SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ ] [ મહામણિ ચિંતામણિ કરવાવાળા કામ કરતા કરતા “નાનેરી પંક્તિ ગાગર જેવી છે....એનું રહસ્ય સાગરથીયે ઊંડાણભર્યું છે. એ પંક્તિનું થોડુંક આચમન કરીએવાસ્તવિકમાં આ કવિની ઉપમા ગુરુ ગૌતમ કાજે વામણી બની રહે છે...! કારણ કે વડની શાખાનો વિસ્તાર મર્યાદિત હોય છે. જ્યારે ગૌતમની યશસ્વિતા...કીતિ ત્રિજગતમાં વિસ્તરેલી હતી, ફેલાયેલી હતી...વાત્સલ્ય-કરુણાનિધાન ગૌતમ માટે વડની ઉપમા ખરેખર વામન લાગે છે...હા, બીજી ભાષામાં વડની ઉપમા બહુ મસ્ત અને યોગ્ય લાગે છે....કારણ કે વડનું મૂળ સ્થિર છે.વડ સર્વદા ઝૂલે પણ છે..વડ સતત ફળ આપે છે...છાયા આપે છે. અને કોઈ પણ અપેક્ષારહિત શીતળતા બક્ષે છે.....કવિએ બહુ સરસ મજેની ઉપમા આપી..ગુરુ ગૌતમ ખરેખર વડ જેવા જાજરમાન, વિરાટ હતા. ગૌતમ વડ જેવા અર્થાત્ ઉચ્ચ કોટિના મહંત સિદ્ધ પુરુષ હતા....ગૌતમ આંતરમનથી સ્થિર હતા...! “વડનું મૂળ સ્થિર! ગૌતમનું અંતર-મન મૂળ સ્થિર ! ગૌતમ ગુરુવરનો બાહ્ય દેહ લોક કાજે ઝૂલતો રહેતો...માનવહિત કાજે વિહરતો ! વડ બાહ્ય દૃષ્ટિએ ઝૂલતો હોય છે...તાપ-સંતાપ-તૃષ્ણા પણ સહન કરતો હોય છે...ગૌતમ વડની માફક અડોલ–નિર્ભીક રહી...લોકનિંદા-તાપ-સંતાપ તૃષ્ણા પણ સહન કરતા.....! વટવૃક્ષ સૌને અવ્યક્ત ભાવે પ્રેમ આપે, ફળ આપે, છાંયડો આપે. ગૌતમ રૂપી વટવૃક્ષના સાંનિધ્યે આવનાર ભવથી, દુઃખથી, દારિદ્રથી, મન-સંતાપ, અજંપાથી હારેલ, થાકેલ વ્યક્તિને હૈયાની હૂંફ ! પ્રેમરૂપી છાંયડો સ્નેહાદ્ધ ભાવથી ફળ રૂપી બોધ....વાણી આપતા...વડની શાખા...દૂર દૂર સુધી વિસ્તરેલી હોય છે....તેમ ગૌતમનો શિષ્યવર્ગ-વૃંદ વડની શાખાની જેમ ખૂબ જ વિસ્તરેલો હતો! અથવા એમ પણ કહી શકાય. શિષ્યો એ ફળ રૂપે છે !...ગૌતમ રૂપી વડના શરણે આવનાર સંતપ્ત, ક્રોધી વ્યક્તિ પણ શીતળતાનો અનુભવ કરતો! વડે (વટવૃક્ષ) કદી કોઈની બુરાઈ ઈચ્છી નથી, ભલાઈ જરૂર કરે ! ગૌતમ એક એવા મહાન સિદ્ધ-સાધક સંત-મહંત હતા કે “કદી કોઈની બુરાઈ ઇચ્છી નથી, અને પ્રભુ મહાવીરથી સ્વપ્નમાંય કદી જુદાઈ ઇચ્છી નહોતી! અભેદતા, અભેદ્યભાવ, અદ્વૈતતાની સાધના ગૌતમે એવી કરી કે, નિવણિ પછી પણ ગૌતમ, પ્રભુ વીરથી જુદા નથી પડ્યા...પણ ખુદાઈ પ્રાપ્ત કરીને મહાવીરમાં લય પામ્યા! મહાવીરની જ્યોતમાં જ્યોતિરૂપે, શાશ્વત મહાવીર સાથે મુક્તિમાં રહ્યા ! જગતના લૌકિક ઇતિહાસ કે, લોકોત્તર ઈતિહાસમાં વિરલ ઘટના નોંધાવી ગૌતમે કમાલ કરી નાખી! એક વખત જેનો પાલવ પકડ્યો, એ ગૌતમે પાલવને શાશ્વત મુક્તિની યાત્રા સુધી એ છેડલાને છોડ્યો નહીં! વાહ ગૌતમનો અદ્ભુત પ્રેમ ! વાહ! ગૌતમની વીર સાથે અતૂટ અદ્વૈતતા! આમ તો શાસ્ત્રકાર મહર્ષિઓએ રાગને આગની ઉપમા બક્ષી છે..! પણ ગૌતમનો પ્રશસ્ત રાગ મુક્તિ કાજે સહોદર બન્યો! છે ને રાગની કમાલ!” જો રાગ સાથે દોસ્તી કરતાં આવડે તો રાગ બાગ બની, જીવનને નંદન બનાવી દે ! ગુરુ ગૌતમ રાગના રહસ્યને પિછાની શક્યા. એટલે તો મહાવીરની જ્યોત સાથે ભળી શક્યા ને? રાગની સાથે જો ચેનચાળા.....આવારા થઈને મદહોશ બનો તો રાગદુર્ગતિની...આગમાં એક ઝાટકે ધકેલી દે! “રાગ સાથે આસક્ત થવું હોય એ પહેલાં... ગુરુ ગૌતમને નજર સમક્ષ લાવી...હૈયામાં પધરાવી...પછી રાગની દોસ્તી કરજો....નહીંતર પસ્તાવાનો વારો આવશે..” વેત! વૈતન્ય ગુરુ ગૌતમ માયા ! નીવનોદ્ધારછી નક્ રોશની નાય!” જે રાગે આગે જતાં [વીરથી દૂર થતાં] ગુરુ ગૌતમને અમૂલ્ય કૈવલ્યરત્નની અનમોલ ભેટ આપી..એ પ્રશસ્ત રાગને મારા શત શત નમન ! વંદન !..કરે પાપ નિકંદન ! ગુરુ ગૌતમના જીવનની ઘટનાઓ આમ્રરસ તુલ્ય છે.આમ્રફળતુલ્ય છે ! સતત આસ્વાદ લ્યો....કદીયે તૃપ્તિ, સંતોષ નહીં
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy