SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] [ મહામણિ ચિંતામણિ પ્રથમ તીર્થપતિ શ્રી આદિનાથ ભગવંતને ૮૪ ગણધરો હતા. બીજા અજિતનાથ ભગવંતને ૯૫ ગણધરો હતા. ત્રીજા સંભવનાથ ભગવંતને ૧૦૨ ગણધરો હતા. ચોથા અભિનંદન સ્વામીને ૧૧૬ ગણધરો હતા. પાંચમા સુમતિનાથ ભગવંતના ૧૦૦ ગણધરો હતા. છઠ્ઠા પાપ્રભ ભગવંતના ૧૦૭ ગણધરો હતા. સાતમા સુપાર્શ્વનાથ ભગવંતના ૯૫ ગણધરો હતા. આઠમા ચંદ્રપ્રભુજીના ૯૩ ગણધરો હતા. નવમા સુવિધિનાથ પુષ્પદંત) ભગવંતના ૮૮ ગણધરો હતા. દશમાં શીતલનાથ ભગવંતના ૮૧ ગણધરો હતા. ૧૧મા શ્રેયાંસનાથ ભગવંતના ૭૬ ગણધરો હતા. ૧૨માં વાસુપૂજ્ય સ્વામીના ૬૬ ગણધરો હતા. ૧૩મા વિમલનાથ ભગવંતના ૫૭ ગણધરો હતા. ૧૪મા અનંતનાથ ભગવંતના ૫૦ ગણધરો હતા. ૧પમાં ધર્મનાથ ભગવંતના ૪૩ ગણધરો હતા. ૧૬મા શાંતિનાથ ભગવંતના ૩૬ ગણધરો હતા. ૧૭માં કુંથુનાથ ભગવંતના ૩૫ ગણધરો હતા. ૧૮મા અરનાથ ભગવંતના ૩૩ ગણધરો હતા. ૧૯મા મલ્લીનાથ ભગવંતના ૨૮ ગણધરો હતા. ૨૦માં મુનિસુવ્રતસ્વામીના ૧૮ ગણધરો હતા. ૨૧માં નમિનાથ ભગવંતના ૧૭ ગણધરો હતા. આ બધા ગણધરોમાંથી કોઈ પ્રસિદ્ધ નથી. ૨૨મા બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવંતના ૧૧ (મતાંતરે ૧૮)માંથી પ્રથમ વરદત્ત ગણધર ગિરનાર (જૂનાગઢ) તીર્થની સાતમી ટૂકે અનશન આદરી મોક્ષે ગયા. ત્યાં સાતમી ટૂકે આ વરદત્ત ગણધરનાં પગલાં છે, જે હાલ વૈષ્ણવોના તીર્થ તરીકે ગુરુ દત્તાત્રયનાં પગલાં તરીકે પૂજાય છે. સૌરાષ્ટ્રમાં જામનગર વગેરે શહેરોમાં ગુરુ દત્તાત્રયનાં મંદિરો પણ છે. આ પવિત્ર ગિરનાર તીર્થે આવતી ચોવીશીના ૨૪ તીર્થકરો મોક્ષે જશે. વરદત્ત ગણધરનાં પગલાંની બાજુમાં હાલ ભૈરવની ગ્યા તરીકે ઓળખાતી જગ્યા છે. એ જગ્યાએ શ્રી નેમિનાથ ! ભગવંતના સાધુઓ અનશન સ્વીકારી અંતિમ સાધના કરી કે ખપાવી મોક્ષે ગયેલા છે. ૨૩મા પાર્શ્વનાથ ભગવંતના ૧૦ ગણધરો હતા. ૨૪મા વર્ધમાન-મહાવીરસ્વામીના ૧૧ ગણધરો હતા. તેમાં પ્રથમ ઇન્દ્રભૂતિ ગૌતમ તથા પાંચમા સુધર્મ એ બંને પ્રસિદ્ધ છે. વર્તમાન કાલે પંચમ ગણધર સુધમસ્વિામી નામથી સાધુ-સાધ્વીઓમાં પ્રસિદ્ધ રહ્યા છે. શ્રાવક-શ્રાવિકા વર્ગમાં તે નામ ઓછું થતું જાય છે. બે જગ્યાએ સુધમસ્વિામીનું નામ યાદ કરાય છે. (૧) સુધમસ્વિામીની પાટ (૨) સુધમસ્વિામીની સ્થાપના. સધમસ્વિામીની પાટ શબ્દ શાથી પ્રયોજાયો ? : ભગવંત મહાવીરના ૧૧ ગણધર હતા. તેમાંના ૯ ગણધરો ભગવંતની હાજરીમાં મોક્ષે ગયા. તેમનો ગણ (પરિવારશિષ્ય-પ્રશિષ્યાદિ) સુધમસ્વિામીને ભળાવતા ગયા. પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ પણ પોતાનો પરિવાર સુધમસ્વિામીને ભળાવીને મોક્ષે ગયા. ભગવંત પછી ભગવંતની પાટે પંચમ ગણધર સુધર્માસ્વામી આવ્યા. તેથી વર્તમાન કાલે જે કોઈ શ્વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, સાધુ, સાધ્વી, સંત, મહાસતી, આર્થિકા આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભારતમાં વિચરે છે તે તમામ પંચમ ગણધર સુધમસ્વિામીની પરંપરામાં થયાં. વાચના સુધમસ્વિામીની રહી. વ્યાખ્યાનની પાટને સુધમસ્વિામીની પાટ તરીકે ઓળખવામાં આવે છે. જો કે કાળના પ્રભાવથી હવે કેટલાક સંપ્રદાયના નાયકની પાટ શબ્દ પ્રયોજાતો જાય છે તે દુઃખદ છે. સાથે-સાથે એ પણ નોંધવું સ્થાને છે કે એક ભાગ બૃહદ્ સૌધર્મ તપાગચ્છ નામથી ઓળખાતો સંપ્રદાય પંચમ ગણધર સુધમસ્વિામીના નામને સવિશેષ જાળવે છે તેમ જ સુધર્મ પ્રસારક મંડળના નામથી પણ ગણધર સુધમસ્વિામીના નામને પ્રસિદ્ધ રાખે છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy