SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ] [ મહામણિ ચિંતામણિ જણાવવા જતા જ ના કાકા અને કાકી 000000000000000 મહત્ત્વનો સારભાગ સુગંફિત થયો છે. ભાષા, શૈલી, વસ્તુ અને સત્ત્વની દૃષ્ટિએ આપણા આગમ-ગ્રંથોમાં જે કેટલાંક મૂલ્યવાન અને પ્રેરક ચિંતન ગદ્યકાવ્યો છે, તેમાં આ સંવાદનો પણ સમાવેશ થાય છે. આ સંવાદ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગ્રંથસ્થ થયો છે. આવો, આપણે પણ તેનો અમૃત-સ્વાદ માણીએ. ગૌતમસ્વામીની અનુજ્ઞા મળતાં શ્રમણ કેશીકુમારે પૂછયું : હે મુને ! ભગવાન શ્રી પાર્શ્વનાથે ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યો છે, પણ ભગવાન શ્રી મહાવીર તો પાંચ મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણા કરી રહ્યા છે, તો હે મેધાવિન્! એક જ કાર્ય [મોક્ષપ્રાપ્તિ]માં પ્રવૃત્ત થયેલા આ બંનેમાં ધર્મમાં વિશેષ ભેદ હોવાનું કારણ શું છે? અને આમ ધર્મના બે ભેદ થઈ જવાથી શું આપને સંશય કે આશ્ચર્ય થતાં નથી ?' પ્રશ્નને બરાબર ધ્યાનથી સાંભળીને તેનો જવાબ આપતાં ગૌતમસ્વામીએ કહ્યું : “જીવાદિ તત્ત્વોનો જેમાં નિશ્ચય કરી શકાય છે એવા ધર્મતત્ત્વને પ્રજ્ઞા જ જોઈ શકે છે. [અર્થાત્ શુદ્ધ બુદ્ધિથી જ ધર્મતત્ત્વનો તથા પરમાર્થનો નિશ્ચય કરી શકાય છે.] પ્રથમ તીર્થંકરના મુનિ ઋજુ-જડ [બુદ્ધિમાં જડ પણ સ્વભાવે સરળ] હતા જ્યારે ચરમ તીર્થકરના મુનિ વક્રજડ [વાંકદેખા અને બુદ્ધિનો દુરુપયોગ કરનારા] છે. પરંતુ આ બે વચ્ચેના બાવીશ તીર્થકરોના સમયના મુનિઓ ઋજુપ્રાજ્ઞ [સરળ બુદ્ધિવાળા અને સાલસ હતા. આ હેતુથી જ ભગવાન મહાવીરે ધર્મમાં સમય-કાળને અનુસરી ભેદ કર્યો છે. પ્રથમ તીર્થંકરના મુનિઓનો આચાર-ધર્મ સમજવો કઠિન પડતો હતો પરંતુ સમજ્યા પછી આચરવામાં તે સક્ષમ હોઈ તે સૌ પાર ઊતરતા. પરંતુ ચરમ તીર્થંકરના સમયમાં મુનિધર્મ સમજવામાં સરળ અને સહેલો નથી, અને આચરવામાં પણ કઠિન છે. આથી જ આ બંનેના સમયનાં પાંચ મહાવ્રતરૂપ મુનિધર્મ સમજાવ્યો છે—જ્યારે મધ્યવર્તી બાવીશ તીર્થકરોના સમયમાં ચાર મહાવ્રતરૂપ ધર્મ બતાવ્યો છે.' આ સાંભળીને કેશીમુનિએ કહ્યું : હે ગૌતમ! આપ મારી આ શંકાનું સુયોગ્ય સમાધાન કર્યું. હવે આપને એક બીજો પ્રશ્ન પૂછું છુંઃ વર્ધમાનસ્વામીએ અચલક-ધર્મનો ઉપદેશ આપ્યો છે અને મહામુનિ પાર્શ્વનાથે સચેલક ધર્મનું પ્રતિપાદન કર્યું હતું. હે ગૌતમ ! એક જ ધ્યેય [મોક્ષપ્રાપ્તિ)માં પ્રવૃત્ત થયેલાઓમાં વિશેષતા શું છે? હે મેધાવિન્ ! વેષમાં ભેદ થઈ જવાથી આપના મનમાં શું શંકા નથી થતી ? જેત, માનોપેત અને અલ્પમૂલ્યવાળાં વસ્ત્રોનો પરિભોગ તે અચેલકધર્મ અને રંગબેરંગી તથા બહુમૂલ્યવાળાં વસ્ત્રોનો પરિભોગ તે સચેલકધર્મ. ગૌતમસ્વામી : “સમય અને સાધુઓનાં માનસ જોઈને તે મહાપુરુષોએ ખૂબ જ સમજપૂર્વક ભિન્ન-ભન્ન ધર્મસાધનો રાખવાનું વિધાન કર્યું છે. આવો સાદો વેષ રાખવાનાં ત્રણ કારણો છે ? ૧. લોકોમાં અલગ-અલગ મત અને વેષ પ્રવર્તી રહ્યા છે. આ વેષથી લોકોને તરત જ ઓળખ થાય છે કે, “આ જૈન સાધુ છે.” ૨. આ વેષથી ખુદ પોતાને પણ જાગૃતિ રહે કે, હું જૈન સાધુ છું.”
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy