SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ ] [ મહામણિ ચિંતામણિ ઇન્દ્રભૂતિ ગૌતમનું તત્ત્વજ્ઞાન -શ્રી કનૈયાલાલ ગોડ એક જ નિગ્રંથ ધર્મ. એ ધર્મના છેલ્લા બે તીર્થકરો તે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર. ભગવાન મહાવીરે તીર્થનું પ્રવર્તન કર્યું ત્યારે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો અને શ્રમણોપાસકો મોજદ હતા. એમને ભગવાન મહાવીરની ચારને બદલે પાંચ મહાવ્રતો યોજવાની તેમ જ વસ્ત્રોના સર્વથા ત્યાગની તથા ભિક્ષુએ અલ્પમૂલ્ય, જીર્ણશીર્ણ અને સાવ સાદાં શ્વેત વસ્ત્રો વાપરવાની વાત સમજાતી ન હતી. બંને પરંપરાના ધર્મનું તત્ત્વ અને ધ્યેય તો એક જ હતું; છતાં બંનેમાં આવો ક્રિયાભેદ કેમ, એવી શંકા સૌને સતાવતી હતી. આ શંકાના સમાધાન/નિવારણ માટે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશીકુમાર શ્રમણ અને ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામીનું મિલન થયું. તેઓ વચ્ચે વિવિધ-વિષયસ્પર્શી જે વાર્તાલાપ થયો તે આ ભેદના હાર્દને સમજાવી ગયો, એટલું જ નહીં; એક જ ધર્મની બે પરંપરાઓના સંગમરૂપ પણ બની ગયો. પ્રસ્તુત લેખ દ્વારા ચાલો આપણે પણ ગૌતમસ્વામીની અગાધ જ્ઞાન-ગરિમાનું દર્શન કરી ધન્ય બનીએ. - સંપાદક એક વાર કેશી શ્રમણ પોતાના શિષ્યમંડળ સહિત વિચરણ કરતા શ્રાવસ્તી પધાર્યા. તેઓ તિન્દુક ઉદ્યાનમાં રહ્યા. સંયોગવશ, એ દિવસોમાં જ ઈન્દ્રભૂતિ ગૌતમ પણ પોતાના શિષ્ય-સમુદાય ત વિચરણ કરતા કરતા શ્રાવસ્તી પધાર્યા અને કોષ્ઠક ઉદ્યાનમાં રહ્યા. જ્યારે બંનેના શિષ્યો ભિક્ષાચરી આદિ માટે નગરીમાં જતા તો ત્યાં બંનેની પરંપરાઓના ક્રિયાકલાપમાં લગભગ સરખાપણું અને વેષમાં અસમાનતા જોઈ, બંનેમાં આશ્ચર્ય અને જિજ્ઞાસા ઉત્પન્ન થયાં. બંને પક્ષના શિષ્યોએ પોતપોતાના ગુરુજનોને આ કહ્યું. આ સાંભળીને બંને પક્ષના ગુરુઓએ પણ, પરસ્પરના મતભેદો તથા આચાર-ભેદ અંગે એક સ્થળે બેસી ચર્ચા કરી લેવાનો નિશ્ચય કર્યો. પાર્શ્વ પરંપરાના આચાર્ય હોવાના નાતે કેશી શ્રમણ ગૌતમથી જ્યેષ્ઠ હતા. આથી ગૌતમે જ વિનય-મર્યાદાની દષ્ટિએ આ અંગે પહેલ કરી. પોતાના શિષ્યસમૂહ સાથે તેઓ તિન્દુક ઉદ્યાનમાં, જ્યાં કેશી શ્રમણ વિરાજમાન હતા, પધાર્યા. ગૌતમને આવેલા જોઈ કેશી શ્રમણે પણ તેમનો પૂરો આદર-સત્કાર કર્યો. તેમણે તત્કાલ ગૌતમને બેસવા માટે, પ્રાસુક પયાલ અને કુશતૃણ સમર્પિત કર્યો. કેશી શ્રમણ અને મહા યશસ્વી ગૌતમ–બેઠેલા બંને જાણે સૂર્ય અને ચંદ્ર જેવા સુશોભિત થઈ રહ્યા હતા. કેશી શ્રમણે ગૌતમની અનુમતિ લઈ પૂછવું–હે મહાભાગ ! મહામુનિ પાર્શ્વનાથ દ્વારા પ્રતિપાદિત આ ચાતુર્યામ ધર્મ અને મહામુનિ વર્ધમાને જેનું પ્રતિપાદન કર્યું છે એવો આ પંચશિક્ષાત્મક ધર્મ, હે મેધાવિન્! બંને જ્યારે એક જ ઉદ્દેશ લઈને પ્રવૃત્ત થયા છે તો પછી આ ભેદ–તફાવતનું શું કારણ છે? આ બે પ્રકારના ધર્મો જોઈ તમને સંદેહ કેમ નથી થતો ?”
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy