SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૧૩ જેમ કોયલની કૂકથી આમ્રવૃક્ષ ગુંજી ઊઠે છે, પુષ્પની સુગંધથી ઉદ્યાન સુગંધિત થઈ ઊઠે છે, સુગંધ અને શીતળતાને લીધે ચંદનવન શોભાયમાન થઈ જાય છે, જળતરંગોથી ગંગાજળ તરંગિત થઈ જાય છે, અને પ્રખર તેજથી કનકાચલ પર્વત ઝગમગી ઊઠે છે, એવી રીતે કેવલજ્ઞાનપ્રાપ્તિ પછી સૌભાગ્યસાગ૨ શ્રી ગૌતમસ્વામી શોભાયમાન થઈ રહ્યા હતા. જેમ હંસો વડે માનસરોવર શોભાયમાન થાય છે, ભ્રમરોના ગુંજારવથી કમળવન શોભાયમાન થાય છે, તારાઓ વડે આકાશ શોભાયમાન થાય છે અને દેવસમૂહથી મેરુ પર્વત શોભાયમાન થાય છે, તેવી રીતે ગુણોના કદલીવનમાં શ્રી ગૌતમસ્વામી શોભાયમાન થઈ રહ્યા હતા. જેવી રીતે સુંદર સુકોમળ શાખાઓ વડે કલ્પવૃક્ષ સુશોભિત થાય છે, મધુર ભાષાથી મુખની શોભા વધે છે અને ઘંટારવથી જિનમંદિર રણકી ઊઠે છે, તેવી રીતે શ્રી ગૌતમસ્વામીજી આત્મલબ્ધિથી પિરપૂર્ણ થઈને મલકી રહ્યા હતા. આમ કેવલલક્ષ્મી વડે શોભાયમાન શ્રી ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીરના નિર્વાણ પછી બાર વર્ષ સુધી ભારતભૂમિમાં વિહાર કરીને લોકોને જિનવચનામૃતનું પાન કરાવ્યું. તેઓ પચાસ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ત્રીશ વર્ષ સુધી સંયમ પાલન કરીને છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને બાર વર્ષ સુધી તેઓ કેવલી પર્યાયમાં રહ્યા. આમ બાણું વર્ષની ઉંમર પૂરી કરીને તેઓ નિર્વાણ પામ્યા. ભગવાન મહાવીરનું વચન સત્ય સાબિત થયું. અંતમાં બન્ને ગુરુ-શિષ્ય એકસરખા થઈ ગયા. • શ્રી ગૌતમસ્વામીના નામનો આજે પણ ખૂબ જ મહિમા છે. મંગલ પાઠમાં તેઓનું નામ લેવામાં આવે છે. તેમના ધ્યાનથી મનુષ્ય વાંચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે, તેમના રોગ-શોક નષ્ટ થઈ જાય છે, અને ભૂતપ્રેત આદિ પણ તેમના નામથી દૂર ભાગી જાય છે. ગૌતમસ્વામી જિનશાસનના શણગાર હતા. તેમના નામથી હંમેશાં જય જયકાર વર્તે છે. તેમને પ્રણામ કરવાથી જન્મોજન્મનાં પાપ નાશ પામે છે અને ઉત્તમ સંગતિ પ્રાપ્ત થાય છે. 'એવા શ્રી ગૌતમસ્વામીજીનું સ્મરણ આપણે હંમેશાં કરતા રહેવું જોઈએ. *** એવી હથી apu 3 अष्टमंगल MOME KIMN
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy