SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૪ ] [ મહામણિ ચિંતામણિ વિનયવંત વિદ્યાભંડાર -પૂ. આચાર્યશ્રી વિજયવાદિષેણસૂરિજી મહારાજ ધર્મચક્રવર્તીના પાદપડામાં મને સ્થાન મળ્યું પછી મારી આત્મિક દરિદ્રતા ક્ષણભર ટકે નહીં.” આવો જીવતો-જાગતો પ્રચંડ પુરુષાર્થ એટલે ગૌતમસ્વામીજી મહારાજા! પ્રભુની બિનશરતી સ્વીકારેલી શરણાગતિનું આલેખન અહીં તપસ્વી આચાર્ય ભગવંતે આલેખ્યું છે. અનેક શ્રીસંઘો તરફથી “મરાઠાવાડા ઉદ્ધારકની પદવી પ્રાપ્ત કરનારા પૂજ્યશ્રીએ દક્ષિણ ભારતના પ્રાંતોમાં “જૈન જયતિ શાસનમુનો જયઘોષ ગાજતો કર્યો. એકદત્તી ઠામચૌવિહારી ઓળી કરનારા વર્તમાનમાં તેઓ વિશ્વવિક્રમ ધરાવનારા આચાર્યપ્રવર છે. –સંપાદક ‘નમો’ શબ્દના મંગલ ફાઉન્ડેશન ઉપર રચાયું છે જેનશાસન. “નમોના ઉચ્ચાર વિના | વિનયના લાભો કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. ‘નમો’ જેને ગમ્યો તે સર્વ જગતને ગમ્યા વગર રહેતો નથી. ‘નમોની સાધનાની સહાયકતાથી સર્વજ્ઞમાં સમર્થ શિખરે પહોંચાય. ‘નમો’ના રણકારથી અમંગલો મંગલમય બની જાય છે. જે પણ જ્યારે પણ ગુણનિધાન ગુરુ ગૌતમને યાદ કરશે તેને સર્વપ્રથમ નજરે ગૌતમ ગણધરની વિનયપ્રધાનતાને જોવી જ પડશે. અહંના શિખરે બેઠેલા ઇન્દ્રભૂતિમાંથી અહ–અંતરમાં વસેલા ગુર ગૌતમની નમ્રતાને નયનોથી નિહાળનારા ભાગ્યશાળી હશે. સદા જે ગોયમ કહીને થને આવકારતા હશે ત્યારે તે નમ્રતાની મૂર્તિનાં નયનો કેવાં નાચતાં હશે ! એવા વિનયની મૂર્તિ સમર્પણતાથી વીર વિભુની આજ્ઞા શિરોધાર્ય કરીને વરદ કર-કમલમાં દંડો લઈને કેવા દોડતા હશે! જેની પાસે અનંત સિદ્ધિઓ ને લબ્ધિઓ ચરણોની દાસી બનતી હોય, તે લબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામી તપના આગ્રહી, આચારમાં ચુસ્ત પાલક કે છઠ્ઠને પારણે છઠ્ઠ સદા કરવા ઉત્સાહિત રહેતા હશે. ગૌતમના તપ સામે આજના જ્ઞાનપ્રેમીને શું હસવું નહીં આવતું હોય?— જેને તપસા નિર્જરા પસંદ નથી પડતું, જેને ગુણાનુરાગ નજરે નથી ચડતો. વિનયના ભંડાર કેવા અજોડ હતા કે શ્રાવક આનંદને પણ સરળતાથી ‘ મિથ્યા મે દુષ્કૃત' કરવા ઉત્સાહથી દોડી ગયા. અભિમાને અટકાવ્યા નહીં હોય ? પંદરસો તાપસોને પલકારામાં વીર-શાસનના બહુમાન-ભાવમાં કેવા ડુબાડ્યા કે કેવળીની પર્ષદાને શોભાવનારા, સત્ય-શિવ-સુંદરના સાધક બન્યા. દેવશમના દુર્લભ જીવનને દીન-દયાળુ દિનાનાથ દેવાધિદેવના દિવ્ય સંદેશને સરળતાથી સણાવવા સંચય ને સર્વજ્ઞની શોભાના સ્વામી થયા. બાળક જેવી સરળતાના સાક્ષાત્ દર્શન કરવા માટે ગુણનિધિ ગૌતમસ્વામીના ગુણોને યાદ કરીને ગૌરવવંતા ગણધરપદનું બહુમાન કરીએ.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy