SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૮૫ શ્રી ગૌતમ ગણધરનું ધ્યાન-સંવેદન – . આચાર્યશ્રી વિજચમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ વંદનીય વિભૂતિની દિવ્ય-ભવ્ય વિભૂતિમત્તાને જોવા-પામવા-વંદવાની પણ એક વિશિષ્ટ દૃષ્ટિ હોય છે. એ દૃષ્ટિએ એ વિભૂતિની ગુણગરિમાને પામીએ ત્યારે આપણે પણ ધન્યતાનો અનુભવ કરીએ છીએ. પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરિજી મહારાજે ગુરુ ગૌતમને પામવાની એવી દૃષ્ટિનો અહીં પરિચય કરાવ્યો છે.-સંપાદક હે ગણધરપદના સ્વામી ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિજી ! ત્રણ જગતના તારણહાર દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુને ઇન્દ્રજાળિયો ધૂર્ત...કહેતાં કહેતાં આપ પ્રભુ મહાવીરદેવ પાસે આવ્યા. એ ત્રિભુવનનાયકને દેવનિર્મિત સમવસરણમાં બિરાજમાન થયેલા જોયા. આઠ મહાપ્રતિહાર્યની શોભા નિહાળી. એક બાજુ ઈન્દ્રો વડે ચામર વીંઝાતા જોયા. કેવળજ્ઞાન-કેવળદર્શનના સ્વામી જગદ્ગુરુ શ્રી વીપ્રભુનું અનુપમ રૂપ, અનુપમ લાવણ્ય નિહાળી આપ હેરત પામી ગયા. આપના અહંકારનો હિમાલય ઓગળી ગયો. આપે મનમાં વિચાર કર્યો : શું આ બ્રહ્મા છે કે વિષ્ણુ? શું આ સૂર્ય છે કે ચન્દ્ર? શું આ મેરુ છે કે કામદેવ ? ના...ના. બ્રહ્મા તો નથી, એ તો વૃદ્ધ છે; જ્યારે આ તો નવયુવાન છે. વિષ્ણુ પણ નથી, એ તો કાળા છે– આ તો કાંચનવર્ણ કાયાવાળા છે. સૂર્ય પણ નથી, એની તીવ્ર કાંતિ સામે જોઈ પણ ન શકાય; જ્યારે આમની સામે એકીટશે બસ, જોયા જ કરવાનું મન થાય છે. ચન્દ્ર કલંકિત છે; આ તો નિષ્કલંક છે. કામદેવ અશરીરી છે. આ તો શરીરધારી છે. તો આ કોણ છે ? જાણ્યું છે કે જેનશાસ્ત્રોમાં ચોવીશમાં તીર્થંકર ભગવાન મહાવીર થવાના છે. હા...હા, આ તે જ છે. જગદીશનો અવતાર છે. અરે, તો શું આ જગદીશના અવતારને હું જીતવા આવ્યો ! ત્યાં જ દેવાધિદેવ વીપ્રભુએ આપને આપના નામ-ગોત્રના ઉચ્ચારપૂર્વક મધુર વાણીથી બોલાવ્યા. આત્મા વિષેના આપના સંશયને દૂર કર્યો. આપે પ્રભુના ચરણકમળમાં શિર ઝુકાવ્યું. દીક્ષિત બની પ્રભુના પ્રથમ શિષ્ય બન્યા. ઉuઈ વા વિગમેઈ વા ધુવેઈ વા–આ ત્રિપદી પામી અબજો શ્લોકપ્રમાણ દ્વાદશાંગી શાસ્ત્રોની રચના કરી, ગણધરપદ પામ્યા. શ્રી વીરપ્રભુએ આપને દ્રવ્યગુણપર્યાયથી તીર્થની અનુજ્ઞા આપી અર્થાત્ તીર્થની માલિકી આપને સોંપી, શાસનનાયક બનાવ્યા. સૌધર્મ ઈન્ડે આપના શિરે વાસક્ષેપ નાખ્યો. આ રીતે ગણધરપદના સ્વામી બનેલા આપના ચરણકમળમાં કોટિશઃ વંદન... ગૌતમ' એ આપનું પવિત્ર ગોત્ર. વિશ્વમાં આપ આ નામે પ્રસિદ્ધ થયા. સૌ આપને ગૌતમસ્વામી તરીકે સંબોધે છે. પ્રભુ મહાવીરે પણ આપને હજારો વાર ‘ગૌતમ !' શબ્દથી સંબોધ્યા છે. વિશ્વના ઉપકારી શ્રી તીર્થકર તથા ગણધર ભગવંતોના પવિત્ર સ્તોત્રોનું, ગોત્રોનું, અને એ તારકોના નામના મંત્રોનું કલ્યાણ કામી આત્માઓ ભક્તિથી સ્મરણ કરે છે, ભાવથી રટણ કરે છે. એની ધૂન મચાવે છે અને આત્મકલ્યાણ સાધે છે. ૭૪
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy