SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૮૯ એટલે ભગવાન મહાવીરને વાદ કરીને હરાવવાનો નિર્ણય કરીને પોતાના ૫૦૦ શિષ્યો સાથે દેવોએ રચેલા સમવસરણ પાસે પહોંચ્યા. ધમધમ કરતાં સમવસરણના પહેલા જ પગથિયે પહોંચેલા ઇન્દ્રભૂતિ દિમૂઢ બનીને ભગવાનને જોઈ રહ્યા અને વિચારી રહ્યા છે, આ કોણ છે? બ્રહ્મા છે? વિષ્ણુ છે? મહેશ છે? ત્યાં તો આપોઆપ સૂઝ પડી કે, આ તો ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર છે! હું એમની પાસે કેવી રીતે જઈશ? કેવી રીતે બોલીશ ? ત્યાં તો પરમ દયાળુ એવા વીર પરમાત્માએ સામેથી કહ્યું : “સુન કાતવાનું સ રૂદ્રમૂરે!'_હે ઇન્દ્રભૂતિ ! સુખપૂર્વક આવો. લડવા આવનારની સામે પણ આવી પ્રિય વાણી ! આ સાંભળીને ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું કે, શું તેઓ મારું નામ પણ જાણે છે ! અથવા ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવા મારા નામને કોણ ન જાણે ! પરંતુ મારા મનના સંશયને છેદે તો જાણે કે તેઓ સર્વજ્ઞ છે ! એટલામાં ભગવાને કહ્યું : “ો નીવસંશવઃ |’ – આપને શું જીવવિષયક સંશય છે? તો તમે વેદના પદોનો અર્થ સારી રીતે કેમ વિચારતા નથી? એમ કહીને સાચો અર્થ બતાવતાં ઇન્દ્રભૂતિના સર્વ સંશય દૂર થયા અને પ્રભુ પાસે ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી. ગૌતમ ગયા પરખવા, ગયા સ્વયં પરખાઈ; 'વીર શિષ્ય થઈ છેવટે, મુક્ત થયા મુનિરાય. દીક્ષા અંગીકાર કર્યો પછી “બાપાઘો' – આ સૂત્રને પોતાના જીવનમાં ઉતારી પૂરેપૂરો સમર્પિતભાવ કેળવ્યો. આ ભવમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એવો વિનય કેળવ્યો. ભગવાનના ૧૪ હજાર શિષ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓમાં એટલી વિશેષતા પ્રગટ થઈ કે તેઓ જેને જેને દીક્ષા આપે તેને પ્રાયઃ કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હતું! દીક્ષા લીધા પછી ભૂલ ન થાય તેની કાળજી રાખતા, અને થઈ જાય તો મિચ્છામિ દુક્કડ દેતાં વાર ન લગાડતા. આનંદ શ્રાવકને ઉત્પન્ન થયેલા અવધિજ્ઞાન સંબંધમાં ભગવાને સમજાવ્યું ત્યારે પોતાની ભૂલ દેખાતાં તેની પૌષધશાળામાં જઈને | મિચ્છામિ દુષ્ઠ દીધું હતું . દુર્ગધ મારતા ખરાબ સ્થળે જીવો જતાં નથી, ત્યાં પણ મૃગાપુત્ર લોઢિયાને ત્યાં જઈ કર્મનો વિપાક કેટલો ભયંકર છે તે સાક્ષાત્ જોયું હતું. નાના સાથે નાના થઈને રહેવાનો વિવેક તેઓશ્રીએ કેળવ્યો હતો. છઠ્ઠને પારણે છઠ્ઠ કરીને આત્માને ભાવિક કરતા હતા. તપ વડે સિદ્ધિ અને લબ્ધિ ઉત્પન્ન થાય છે. ગુરુ ગૌતમસ્વામી માટે તો અતિ પ્રચલિત દોહરો છે જ “અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; તે ગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલદાતાર.” એકવાર ભગવાને કહ્યું કે, જે આત્મા પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વત ઉપર જાય અને ત્યાં એક રાત રહે તો તે જ ભવમાં મુક્તિ પામે છે. એ સિદ્ધ કરવા જ્યોતિરશ્મિચારણલબ્ધિ વડે અષ્ટાપદ પર્વત પહોંચ્યા. ત્યાં જગચિંતામણિ સ્તોત્ર' રચ્યું. વજૂવામીના જીવ તિર્થંકજભૂકને પુંડરીક-કંડરીક અધ્યયન સંભળાવી પ્રતિબોધ્યા. અષ્ટાપદથી ઊતરતાં ૧૫00 તાપસોને પ્રતિબોધ પમાડ્યો. આ તાપસીએ દીક્ષા લઈ કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. ગૌતમસ્વામીની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ એકીસાથે ગુરુ પણ હતા અને શિષ્ય
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy