SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ ] [ મહામણિ ચિંતામણિ ( વિનયમૂર્તિ ગૌતમ ) -. આચાર્યશ્રી વિજચકુન્દુકુન્દસૂરિજી મહારાજ xx : હeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee વિનયથી વૈરાગ્ય અને વૈરાગ્યથી વીતરાગતા સુધી પહોંચનાર ગુરુ ગૌતમસ્વામી મહારાજાની જીવનની ઘટનાઓ પ્રથમ દર્શન, અષ્ટાપદવંદન અત્રે લખાઈ છે. ૫. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં હમણાં જ જેમને સૂરિપદથી વિભૂષિત કર્યા એવા પૂજ્યશ્રીના પ્રસ્તુત લેખની ભાષા સાદી અને સરળ છે પણ તેમાં ગૌતમસ્વામી પ્રત્યેનો અહોભાવ છલકાતો દેખાય છે. -સંપાદક “આજ્ઞાથી સેવા દીપે, આજ્ઞામાં સુખસાર; આજ્ઞાથી ગૌતમ ગયા, ભવસાગરની પાર.” આ જગતમાં અનેક આત્માઓ જન્મે છે અને મરે છે, પરંતુ સર્વનાં જીવનચરિત્રો આલેખાતાં નથી. જેમનું જીવન વિશિષ્ટ હોય, આદર્શભૂત હોય, પ્રભાવશાળી હોય તેમનું ચરિત્ર જ લખાય છે. એવા એક વિશિષ્ટ આત્માનું ચરિત્ર અહીં આલેખ્યું છે, જેમને જીવો ગૌતમસ્વામી તરીકે ઓળખે છે, જેમનું માહાસ્ય કામધેનુ, સુરત, સુરમણિ અને ચિત્તામણિ કરતાં અધિક છે. પ્રભાત જેમનું નામસ્મરણ સર્વકલ્યાણકારી નીવડે છે. ગૌતમસ્વામીનું મૂળ નામ ઇન્દ્રભૂતિ હતું. પરન્તુ તેમનું ગોત્ર “ગૌતમ' હોવાથી ગૌતમસ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. જેમ પૃથ્વીમાતા અનેક નરરત્નોની જનની છે, તેમ આ પૃથ્વીમાતાનાં ત્રણ પુત્રરત્નો હતા : ૧. ઇન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ અને ૩. વાયુભૂતિ. મગધદેશના ગુબ્બર ગામના વસુભૂતિના આ ત્રણે પુત્રો ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવંતના અગિયાર ગણધરોમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે ગણધર બનવા ભાગ્યશાળી થયા હતા. તેમાં ગૌતમસ્વામી ઉત્તમ કાયાવાળા કનકવણ, પોતાના તેજપુંજથી સૂર્યચંદ્રને હરાવીને આકાશમાં ભમતા કરી મૂક્યા હોય એવા તેજસ્વી હતા. કેવળ તેજસ્વી હતા એટલું જ નહિ, સાથે સાથે સમચતુરસ સંસ્થાનવાળા–સમગ્ર દેહ પ્રમાણ અંગ હોય તેવી કાયાવાળા હતા. વળી તેઓ વજૂઋષભનારાચ સંઘયણ (સહુથી વધારે મજબૂત) વતા હતા, જે સંઘયણ વિના કોઈ જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ સંઘયણવાળા બધા જીવોને કેવળજ્ઞાન થાય એમ પણ નથી, પરંત. કેવળજ્ઞાન મેળવનારને તો આ સંઘયણ હોવું આવશ્યક છે. હાલમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં કેવળજ્ઞાનનો અભાવ દેખાય છે તેમાં વજૂઋષભનારાચ સંઘયણનો અભાવ પણ કારણભૂત છે. ઇન્દ્રભૂતિએ પોતાના ૯૨ વર્ષના આયુષ્યમાં ૫૦ વર્ષની વયે ભગવાન મહાવીરના ચરણે દીક્ષા અંગીકાર કરી. ૫૦ વર્ષ સુધી તેમણે શો વ્યવસાય કર્યો હશે તે અંગે ખાસ નોંધ મળતી નથી, પણ યજ્ઞ-ક્રિયા-કાંડ કર્યા-કરાવ્યા હશે એવા સંકેતો મળે છે. ઇન્દ્રભૂતિના લગ્ન થયા હશે કે નહિ એ પણ સંશોધનનો વિષય છે. વેદોનાં પદો જોતાં તેમને આત્મા વિષે સંશય થયો હતો, છતાં પોતાને સર્વજ્ઞ માનતા હતા. અન્ય કોઈને સર્વજ્ઞ જાણી ઇર્ષા કરતા હતા.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy