SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૩ તે જ ગામમાં, શ્રી મહાવીરની અનુજ્ઞા લઈને ગૌતમસ્વામી ત્રીજી પોરસીએ ગોચરી કરવા નીકળ્યા. લોકોનાં મુખથી આનંદજીની ધર્મસ્તુતિનું શ્રવણપાન કરીને, તેઓ પૌષધશાળા પ્રતિ ગયા. ગૌતમસ્વામીને આવતા જોઈને આનંદજી અત્યંત ખુશ થયા. તેમને વંદન કરી, અત્યંત વિનીતભાવે પ્રાર્થના કરી : “હે સ્વામી! તપસ્યાને પરિણામે મારા શરીરમાં માત્ર નાડી અને અસ્થિ જ રહેવા પામ્યાં છે. આથી હું આપની પાસે આવવા શક્તિમાન થયો નથી, પરંતુ મારા ઉપર ઉપકાર કરવા આપ પધાર્યા છો, તેને હું મારાં પરમ અહોભાગ્ય સમજું છું ! સ્વામી ! ગૃહસ્થને ઘરમાં રહેવા છતાં “અવધિજ્ઞાન’ પ્રાપ્ત થાય કે નહીં ?' હા, અવશ્ય થાય.” ગૌતમસ્વામીએ તુરંત પ્રત્યુત્તર આપ્યો. “ભગવન્! મને પણ “અવધિજ્ઞાન’ ઉત્પન્ન થયું છે. તે જ્ઞાન દ્વારા હું પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણે દિશાઓમાં પાંચસો યોજન પર્યંત દેખી શકું છું અને ઉત્તર દિશામાં હિમવંત વર્ષધર પર્વત, ઊર્ધ્વલોકે સૌધર્મ દેવલોક અને અધોભાગે રત્નપ્રભા પૃથ્વીના લોલુચ્ચય નામના નાક પર્વત દેખી શકું છું.’ “હે ભદ્ર! ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પરંતુ તે અવધિજ્ઞાન તમે કહો છો તેટલી અવધિ પર્યત વ્યાપક હોઈ શકે નહીં.' હે ભગવન્! જિનપ્રવચનમાં સાચા અર્થમાં આલોયણા હોય ?' શ્રાવક આનંદે પૂછ્યું. ન હોય.” ગૌતમસ્વામીએ ઉત્તર આપ્યો. સ્વામી ! જો એમ છે તો પછી આપને જ એ પ્રમાણે આલોચના કરવી ઘટે છે.” પોતાને ઉત્પન્ન થયેલા અવધિજ્ઞાનની મર્યાદા ઉપર સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતાં શ્રાવક આનંદ બોલ્યા. શ્રાવકશ્રેષ્ઠ અવધિજ્ઞાનસંપન્ન આનંદના શબ્દો ઉપર સંશય થતાં ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામી શ્રી મહાવીર ભગવાન પાસે ગયા. ગમનાગમન પ્રતિક્રમણાદિકપૂર્વક નમન કરીને તેમણે સર્વ વૃત્તાન્ત નિવેદન કરી પૂછ્યું : હે ભગવન્! આલોચના શ્રાવક આનંદે કરવાની કે મારે ?” એક ક્ષણ તો શું, ક્ષણાર્ધનાય વિલંબ વગર સર્વશદેવે આજ્ઞા કરી : “આનંદે નહીં, તમારે આલોચના કરવી અને તે માટે તમે આનંદને ખમાવો.’ ક્ષણના છઠ્ઠા ભાગનોય વિલંબ કર્યા વિના, આજ્ઞા માથે ચડાવી, ગૌતમસ્વામી ગણધરશ્રેષ્ઠ શ્રાવકશ્રેષ્ઠ આનંદ પાસે ગયા અને તેમને ખમાવ્યા. “જ્યાં-જ્યાં વસે લઘુતા, ત્યાં-ત્યાં વસે પ્રભુતા !' ક્યાં શ્રાવક આનંદ અને ક્યાં સર્વશાસ્ત્રવિશારદ ગણધર શ્રેષ્ઠ ગણધર ઇન્દ્રભૂતિનું અભિવૃદ્ધિત–વર્ધમાનિત સ્વરૂપ! પરંતુ અધ્યાત્મવિશ્વની તો તાસીર જ જુદી! પિંડે સો બ્રહ્માંડે! આત્મા સો પરમાત્મા! નિજત્વવિહીનતા એ જ જિનસહિતતા! જ્યાં નિજનો લોપ, ત્યાં જિનનો ઉદય ! શ્રી મહાવીર ભગવાન પાસે શ્વાસ લીધો ને શ્રાવક આનંદ પાસે ઉચ્છવાસ મૂક્યો! આટલી જ વાર ! “નમતાને સૌ કો' ભજે, નમતાને સૌ માન; સાગરને નદીઓ ભજે, છોડી ઊંચાં સ્થાન!” ગૌતમસ્વામીએ શ્રી આનંદજીને ખમાવ્યા! આ થઈ એ મહાત્માની નિવણસાધનાની દ્વિતીય
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy