SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર ] [ મહામણિ ચિંતામણિ વેદવાક્યનું યથાર્થ અર્થઘટન તો ઘણા કરી શકે ! માત્ર શબ્દાર્થ, વાક્યાર્થ કે શાસ્ત્રાર્થ કાંઈ મોક્ષાર્થ નથી ! તે માટે તેવી આત્મયોગ્યતા જોઈએ. પોતે પંડિત પ્રવર, ભારતપ્રસિદ્ધ છતાં સર્વજ્ઞથી સકારણ પ્રભાવિત થતાંની સાથે જ, ઇન્દ્રભૂતિ કર્મ, પાપ, પુણ્ય ઇત્યાદિ પ્રશ્નોથી–પ્રશ્નોત્તરીથી પરિતોષ પામતાં તેમનું ગુરુપદ સ્વીકારવા ઉદ્યત થાય છે! પોતાના અહમ્ને શૂન્યવત્ બનાવીને આ પંડિતવર નિવણના મહાપથ ઉપર મંગલ-શુભ પ્રસ્થાન કરે છે ! અત્રે બે આત્મા-પરમાત્માનું સંતાપ-મિલન, સંવાદ-મિલન, જ્ઞાન-મિલન, યોગ-મિલન, નિવણપથમિલન થાય છે ! એ ક્ષણ, એ આત્મા, એ સ્થળ, એ કાળને પ્રણામ છે ! તીર્થકરશ્રીની પ્રબુદ્ધ ચેતનાએ, વીતરાગમાર્ગની વીતરાગતાએ અગિયારે પંડિતોને જ્ઞાનવિભૂષિત કર્યા! જ્ઞાનથી અભિભૂત તે પંડિતો શિષ્યપદ ગ્રહણ કરી, ગણધરપદને પ્રાપ્ત થયા. ઇન્દ્રભૂતિ તે ક્ષણથી ગૌતમ ગોત્રજ હોવાથી ‘ગૌતમસ્વામી’ બન્યા. મહસેન ઉદ્યાનમાં તે સમવસરણમાં અગિયારે બ્રાહ્મણ પંડિતો સ્વશિષ્યો સાથે સાધુ બન્યા. વીરનો પ્રથમ ઉપદેશ ભલે વૃથા ગયો, બીજા ઉપદેશને ગૌતમસ્વામીએ સ્વાત્મામાં ઝીલીને નિવણસાધનાને સાર્થક કરી ! એકને બદલે બેને બદલે અગિયાર-અગિયાર પંડિતોએ એ ઉપદેશને ઝીલ્યો ! પ્રથમ ઉપદેશની વિફલતાનો બીજા ઉપદેશની સફળતાએ ખંગ વાળી દીધો! મહાપાત્ર મહાવીરને અગિયાર સુપાત્રો પ્રાપ્ત થયાં ! જીવનની પ્રથમ ક્ષણ એવી ઊગી કે તેણે સમસ્ત જીવનકાળને ધર્મોન્વલ કરી દીધો ! મહાવીરના મહાનામ સાથે ગૌતમસ્વામીનું શ્રીનામ, મહાકાળની કાળયાત્રામાં સુવર્ણાક્ષરે અંકિત થઈ ગયું! આત્મા જ્ઞાનરૂપ પામ્યો! જ્ઞાને જ્ઞાનને ઓળખી લીધું–મહાત્માએ આત્માને ઓળખી લીધો ! આનું નામ આત્મમિલન, બાકી બધા દેહધક્કા! આ થયું નિવણસાધનાની પ્રથમ ક્ષણનું અલ્પતમ શબ્દદર્શન! હવે દ્વિતીય ક્ષણના શબ્દભાગને વિલોકીએ ! શ્રાવકશ્રેષ્ઠ આનંદ અને ગણધર શ્રેષ્ઠ ગૌતમસ્વામી - શ્રી મહાવીર ભગવાનના દસ શ્રાવકોમાં આનંદ સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ શ્રાવક છે. પિતા ધનદેવ તથા માતા નંદાના સ્વર્ગવાસ પછી (વાણિજ્યગ્રામના દૂઈપલાસ, ચૈત્યમાં શ્રી મહાવીર પધાર્યા ત્યારે), તેમનાં દર્શને ગયા. મનોમન આનંદે બાર વ્રતપાલનની પ્રતિજ્ઞા, મહાવીરસ્વામી સમક્ષ લીધી. ઘેર આવીને તેણે પત્નીને એની જાણ કરી. પત્ની શિવાનંદાએ પણ મહાવીરસ્વામી પાસે જઈને તે વ્રતો અંગીકાર કર્યો. ચૌદ વર્ષ આ વ્રતોનું અવિરત પાલન થયું. આનંદને અપૂર્વ આત્મશાન્તિની પ્રાપ્તિ થઈ! પંદરમે વર્ષે સર્વ ગૃહભર પુત્ર ઉપર છોડી, આનંદ પૌષધશાળામાં જઈને અગિયાર પ્રતિમાઓનું વહન કરવા લાગ્યા. તે અગિયારે (દર્શન પ્રતિમા, વ્રતપ્રતિમા, સામાયિકપ્રતિમા, પૌષધપ્રતિમા, કાયોત્સર્ગપ્રતિમા, સચિત આહારવર્જનપ્રતિમા, સ્વયં આરંભવર્જનપ્રતિમા, ભૂતકbપ્યારંભવનપ્રતિમા, ઉદિષ્ટભક્તવર્જનપ્રતિમા, શ્રવણભૂતપ્રતિમા) વતની અગિયાર માસ સુધી પ્રવૃત્તિ રાખી. આવું વ્રતમય જીવન જીવતાં આનંદનું મન અત્યંત નિર્મળતા પામ્યું! વિચારોનો પ્રદેશ વ્યાપક અને ઉચ્ચગામી બન્યો. તપનું તેજ જેમ-જેમ ખીલવા લાગ્યું તેમ-તેમ તેમના હૃદયમાં શ્રી જિનેશ્વરદેવનું શ્રીનામ આઠે પ્રહર રમવા લાગ્યું ! પોતે જાણ્યું કે હવે જીવનકાળ પૂર્ણ થવા આવ્યો છે. સૌની ક્ષમા યાચી અને અન્તઃકરણપૂર્વક સૌને ખમાવ્યા. આત્મરમણતાને લીધે તેમને અવધિજ્ઞાન’ પ્રાપ્ત થયું.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy