SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] [ મહામણિ ચિંતામણિ . કેવલજ્ઞાન લહે યદા, શ્રી ગૌતમ ગણધાર; સુર-નર હરખ ધરી તદા, કરે મહોત્સવ ઉદાર. સુર-નર પરષદા આગલે, ભાખે શ્રી શ્રુતનાણ; નાણ થકી જગ જાણીએ, દ્રવ્યાદિક ચઉઠાણ. તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દીપ ધૂપ મનોહાર વીર આગમ અવિચલ રહો, વરસ એકવીસ હજાર. ગુરુ ગૌતમ અષ્ટક કહો, આણી હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. (આઠમી કડી આ પ્રમાણે પણ મળે છે) શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર, ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર. * * * શ્રી ગૌતમસ્વામીનો છંદ રચયિતા : ચતુર્થદાદા શ્રી જિનચંદ્રસૂરિજી મ. સા. શ્રી ગૌતમગુરુ ગાઈયઈ, ગુણલબ્ધિ ભંડાર પ્રહ ઉઠી નિતિ પ્રણમીયઈ, વંછિત (ફલ) દાતાર. શ્રી ગૌતમ૦ ||૧|| ગૌતમ ગોત્ર પ્રકાશવા, ઉદયઉ દિનકાર, કલિજુગ સુરતરુ સારીખઉં, સહુ કહઈ સંસાર...શ્રી ગૌતમ) TT૨Tી શ્રી મહાવીર નિણંદની પહિલઉ ગણધાર; મનમોહન મહિમાનિલઉ, મોટી અણગાર....શ્રી ગૌતમ) T૩ી શ્રી વસુભૂતિ પુત્ર વડઉ જતી, પૃથિવી માત મલ્હાર; ગુણમણિ રોહણગિરિ સમઉ, સવિજન સુખકાર શ્રી ગૌતમ) ગૌતમ નામઈ પામીયઈ, સુખ સુજસ સંતાન; આધિ વ્યાધિ દૂરઈ ટલઈ, વાધઈ વસુધાવાન..શ્રી ગૌતમ Tીપા ગુરુ નામઈ ગહગટ હવઈ, ભય ભાજઈ દૂર, મનવાંછિત ભોજન મિલઈ, હૂવઈ સુજસ પહૂર.શ્રી ગૌતમ) TI૬IT ગૌતમ ગુરુના ગુણ થુપ્પા, હુઆ નિરમલ આજ આજ જનમ સફલઉ થયઉં, પામ્યઉ શિવપુર રાજ..શ્રી ગૌતમ0 Tછા શ્રી જિનચંદ સૂરીસર પભણે, આજ ભલા સુવિહાણ; નામે નવનિધિ સંપજે, પામઈ કેવલનાણ... શ્રી ગૌતમ * * *
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy