SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] [ મહામણિ ચિંતામણિ એને આકાર અપાયો છે; ને કાં તો અપ્રમત્ત મુનિના આત્મામાં વ્યાપેલા સર્વાતિશાયી સુખનો ચૂર્ણપિંડ કરીને એ રચાઈ છે. *** नीरागस्य तपस्विनोऽद्भुतसुखव्राताद् गृहित्वा दलं, तस्याः स्वच्छशमाम्बुधे रसभरं श्रीजैनमूर्तेर्महः । तस्या एव हि रामणीयकगुणं सौभाग्यभाग्योद्भवं, मद्ध्यानाम्बुजहंसिका किमु कृता मूर्तिः प्रभो ! निर्मला ||४|| મારું ધ્યાન જો કમળ છે તો ગણેશ ગૌતમ પ્રભુની મૂર્તિ રાજહંસી છે. રાજહંસી સમી એ મૂર્તિની ઉજ્વલિમા જોતાં, હું માનું છું કે કદાચ એ મૂર્તિ, વીતરાગ એવા તપસ્વીજનના અદ્ભુત આત્મસુખના વિશાળ પુંજનો એકાદ સાર અંશ લઈને કોઈકે નિરમી હોય; કે પછી, નિર્મળ એવા ઉપશમરસના દરિયા-શી શ્રી જિનભગવાનની મૂર્તિનું રસસભર તેજ કે એની રમણીયતા—જે ખુદ પણ રમણીય છે—ને સંચિત કરીને બનાવી હશે ! *** किं ध्यानानलगालितैः श्रुतदलैराभासि, सद्भावनाचोटृष्टैः किमु शीलचंदनरसैरालेपि मूर्तिस्तव ! सम्यग्दर्शनपारदैः किमु तपः शुद्धैरशोधि प्रभो ! मच्चित्ते दमिते जिनैः किमु शमेन्दुग्रावतश्चाघटि ! ॥५॥ હે પ્રભો ! આપની મૂર્તિ એવી તો નિર્મળ અને સ્વચ્છ છે કે મારા દાત્ત અંતરમાં એનાં જાત-જાતનાં છતાં સ્પષ્ટ સુરેખ પ્રતિબિંબ પડે છે. એમાં—ઘડીક એ મૂર્તિ ધ્યાન રૂપી અગ્નિએ ગાળી નાખેલા શ્રુતનાં દળિયાઓમય દેખાય છે, ઘડી પછી વળી, સદ્ભાવરૂપી ઓરસિયા ઉપર ઘસીને તૈયાર કરેલા ‘શીલ' નામના ચંદનરસથી વિલેપાયેલી જણાય છે; ક્યારેક એ તપશ્ચર્યા વડે શોધાયેલા સમ્યગ્દર્શનરૂપ પારદપારાની બનેલી છે એમ લાગે છે; તો ક્યારેક એમ માનવું પડે છે કે એ મૂર્તિને જિનદેવોએ મળીને ઉપશમરૂપી ચન્દ્રકાન્ત મણિમાંથી જ ઘડી કાઢી છે. *** किं विश्वोपकृतिक्षमोद्यममयी ! किं पुण्यपेटीमयी ! किं वात्सल्यमयी ! किमुत्सवमयी पावित्र्यपिण्डीमयी ! किं कल्पद्रुमयी मरुन्मणिमयी किं कामदोग्धीमयी ! या धत्ते तव नाथ ! मे हृदि तनुः कां कां न रूपश्रियम् ? ॥६॥ किं कर्पूरमयी सुचंदनमयी पीयूषतेजोमयी, किं चूर्णीकृतचंद्रमंडलमयी किं भद्रलक्ष्मीमयी ! किं वाऽनंदमयी कृपारसमयी किं साधुमुद्रामयी त्यन्तर्मे हृदि नाथ ! मूर्तिरमणा नाऽभावि किं किंमयी ? ! ॥७॥ મારા નાથ ! મારા અંતરના ઝરૂખે વિરાજેલી. આપની દેહયષ્ટિનાં વિધ-વિધ સ્વરૂપ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy