SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૪૬૧ ૩. ચાતુર્માસમાં સંયમની રક્ષા થાય, સંયમયાત્રાનો નિવહ થાય તેમ જ જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના થાય તેથી જ આવો વેષ રાખવાનું-પહેરવાનું પ્રયોજન છે. વાસ્તવમાં તો હે ભગવાન ! બંને તીર્થકરોની પ્રતિજ્ઞા તો આ જ છે કે નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર–આ ત્રણ જ મોક્ષનાં અદ્ભુત સાધન છે.' કેશી મુનિ : હે ગૌતમ! તમે મારો આ સંશય પણ દૂર કર્યો. ખરેખર, તમે ખૂબ જ સુંદર સમન્વય કરી શકો છો. હવે એક બીજી મારી શંકા જણાવું છું તેનું પણ તમે સમાધાન કરો. હે ગૌતમ! તમે હજારો દુશ્મનોની વચોવચ ઊભા છો, એ દુશ્મનો તમને જીતવા ઝઝૂમી રહ્યા છે, ત્યારે તમે એ બધા દુશ્મનોને શી રીતે જીતી શકો છો?' ગૌતમસ્વામી : “હે મુને ! હું માત્ર એકને જ જીતવા પ્રયત્નમાં રહું છું. એ એકને જીતવાથી પાંચ જિતાઈ જાય છે. એ પાંચને જીતવાથી દસ જિતાઈ જાય છે. અને એ દસેને જીતી લેવાથી બધા જ દુશ્મનો આપોઆપ જિતાઈ જાય છે.' કેશી મુનિ : ‘એ એક કોણ અને એ દુશ્મનો કયા? ગૌતમસ્વામી : હે મુને ! મિનની ઊછળકૂદને પરવશ બનેલા] એક જીવાત્માને જો જીતી ન લેવાય તો તે દમન છે. એવા એ દુશમનના પ્રભાવથી ચાર કષાયો [આત જીતી ન લેવાય તો હૈયે કષાયો જન્મે છે] પણ દુશ્મન છે અને પાંચેય ઈન્દ્રિયો પણ દુશ્મન છે. આમ આખી દુશ્મન-પરંપરાને વિતરાગ ઉપદિષ્ટ માર્ગે મેં જીતી લીધી છે. તેથી હું સુખ-શાંતિથી વિહયા કરું છું.’ કેશી મુનિ : હે ગૌતમ ! તમે મારી આ શંકાનું પણ સમાધાન કર્યું. ખરેખર, તમારી બુદ્ધિ સુંદર છે ! હવે તમને મારી બીજી શંકા જણાવું છું, તેનું પણ તમે સમાધાન કરો : હે મુને ! આ લોકમાં ઘણા જીવો કર્મ-જાળમાં કેદ થયેલા છે ત્યારે હે ગૌતમ ! તમે એ કેદમાંથી કેવી રીતે મુક્ત થઈને, પવનની લ્હેરખી જેવા હળવા ફૂલ જેવા થઈને વિચરો છો?' ગૌતમસ્વામી : “હે મુને ! હું એ કેદની બેડીઓને શુદ્ધ ઉપાયોથી સર્વથા તોડી નાખીને મુક્ત બનીને પવનની જેમ વિચરું છું.' કેશી મુનિ : “એ બેડીઓ કેવી તે તમે અમને સમજાવવા કૃપા કરશો.” ગૌતમસ્વામી : હે મુનિરાજ ! રાગ, દ્વેષ, મોહ, પરિગ્રહ અને સ્ત્રી-સ્વજનો પરની ગાઢ મમતા તે જ ભયંકર પ્રેમબંધન છે. તેને શુદ્ધ સાધનો-ઉપાયોથી તોડીને હું હળવો ફૂલ જેવો થઈને વિચરું છું.” કેશી મુનિ : “હે ગૌતમ ! તમે મારી આ શંકાનું પણ સુંદર સમાધાન કર્યું. હવે તમે મને એક બીજી વાત પણ સમજાવો. હે ગૌતમ! હૃદયના ઊંડાણની જમીનમાં એક વેલ ઊગી છે. એ વેલ પર ઝેરીલાં ફળ ઊગે છે. તો એ વેલને તમે શી રીતે ઉખેડી નાખી છે?” ગૌતમસ્વામી : હે મુને ! એ વિષવેલડીને તો મેં જડમૂળથી ઉખેડી નાખી છે અને તેથી જ એ વિષવેલનાં ઝેરી ફળોથી મુક્ત બનીને જિનેશ્વરોના ન્યાયમય શાસનમાં આનંદપૂર્વક વિચરી ! રહ્યો છું.”
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy