SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] [ મહામણિ ચિંતામણિ ધ ન : *** * * 11 સાવ નાની માસૂમ બાળવયમાં ગૌતમસ્વામી અને ગૌતમ બુદ્ધ વચ્ચે કોઈ ભેદ જણાતો ન હતો, પણ બુદ્ધિનો અલ્પ વિકાસ થયા પછી ભેદરેખાઓ સ્પષ્ટ થઈ, અને એટલું જ નહિ પણ એમ લાગ્યું કે ગૌતમસ્વામીને જે રીતે લોક ઓળખે છે તે તો લૌકિક ઓળખાણ કહેવાય, જ્યારે અલૌકિક પહેચાન કાંઈક અનેરી જ છે. – હે ગૌતમ !” જેવું સંબોધન તે તો એક ગુરુ-શિષ્યના સુવિશુદ્ધ સંબંધનું સૂચક છે. અલગ અલગ આદમીઓને એકસાથે પ્રમાદ-પરવશ ન બનવાનો હિતબોધ આપવા પ્રભુ વીરે વિનય શિષ્ય ગૌતમને માધ્યમ બનાવી કહ્યું છે કે હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ ન કરીશ.’ પરમ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે મધ્યસ્થ બનવા મદદરૂપ થનાર મહાપુરુષ ગૌતમને આપણા સૌની પ્રથમ વંદના.... –પચાસ હજાર જેટલા શિષ્યોના ગુરુ ગૌતમ પોતાના ગુરુવર પ્રભુ વીર પાસે ગુરુતા કે ગારવતા મૂકી જે લઘુતા દાખવી શક્યા છે તે અજોડ ઉદાહરણના પ્રસ્તુતકર્તા પુણ્ય પુરુષને આપણા સૌની બીજી વંદના.. -ત્રિપૃષ્ટ વાસુદેવ રૂપે રહેલ મહાવીરસ્વામીના જીવમાં દેખાતી ઉગ્રતા સામે સૌમ્યતા, સૌજન્યતા અને સજ્જનતાની સ્વરૂપમૂર્તિ એટલે ગૌતમસ્વામી. તે જ રહસ્ય છે કે ગુણોના ગુણાકાર સાથે વધેલા પયથી પરમાત્મા પણ કેવળજ્ઞાન સંપ્રાપ્ત કરી આવા ગણનિધાન ગૌતમને પ્રા કરવા રાતોરાત વિહાર કૂરી ઋજુબાલિકાથી છેક અપાપાપુરી સુધી કુદરતબળે આકષઈ પધાર્યા, અને શાસનના લાભાનુલાભને લક્ષ્ય બનાવી ગૌતમ ગુણિયલને ગણધરપદે સ્થાપી દીધા. આવા ગુણસમ્રાટ સાધુ-પુરુષને આપણા સૌની ત્રીજી વંદના. –જન્મે બ્રાહ્મણ પણ જીવનથી શ્રમણ બનેલ ઇન્દ્રભૂતિ પરમાત્માને પોતાની અડધાથી વધુ જિંદગાની વટાવી પામ્યા ત્યારે તેઓ અહં–ઇન્દ્ર હતા. પોતાના મતના જ્ઞાનના એકાંત આગ્રહી હતા; પણ પ્રભુને પામતાં જ પળોમાં પલટાઈ ગયા અને સ્વયંના સંશયોનું સમાધાન મળતાં જ સદાયના સેવક બની ગયા. આમ આગ્રહ અને કદાગ્રહ વચ્ચે લક્ષ્મણરેખા બની ઊભા રહેલા લાવણ્યપુરુષને આપણા સૌની ચોથી વંદના... –એક તરફ અતિમુક્તક કુમાર જેવા છોટા બાળની આંગળીમાં આંગળી મિલાવી મુક્ત મનથી બાળ બની જનાર, તો બીજી તરફ ચાર ચાર જ્ઞાનના ધણી છતાંય ત્રણ જ્ઞાનથી જ્ઞાની પ્રભુ પાર્શ્વનાથજીના શાસનાચાર્ય કેશીકુમારની સમક્ષ સામે પગલે જઈ સસ્નેહ જ્ઞાનચર્ચાઓ કરી પોતાની પ્રૌઢતાનો પરિચય કરાવનાર, પોતાના વિવિધ રૂપ-સ્વરૂપનું દર્શન કરાવનાર સંત પુરુષને આપણા સૌની પાંચમી વંદના.... –પ્રધ્વજ્યાપ્રાપ્તિ પછી આજીવન છઠ્ઠને પારણે છઠ્ઠ કરી સ્વને તપથી તપતપતું રાખી પરને તો પ્રશમતા પ્રદાન કરતા રહ્યા, અને એવા અનેરા ઉપશમના બળે પ્રભુ વીરના શાસનને શિષ્યસંપદા, જ્ઞાનસંપદા જેવી અનેક સંપદાઓથી સમૃદ્ધ બનાવ્યું. આમ સ્વને તપાવી અન્યને તો પ્રકાશ વેરનાર પરમાર્થી વિજ્ઞાનસૂર્યવિશિષ્ટ પુરુષને આપણા સૌની છઠ્ઠી વંદના... –આનંદ શ્રાવક જેવા ગૃહસ્થ સાધક સમક્ષ થયેલ ભૂલનો નિખાલસ એકરાર કરી મિચ્છામિ દુક્કડમ્' માંગવામાં જરાય હીણપત ન રાખી, બલ્બ પોતાથી થયેલ શ્રાવકની પણ આશાતનાને મિથ્યા કરવા મથી રહ્યા. અજબના જ્ઞાન વચ્ચે પણ લગીર અભિમાન કે સ્વમાન ન રાખી ભવભીરુતાના ભેરુ ભવ્ય પુરુષને આપણા સૌની સાતમી વંદના....
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy