SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ [ મહામણિ ચિંતામણિ ‘ઇન્દ્રભૂતિ’ એ આપનું વિશ્વપાવન નામ છે. એ નામ પણ મંત્રરૂપ છે. એ નામમંત્રનું સ્મરણ અને રટણ (જાપ) મનનું રક્ષણ કરે છે, મનના દોષોને દૂર કરે છે, મનને પવિત્ર બનાવે છે અને મનમાં શુભ ધ્યાનની જ્યોત જગાવે છે. આપના નામગોત્રથી ગર્ભિત સેંકડો મંત્રો, એનો જપ કરનાર સાધકોને આજે પણ સિદ્ધિનું સામ્રાજ્ય આપે છે. ૫૮૬ ] તપ, સંયમ અને ગુરુકૃપાના બળે આપ અનંતલબ્ધિના ભંડાર બન્યા. એ લબ્ધિપદોનું ધ્યાન અને જાપ કલ્પતરુની જેમ ભવ્યાત્માઓને મીઠાં મધુરાં ફળો આપે છે. સર્વજ્ઞપણાના મિથ્યા અહંકારમાં ડૂબેલા આપનું મિથ્યાત્વ અને અભિમાન દેવાધિદેવ શ્રી મહાવીરપ્રભુના દર્શન અને ઉદ્બોધન માત્રથી ઓગળી ગયું. રત્નત્રયીસ્વરૂપ મોક્ષમાર્ગના દાતા શ્રી વીપ્રભુ ઉપર આપને અજોડ ભક્તિરાગ પ્રગટ્યો અને આપનો અનુપમ ગુરુવિનય વિશ્વમાં અવિસ્મરણીય બની ગયો ! વિશ્વમાં અજોડ આપના વિનયની શું વાત કરીએ ! આપ ચાર જ્ઞાનના સ્વામી હતા; ૫૦,૦૦૦ (પચાસ હજાર) શિષ્યોના ગુરુ હતા; સકલસંઘના પ્રાણપ્યારા પરમ ગુરુદેવ હતા; છતાં વીપ્રભુ પાસે ૮ વર્ષના બાળક જેવા હતા. આપ પોતે જ્ઞાની હોવા છતાં દરેક વાત વીરપ્રભુને વંદન કરી અતિ નમ્ર ભાવે ચરણમાં મસ્તક મૂકી પૂછતા; અને સંભ્રમપૂર્વક પ્રભુ પાસેથી એનો ઉત્તર સાંભળી આનંદવભોર બની જતા. પ્રભુ જ્યારે પણ જે આજ્ઞા ફરમાવે તે ઉમંગ અને ઉછરંગથી શિરોધાર્ય કરતા હતા. શાલ અને મહાશાલ રાજાઓ પ્રભુના ઉપદેશથી રાજપાટ-વૈભવ પોતાના ભાણેજને સોંપી અણગાર બન્યા, પ્રભુના શિષ્ય બન્યા, એકવાર શાલ અને મહાશાલ મુનિઓએ પોતાના ભાણેજને પ્રતિબોધ કરી, રાજપાટ છોડાવી, સંયમી બનવાની ઇચ્છાથી, વીરપ્રભુ પાસે એ માટે આજ્ઞા માંગી. પ્રભુએ કહ્યું, ‘જાઓ, ખુશીથી જાઓ. સાથે ગૌતમને લેતા જજો.' દીક્ષાના દાનવીર, વિનયના ભંડાર આપને માત્ર પ્રભુનો ઇશારો જ બસ હતો. હે ગૌતમ ગણધર ! શાલ અને મહાશાલ મુનિઓ સાથે આપ પણ પધાર્યા. ભાણેજને પ્રતિબોધીને સાધુ બનાવ્યો. પ્રભુ વીર પાસે જતાં રસ્તામાં જ એ ભાણેજમુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દીક્ષાના દાનવીર આપ કેવળજ્ઞાનના પણ દાનવીર હતા. જેને આપ આપના વરદ હસ્તે દીક્ષા આપતા એને કેવળજ્ઞાન થઈ જતું. આપની દાનવીરતા વિશ્વમાં અજોડ છે. એને ભાવભર્યાં વંદન કરી અમે ધન્ય બનીએ ! મંચનું ગૌતમપ્રમુ – એ શબ્દોમાં આપની મંગલમયતા લાખો જીભે ગવાય છે. તે આપના માવિનયને—પરમ વિનયને ઉત્કટ વિનયને પ્રકૃષ્ટ વિનયને—અદ્ભુત વિનયને—અલૌકિક વિનયને આભારી છે. અમે પણ મંગતં ગૌતમપ્રભુ બોલી વિનયના પાવરહાઉસ એવા આપની સાથે કનેક્શન જોડી વિનયનો પ્રકાશ પામીએ અને અમારા અહંકારને ભોંયભેગો કરીએ. વિનયગુણના સ્વામી હે ગૌતમ ઇન્દ્રભૂતિજી! અમ પર અમીનજર રાખો ! કૃપાનો ધોધ વરસાવો ! હે પરમ ગુરુદેવ ! આપ બીજબુદ્ધિના ભંડાર હતા. સર્વક્ષરસન્નિપાતિની લબ્ધિના ધારક હતા. અંતર્મુહૂર્તના કાળમાં એક એક શબ્દમાંથી અનંત અર્થ નીકળે એવા દ્વાદશાંગી શાસ્ત્રોની રચના કરીને આપે વિશ્વને જ્ઞાનનો અમૂલ્ય ખજાનો આપ્યો. સમ્યગ્ જ્ઞાનનો ઝળહળતો પ્રકાશ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy