SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ ] [ મહામણિ ચિંતામણિ ૨ટણ, ને પાર્થિવ પિંડનું કાલ્પનિક પોસ્ટમોર્ટમ કરતાં પણ ‘મારા મહાવીર'ના જ ભણકારા સંભળાતા ! તેના પ્રભાવે જ અગણિત લબ્ધિઓ તેમના ચરણની પરિચારિકા બની હતી. તેઓ પરમાણુ જેટલા સૂક્ષ્મ ને આકાશ જેટલા વિરાટ બની શકતા હતા. અંગૂઠામાં એવું અમૃત હતું કે પાત્રાં સદા અક્ષુણ્ણ રહેતાં. પાતાળમાં પહોંચી શકતા ને આકાશમાં અધ્ધર પણ ચાલી શકતા. આકડાના રૂથીએ હળવા ને હજારો વજૂના ભારથીયે ભારે બની શકતા ! આંખથી સાંભળી શકતા ને કાનથી પણ જોઈ શકતા અર્થાત્ પ્રત્યેક ઇન્દ્રિય બધી જ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવા સમર્થ હતી. શરીરમાંથી સુવાસ ને શ્વાસમાંથી સુગંધના ફુવારાઓ છૂટતા હતા, મળ-મૂત્રની સુવાસિતતા તો સેન્ટના સાગરોને શરમાવે એવી હતી. દીક્ષા લીધી ત્યારથી છઠ્ઠને પારણે છઠ્ઠ કરવા છતાં હષ્ટપુષ્ટ દેહલાલિત્ય જોઈ દેવેન્દ્રો પણ ઝાંખા પડતા. આંખમાંથી અમી૨સધારા ને વાણીમાંથી વાત્સલ્યનો ધોધ વહેતો હતો. તેઓ વીરને વશ થયા તેના પ્રતાપે આખું જગત તેમને વશ હતું. બધી જ લબ્ધિઓ તેમને લબ્ધ હતી, ને બધી જ સિદ્ધિઓ તેમને સિદ્ધ હતી. પોતાની પાસે કેવળજ્ઞાન ન હોવા છતાં દીક્ષા આપે તેને નિશ્ચિત કેવળજ્ઞાનની ભેટ આપવાની અમોઘ શક્તિના સ્વામી હતા. અંતરની અશુદ્ધિઓ દૂર થતાં વિસ્મય ને ચમત્કાર સર્જતી સિદ્ધિઓ સહજ પ્રગટે છે; પણ સાધકને મન તે છોડા સમાન છે. અનંત લબ્ધિઓના સ્વામી હોવા છતાં તદ્દન અલિપ્ત હતા, તે જ તેમની મહાન લબ્ધિ હતી. પોતે સાવ અજ્ઞાન ને ભોટ છે એવા બાલભાવથી પ્રભુને પુનઃપુનઃ પ્રશ્નો પૂછતા. પ્રભુના મુખથી ઉત્તર સાંભળતાં જાણે કંઈક નવી દિવ્યતાનો તન-મનમાં સંચાર થયો હોય તેવો અનુભવ કરતા ને રાજીના રેડ થઈ જતા. પ્રથમ પ્રહરમાં પ્રભુજીએ દેશના આપ્યા બાદ બીજા પ્રહરમાં તેઓ દેશનાનો પ્રવાહ વહેવડાવતા. માત્ર વિશિષ્ટ પ્રાતિહાર્યનો જ અભાવ હતો, બાકી જિન જેવી જ અનેક ભવોના સંશયોને હરનારી દેશના દેવા તેઓ સમર્થ હતા. સાંભળનારા સ્તબ્ધ થઈ જતા, કારણ કે જિન-અજિનની ભેદરેખાને કળી શકે એવું કોઈ સ્થાન ગૌતમે બાકી રાખ્યું ન હતું. સર્વજ્ઞ જેવા હોવા છતાં સાવ અજ્ઞ રહેવાની તેમની વિરોધાભાસી કરામતે જ એવું કંઈ કામણ કર્યું હશે કે તેઓ વીરની રગેરગમાં છવાઈ ગયા ! બાકી ગૌ ત મ–એ શબ્દસંયોગમાં જ પ્રચંડ શક્તિ-સિદ્ધિનો સ્રોત સમાયેલો છે. ગૌ એટલે ગાય-કામધેનુ, ત એટલે તરુ-વૃક્ષ-કલ્પવૃક્ષ ને મ એટલે મણિ-ચિંતામણિ—આ ત્રણે વસ્તુ વાંછિતપૂરણ છે. તેની પાસે જે માગો તે મળે, તો પછી આ ત્રણેનો સંગીન સમાગમ જ્યાં થતો હોય ત્યાં તો પૂછવું જ શું? પ્રભુ મળ્યા પૂર્વે પણ ૪૪૧૧ સેવકોનું સ્વામિત્વ તેમના નામના પ્રભાવનું સૂચક છે ને? મટે જ અનેક શાસ્ત્રોમાં વિકટ વિપત્તિઓ કે વિઘ્નોની વણઝારો વખતે ગૌતમનું નામ-સ્મરણ કરવાનો ઉપદેશ અપાયો છે. ઇપ્સિત કાર્યની સિદ્ધિ ને દરેક કાર્યની શરૂઆતમાં સફળતા માટે ગૌતમને યાદ કરવાનું ફરમાન છે. યાવત્ સાધુઓ ગોચરી લેવા જાય ત્યારે પણ ગૌતમને સ્મૃતિપટ પર લાવે છે અને આજે વર્ષોનાં વ્હાણાં વીત્યા છતાં તેમનું નામ-સ્મરણ પણ ધાર્યાં કામો પૂરાં પાડે છે, મનવાંછિત પૂરે જ છે, અનિષ્ટોને ચરે જ છે એ અનુભવસિદ્ધ છે ! આ ઉત્સર્પિણીના છેલ્લા પ્રભુના પ્રથમ શિષ્યપણાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું એ નાની-સૂની વાત નથી. ગૌતમસ્વામી જેવા પરમ પુરુષને પારખવા ઔદારિક શરીર, ચર્મચક્ષુ ને કલિકાલના છેલ્લા સંઘયણવાળું મન ક્યાંથી શક્તિમાન બની શકે ? તેમના આંતરવૈભવોની રસલ્હાણ માણવા દિવ્ય દર્શન જરૂરી છે. તરતાં જ ન આવડતું હોય તે વળી તેમના જીવન-સમંદરના અતલ ઊંડાણને
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy