SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] T ૫૫ સુધર્માસ્વામીની સ્થાપના : જૈન જગતમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક વર્ગમાંનો એક તપાગચ્છ. તેમની માન્યતા પ્રમાણે જેમ ૨૪ તીર્થકરોના શરીર પરનાં ચિહ્ન પરથી લંછનો કોતરાય છે તેમ ગણધર સુધમસ્વિામીના શરીર ઉપરના ચંદણગના નિશાન પરથી સ્થાપનાજી ચંદણગના રખાય છે. કોઈક પરંપરામાં સુખડના દાબડા જેવામાં એક બાજુ મહાવીરસ્વામી અને બીજી બાજુ સુધમસ્વિામી મુકાય છે. આગમોમાં ગણધર સુધમસ્વિામી તેમના શિષ્ય જંબૂને આ પ્રમાણે કહે છે તે શબ્દો અનેક જગ્યાએ પ્રયોજાયેલો હોવાથી પણ ગણધર સુધમસ્વિામીનું નામ પ્રસિદ્ધ છે. આમ છતાં હકીકત છે કે ૧૪૫ર ગણધર ભગવંતોમાંથી ૧૪૪રમા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ જેટલી પ્રસિદ્ધિ કોઈને નથી મળી. બીજી વિશેષતા એ છે કે દરેક તીર્થકર કે ગણધર પોતાના નામથી ઓળખાય છે, પ્રસિદ્ધ થાય છે, જ્યારે જૈન જગતના આ અવસર્પિણી કાળના ૧૪૪રમા ગણધર ઇન્દ્રભૂતિ’ નામથી નહીં, પણ ગૌતમ ગોત્રથી પ્રસિદ્ધ થયા છે. ગૌતમ નામ નથી, ગોત્ર છે. ગૌતમસ્વામીનું નામ ઇન્દ્રભૂતિ હતું તે પણ ઘણા ઓછા શ્રાવક-શ્રાવિકાઓને ખબર હશે વર્તમાનકાલે ગણધર શ્રી ગૌતમસ્વામીજી અંગે બે અતિ દુઃખદ બાબતો : (૧) જૈન જગતના ૧૪૫૨ ગણધરો પૈકી સૌથી પ્રસિદ્ધ શ્રી ગૌતમસ્વામીજીના જીવનની મૂલાગમપ્રણીત માહિતી લુપ્ત થઈ ગઈ છે. અનેક પ્રકારની આપત્તિઓમાં વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્ય લુપ્ત થઈ ગયેલું છે, જેમાં અનેક આગમો પણ લુપ્ત થઈ ગયેલાં છે. નંદિસૂત્ર કે પફખીસૂત્રમાં કેટલાંક આગમોનાં નામ છે, જેમાંનું કશું જ ઉપલબ્ધ નથી. તેવી જ રીતે વર્તમાનકાલીન શ્વેતામ્બર મૂર્તિપૂજક માન્યતાનાં ૪૫ આગમો કે સ્થાનકવાસી-તેરાપંથી માન્યતા પ્રમાણે ૩ર આગમોમાંના એકેય આગમમાં ગણધર શ્રી ગૌતમસ્વામીજીનું જીવનચરિત્ર મળતું નથી. તેઓશ્રી ક્યારે સમ્યકત્વ પામ્યા, કેટલા ભવ થયા વગેરેની માહિતી મૂલ આગમમાં ઘણો ભાગ નાશ પામવાને કારણે આપણી પાસે છે નહીં. (૨) બીજી દુઃખદ હકીકત છે વિકૃત ભક્તિ ૨૪ તીર્થકરોમાં ૨૩મા શ્રી પાર્શ્વનાથ અને ૧૪૫ર ગણધરોમાં શ્રી ગૌતમ ઈન્દ્રભૂતિ. આ એક તીર્થકર અને ગણધરની આરાધના, સાધના, જાપ, તપ, યાત્રા, પ્રતિષ્ઠા કરાવવા પાછળ જે ભૌતિક ઇચ્છાની પરિપૂર્તિનું લક્ષ્ય ચતુર્વિધ શ્રીસંઘમાં જે રીતે જોવામાં આવે છે, જે રીતે વધી રહ્યું છે તે માથું ફરી જાય તેવું છે. ભૌતિક દાખલાથી કહીએ તો પાન-સિગારેટ કે મસાલા માટે મારુતિ, કોન્ટેસા કે ટોમેટો આપી દેવા જેવી મૂખમી છે. બે દિવસ પહેલાનો પ્રસંગ યાદ આવે છે. ભગવંત પાસે બોલવાની કંઠસ્થ કરેલી સ્તુતિમાંથી એક સ્તુતિની બે લીટી ભુલાઈ ગયેલી. મહેનત કરી યાદ ન આવે. દિવાળીની મોડી રાત્રે દેવવંદન બાદ ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમનો જાપ કરતાં માળા પૂરી થઈ. વિચાર આવ્યો, જે ગૌતમસ્વામીથી દીક્ષિત થયેલા એક સિવાયના બધા કેવલજ્ઞાન પામ્યા, તો મને એક ભુલાયેલી સ્તુતિ એ મહાપુરુષના સ્મરણથી યાદ ન આવે? ફોટા સામે નજર કરી અને ભુલાયેલી બંને લીટી યાદ આવી ગઈ. આ તો ઘણો જ સામાન્ય લાભ કહેવાય. હકીકત ૬૯
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy