SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૮૯ અને એ મહાત્માની તેજ આભા તો જુઓ ! રે ! જોતાં આંખો ધરાતી નથી અને એ આભાએ તો જાણે આકાશમંડળ પર પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. કોણ હશે આ મહાત્મા? ઓહો, સમજાયું સમજાયું. આ તો ભગવાન ગૌતમસ્વામી છે...! જુઓ ને, આ અસંખ્ય નર-નાર પણ એમને સ્તવે છે. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીયે, વાંછિત ફલ ઘતાર.” –માટે નક્કી આ મહાત્મા સ્વયં ગણધર ગૌતમ પ્રભુ જ છે. ચોમેર પ્રસરતું જ જ આ વાતનું દઢ સમર્થન કરી રહ્યું છે. માટે, ચાલ આતમ ચાલ, તું પણ આ યોગીશ્વરનું ધ્યાન ધરવા તત્પર બન. બેર-બેર નહિ આવે રે અવસર, બેર-બેર નહિ આવે.” * * * किं दुग्धाम्बुधिगर्भगौरसलिलैश्चन्द्रोपलान्तर्दलैः ? किं किं श्वेतसरोजपुंजरुचिभिः किं ब्रह्मरोचिःकणैः ? किं शुक्लस्मितपिंडकैश्च घटिता किं केवलत्वामृत मूतिस्ते गणनाथ! गौतम! हृदि ध्यानाधिदेवी मम ॥२॥ અને, ગણનાથ ગૌતમસ્વામીની દેહમૂર્તિ તો જુઓ ! કેવી નયનરમ્ય છે એ ! એની સુકુમારતા ને સુંવાળપ પણ કેવી મનોરમ છે ! શું ક્ષીરસાગરના દૂધનું આ રૂપાંતર હશે? શું અનેક ચન્દ્રકાન્ત મણિનો ગર ભેગો કરીને એ દેહયષ્ટિનું નિર્માણ કરાયું હશે ? શું શ્વેત કમલના દળમાંથી પ્રસરતાં કિરણોનો સમૂહ જ આ શરીર રૂપે પરિણમ્યો હશે? શું પરબ્રહ્મનાં પ્રકાશકણો આ શરીર રૂપે એકત્ર થઈ ગયાં હશે? શું જગતના ઉત્તમજનોનાં સુમધુર–શુકુલ એવાં સ્મિતનો આ પિંડ હશે? કે કેવળજ્ઞાન રૂપ અમૃતનો આ રમણીય અને મંજુલ આકાર હશે ? ખેર, જે હોય તે, પણ મારે મન તો એ દેહમૂર્તિ મારા ધ્યાનની અધિનાયિકા ગુરુમૂર્તિ જ છે. માટે જ હૃદયમાં ગુંજ્યા કરે છે કે, अज्ञानतिमिरान्धानां, ज्ञानांजनशलाकया। नेत्रमुन्मीलितं येन, तस्मै श्री गुरवे नमः ॥ * * * * श्रीखण्डादिपदार्थसार्थकणिकां किं वर्तयित्वा सतां, . किं चेतांसि यशांसि किं गणभृतां निर्यास्य तद्वाक्सुधाम् । स्त्यानीकृत्य किमप्रमत्तकमुनेः सौख्यानि संचूर्ण्य किं ? मूर्तिस्ते विदधे मम स्मृतिपथाधिष्ठायिनी गौतम! ॥३॥ માનસ સ્મરણ કરું છું ત્યારે, મને લાગે છે કે, આપની એ શરીરછબી કાં તો ચંદન અને એવી સુરભિવાસિત પદાર્થોની કણક બાંધીને બનાવાઈ છે; કાં તો પુરુષોનાં ચિત્તનાં સુઅધ્યવસાયોને એકત્ર કરીને નિમઈ છે, કાં તો સમગ્ર ગણધરવૃંદનાં યશઃશરીરોને કોઈક અકળ અગોચર પ્રક્રિયા વડે એકાકાર બનાવીને ઘડવામાં આવી છે, કાં તો સકલ ગણધરોની વાણીના અમૃતને થીજાવીને N AMUN
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy