________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૨૭
થાય ! ગુરુ ગૌતમના જીવનકવન સમા અમૃતરસને માણો, સદેવ મધુરતાનો અહેસાસ થશે..અતૃપ્તિનો અનુભવ સતત રહેવાનો. “સંત નામ રસન્ન વાવા, સંતોષ ન હો, રૂમ મુનિવર માવા / ગૌતમનું એકવાર નામ લ્યો....તમને એમ લાગશે, હું નામ...જપ્યા જ કરું...પણ આ ગૌતમની વિરલ ઘટના બેહોશ માનવીને ચૈતન્યના દ્વાર ભણી લઈ જાય છે. સદૈવ હોશમાં કેમ કહેવું? સાવધાન કેમ રહેવું? જાગૃતિમાં કેમ રહેવું? ગુરુ ગૌતમની વિરલ ઘટનાથી સમજાઈ જશે.....ગૌતમની પૂર્વાવસ્થાને જાણીએ માણીએ....
ગૌતમ પૂર્વાવસ્થામાં ચૌદ વિદ્યાના....પ્રાશ-જ્ઞાની હતા...પણ એ જ્ઞાન એમના માટે અજીર્ણરૂપ બન્યું ! અજીર્ણ જ્ઞાનમાંથી, અહંકારનો જન્મ થયો! અહંકારમાંથી દ્વેષ જાગે ! દ્વેષમાંથી ધિક્કાર જાગે ! અને ધિક્કારમાંથી મૃદુતા અને મૈત્રી-પ્રેમનો વિનાશ થાય! ઇન્દ્રભૂતિ ચૌદ વિદ્યાના...પ્રખર વિશારદ ખરા....પણ પોથીજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન લગભગ અહંકારને માટે પોષક હોય છે..અન્ય માટે શોષક રૂપ પણ હોઈ શકે, માનવ કે મુનિ-મહંત જો એ શાસ્ત્રજ્ઞાનને પચાવી ન શકે તો..! વિવાદ અને વિખવાદ રૂપ પણ બનાવી શકે ! શાસ્ત્રજ્ઞાન એ આમ્રફળ છે...વૃક્ષ પર કેરીનાં ઝૂમખાં જામે ત્યારે આમ્રવૃક્ષ અવનત બની રહે.તેમ શાસ્ત્રજ્ઞાનના આરાધક થયા બાદ વિનમ્ર ન બને તો એ શાસ્ત્રજ્ઞાની અહંકાર, અને આર્તધ્યાનનો નિમિત્ત પણ બની શકે !
- ગૌતમ જ્ઞાની જરૂર હતા....પણ આત્મવિલોકી કે અંતરદ્ર નો'તા! પણ એક સમયની વાત...યજ્ઞના પૂજનમાં લીન બનેલા સંસારી ઇન્દ્રભૂતિ ગૌતમ સેંકડો શિષ્યોની વચ્ચે છવાયેલા, ઘેરાયેલા હતા. યજ્ઞકુંડમાંથી હવનની ધૂમ્રસેરો ઊછળી રહી હતી, અને વૈદિક મંત્રોના ઘોષથી, ગગન ગાજી ઊઠ્યું હતું!
સહસા એમની નજર આકાશ ભણી મંડાઈ, વ્યોમવિહારી દેવો યજ્ઞમંડપ તરફ નહીં, પણ પ્રભુ મહાવીરના સમવસરણ તરફ પુરવેગે ગમન કરતા હતા....આ દશ્ય જોઈ, ઇન્દ્રભૂતિ ગૌતમ લગામ વગરના બન્યા ! ક્રોધાગ્નિથી ભભૂકી ઊઠ્યા ! મારી સેવામાં હાજર થનારા દેવો મને મૂકી, ધુતારા મહાવીર પાસે જઈ રહ્યા છે? ગૌતમે હોઠ ભીડ્યા..બબડ્યા! લાલઘૂમ નેત્રો ચારે દિશામાં ફેરવી, શિષ્યોને કહ્યું, મારા વ્હાલા પ્રિય શિષ્યો ! એ ધુતારા મહાવીરને વાદમાં જીતી, એ મહાવીરની માયાજાળને ધ્વસ્ત કરી નાંખીશ! ચાલો, મહાવીરની સભામાં અહંકારથી આવિષ્ટ-ઘેરાયેલા ઇન્દ્રભૂતિ ગૌતમ, પ્રભુ મહાવીરની દેશનાના સભામંડપ ભણી ચાલ્યા......દૂર દૂરથી દેદીપ્યમાન દેખાતી તેજોવલય આકૃતિ ! ક્ષણવાર ગૌતમ આકૃતિમાં અંજાઈ ગયા! એ રૂપરૂપની અંબાર....આકૃતિ પ્રભુ મહાવીરની હતી....! કરોડો દેવ-દાનવો માનવીની જંગી મેદનીમાં પ્રભુ મહાવીર માલકોષ રાગમાં અમ્મલિત વાણીપ્રવાહ વહેવડાવી રહ્યા હતા....એ વખતે દૂરથી પધારતા..ગૌતમને ભર સભાની વચ્ચે.....પ્રભુ વીરે મધુરતાથી વિદ્યાનો કા/છ ગૌતમ! મો માછિ ગૌતમ! પ્રેષ્ઠિ !કુશનસ્ તે? શિવકામી, ભગવાન મહાવીરની મધુર વાણીથી...ગૌતમનો અહંકાર ઓગળ્યો ! પણ ક્ષણવાર...! ગૌતમ સ્તબ્ધ થયા....મારું નામ વીરના મુખે ? હા, હું વિશ્વવિખ્યાત વિદ્વાન....વિપ્ર છું.યજ્ઞવેત્તા મૂર્ધન્ય વિધેકાર છું...મને કોણ ન ઓળખે...અહંકારજ્વર દ્વિગુણિત વધ્યો...પુનઃ વિરે કહ્યું કે જો ફન્દ્રભૂતિ ગૌતમ! શંકાસ્તે જિ, તવ સમસ્યાનું સાવધાનતય કૃy! ભગવાન મહાવીરે ગૌતમની શંકાનું સમાધાન વેદસૂત્રોથી, અકાર્ય તર્કથી કરી ગૌતમનું દિલ જીતી લીધું! ગૌતમ જીતવા નીકળ્યો હતો. મહાવીરને, પણ પ્રભુ મહાવીરથી ગૌતમ જિતાઈ ગયો! પરાસ્ત થયા બાદ સમર્પણ ભાવ સહજ જાગે ! વૃત્તિઓ બદલાય...ભાવોમાં ભીનાશ