SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ પ૭૯ ભેદી મોતી શું મેળવી શકવાનો? છતાં આજના કહેવાતા વિદ્વાન સ્કૉલરો ને સંશોધકો ગૌતમના પવિત્ર જીવન સાથે ચેડાં કરી પોતાની મૂખમી ને પોથીપાંડિત્ય પ્રગટ કરે છે ત્યારે અરેરાટી છૂટી જાય છે. સમસ્ત પર્ષદા ને પ્રાણીગણનાં પાપ અને પ્રમાદના પંકને પખાળવાના હેતુથી પ્રભુ આ સમર્પિત શિષ્યને વારંવાર સંબોધતા કે “સમય ગોયમ ! મા પમાયણ' –હે ગૌતમ ! એક ક્ષણનોય પ્રમાદ કરીશ નહીં. ગૌતમ એકદમ અપ્રમત્ત છે એમ પ્રભુ જાણતા જ હતા. આ તો તેમની વાશૈલીનો એક સહજ પ્રકાર હતો. છતાં આજના બૅચલરે (?) માત્ર બૌદ્ધિક બડાઈ બતાવવાના કેફમાં વાક્યને બેડોળ બનાવી અર્થ કર્યો કે “મહાવીરને ગૌતમ નામના એક અતિ પ્રમાદી શિષ્ય હતા તેથી વીરને વારંવાર આમ કહેવું પડતું.” ગુરુગમનો અભાવ હોય ત્યાં આવા બખાડા થાય તેમાં નવાઈ નથી, પણ આવા માથા વગરનાને જ્યારે પીએચ.ડી.ના પુરસ્કારો મળે ને વિદ્વાન સ્કૉલર તરીકેનાં વિશેષણો લાગે ત્યારે આશ્ચર્ય થાય છે. “અંધેરી નગરી ને ગંડુ રાજા” ને “અહો ધ્વનિ અહો રૂપ’ની કહેવતો યાદ આવી જાય છે ! ગૌતમના જીવનકવનનો કણ પણ તેમની ગુણગરિમાની પ્રતીતિ કરાવી આપે છે. શ્રેણિક મહારાજા વરને વંદન કરીને એકદા પ્રશ્ન કરે છેઃ હે વિભુ ! આપના બધા શિષ્યો સાધનાની ધૂણી ધખાવીને બેઠા છે. તેમાં સર્વશ્રેષ્ઠ સાધક કોણ? કરુણાના સાગરે પળનાય વિલંબ વિના કહ્યું, ધન્નો અણગાર ! શ્રેણિક મનોમન તેમની ઉત્કૃષ્ટ સાધનાને નમી રહ્યા. આ વખતે ગૌતમસ્વામીને એમ ન થયું કે વીરનો અનન્ય ભગત, વીર-વીરનું રગેરગમાં રટણ કરનારો, તેમનો પડતો બોલ ઝીલનાર પ્રથમ ગણધર, સેંકડો શિષ્યોને સાધના કરાવનાર ને ઘોર તપ કરનાર હું ને મહાવીરે આટલી મોટી પર્ષદામાં ધન્નાને શ્રેષ્ઠ એવૉર્ડ આપી દીધો ! મહાવીરના મને મારી કોઈ કિંમત નહીં? ના, આવો વિચાર સુધ્ધાં ફુર્યો નહોતો; પણ આ સાંભળી તેમના અંતરમાંથી આનંદના ફુવારાઓ ઊછળતા હતા. એકદા આનંદ શ્રાવક કહે, મને આટલું અવધિજ્ઞાન થયું છે! ગૌતમસ્વામીને થયું, ગૃહસ્થને આટલું અવધિ અશક્ય જ છે. પ્રભુને પૂછ્યું. પ્રભુ કહે, શ્રાવકને આટલું અવધિ હોઈ શકે અને આનંદને છે જ–માટે તે સાચો છે. તમારી ભૂલ થાય છે. એમની ક્ષમા માગવી ઘટે! ને ગૌતમે હેજ પણ સંકોચ વિના એક શ્રાવકના શરણે જઈ “ મિચ્છા મિ દુક્કડમ્ દઈ ધન્યતા અનુભવી. પ્રભુએ પોતાનો અંતિમ સમય જાણી જાણી-જોઈને ગૌતમને દૂર કરવા દેવશમને પ્રતિબોધ કરવા મોકલ્યા. તે વખતે પણ તેમણે વિચાર ના કર્યો કે આટલો મોટો શિષ્ય-સમદાય ? આવા નજીવા કામ માટે મારા જેવા મહાન પયયસ્થવિરને પ્રભુ આજ્ઞા કરે છે? ગુણાનુરાગ, ઈષ્યનો અભાવ, સરળતા ને નિખાલસતા જેવા અનેકાનેક ગુણોની પરાકાષ્ઠાએ તેઓ પહોંચ્યા હતા, તે આ બધા પ્રસંગો જ પુરવાર કરી આપે છે! તેમને એક જ વાતની અધિરાઈ ને અધૂરાઈ ભાસતી હતી કે મને કેવળજ્ઞાન ક્યારે થશે? મારી મુક્તિ ક્યારે થશે? પોતાના બધા શિષ્યો પાસે એ દિવ્ય જ્ઞાનનો અખૂટ ખજાનો હોય ને પોતાની પાસે ન હોય ત્યારે અધિરાઈ આસમાને પહોંચે તે સહજ છે. પ્રભુ પણ તેમને માતાની મમતા ને પિતાના વાત્સલ્યનો ધોધ વરસાવી સાંત્વન આપતા કે તું ચિંતા ન કર, અંતે આપણે એક જ થવાના છીએ. શારીરિક તંદ્ર પણ દૂર થઈ જશે, ને
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy