ – ૪૫ કે ૩૨ આગમો વિશે અલગ-અલગ પ્રકાશનો થયાં છે. તેમની વૃત્તિ-નિર્યુક્તિ આદિ પણ એક કરતાં વધુ પ્રકાશિત થઇ ચૂકી છે. પણ બધાં પ્રકાશનોના સૂત્રાંકો કે પરિચ્છેદ-ક્રમાંકનોમાં સામ્ય જોવા મળતું નથી. આ વાતને લક્ષમાં રાખી અહીં અધ્યયન-શતક-વર્ગ-વક્ષસ્કાર-પ્રામૃત વગેરે બધાંમાં સમાન રૂપે જણાતા શબ્દોથી જ નોંધ લેવાઇ છે. જેમ કે શ્રી આચારાંગ, ત્યાં પ્રત્યેક અધ્યયનમાં ગૌતમસ્વામીનું નામ કેટલી વખત છે; શ્રી ભગવતીજી, તો પ્રત્યેક શતકમાં ગૌતમસ્વામીજીનું નામ કેટલી વખત આવે છે. આ નોંધમાં સ્વીકારાયેલી મર્યાદાઓ : [૧] આગમમાં વમૂ, મૂતિ, ગોયમ, ગોગમ, ગોતમ કે ગો॰ કોઇ પણ શબ્દનો અહીં ગૌતમસ્વામી નામમાં સરખો સ્વીકાર થયો છે, અલગ-અલગ નોંધ કરી નથી, કેમ કે જુદાં-જુદાં પ્રકાશનોમાં પણ એક જ સ્થાને ગોયમને બદલે ગૌતમ આદિ પ્રયોગો જોવા મળેલ છે. [૨] આગમમાં સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ એવા પાંચ ભેદોમાંથી અહીં માત્ર મૂળ-સૂત્રોમાં ગૌતમસ્વામીજીનું નામ ક્યાં આવે છે તેટલું જ સંશોધન કરેલ છે. આગમનાં બાકી ચાર અંગોનો સ્પર્શ કરેલ નથી. [૩] અહીં જે અંકો અપાયા છે તેમાં ગૌતમસ્વામીનું નામ તે-તે સ્થાને કેટલી વખત આવે છે તેની કુલ સંખ્યા દર્શાવી છે. આ સંખ્યામાં શક્ય તેટલી ચોકસાઇ છતાં તે-તે અંકો અંઘજે કે આશરે જ સમજવા. આ સંખ્યામાં કંઇક ન્યૂનાધિકતા પણ હોઇ શકે, કેમ કે
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy