SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૮૧ પદાજમ રાજક soo 000000 આપ્તપુરુષની અલૌકિક ઓળખાણ એિકાદશ વંદનાઓ) ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિ. મ. ગુરુ ગૌતમ સ્વયં નામ-ઠામ ને કામથી ખ્યાતનામ છે જ—માટે જ્ઞાનભાસ્કરને તેના જ પ્રકાશનું આલંબન લઈ આંગળીથી દેખાડવા જેવી બાલચેષ્ટા મારા જેવા બાળજીવોને ભલે રંજન કરાવે, પણ તેથી વિદ્વાનોની વિસ્મયકારી દુનિયામાં એવા ઓળખપત્રની ઝાઝી કિંમત કદાચ નહિ પણ થાય. છતાંય ન જાણે આપ્તપુરુષ, આગમપુરુષ ને અપૂર્વ પુરુષ ગૌતમ ગણધર પ્રતિ ધરબાયેલ અહોભાવની જ આ અભિવ્યક્તિ છે કે જેને કારણે તે પૂર્વજ પુણ્ય પુરુષનો અલૌકિક પરિચય કરવા-કરાવવા કલમ સ્વયં ચાલવા લાગી છે. ગણધર નામકર્મ સ્વયં સ્વતંત્ર નામકર્મ ન હોવા છતાંય એક મતે તીર્થકર નામકર્મની પેટા પ્રકૃતિ તરીકે પંકાય છે અને અન્ય મતે શુભ, સૌભાગ્ય, યશ, અને આદય નામકર્મની પ્રકર્ષતા જીવને ગણધર જેવા ગૌરવપદે ગોઠવી દે છે. ભરતક્ષેત્રની હાલની હુંડા અવસર્પિણીમાં ૨૪ તીર્થપતિઓ પૈકી જેમ પ્રભુ પાર્શ્વનાથજી પ્રતિ લોકચાહના સવિશેષ જણાય છે તેમ થયેલ સર્વ ગણધરોમાં ચરમ તીર્થપતિના પ્રથમ ગણધર ગૌતમસ્વામીનાં ગુણગાન વધુ ગવાય છે. તેની પાછળ ઘણાં જાણવા જેવાં રહસ્યો ગૂંથાયેલાં પડ્યાં છે. મહામણિ ચિંતામણિ શ્રી ગુરુ ગૌતમસ્વામી ગ્રંથના નામે લાગ2 બે વરસનો સતત ને સખત પરિશ્રમ કરી એક ભગીરથ સાધ્યને સિદ્ધ કરવામાં સફળતાની સનિકટ આવનાર શ્રમણોપાસક શ્રી નંદલાલ દેવલુકનો પરિચય પ્રથમ તેમનાં પુસ્તકોથી, પછી પત્રોથી ને સાવ છેલ્લે છેલ્લે પાલીતાણામાં પ્રત્યક્ષથી થયો. તેમની ભાવનાઓ, કામનાઓ, ઝંખનાઓ વગેરેને જાણી નંદલાલભાઈના એકહથ્થુ પ્રયાસ માટે મનમાં આનંદ થયો, પ્રમોદભાવનાથી તેમના સાહસ પ્રતિ સન્માન થયું ને એવું લાગ્યું કે ગૃહસ્થ ધર્મની ગૂંચવણમાં સંડોવાયેલો એક આત્મા જો શુભ અધ્યવસાયોથી પોતાના બહુમૂલા દિવસો/વરસોને બાંધી શકે અને કલાત્મક કૃતિઓને સર્જી શકે તો તેવું સર્જન ભલે ગીતાર્થોની દષ્ટિએ કંઈક ઊણપ કે અધૂરાશવાળું જણાય, છતાંય તેવો પણ પુરુષાર્થ અનુમોદનીય પણ બને છે કે તેમની ભાવનાને વધાવવા અનેક પુ. આચાર્યો, પંન્યાસો, મુનિવરો અને સાક્ષર શ્રાવકોએ પણ પોતપોતાની અભિવ્યક્તિ દ્વારા આખપુરુષ ગૌતમસ્વામીને વંદના પાઠવી છે. સાથે ગ્રંથસર્જક સ્વયંનું પરિમિત જ્ઞાન તથા અનુપલબ્ધ અનેક માહિતીઓ વચ્ચે આદરેલ શ્રમસાધ્ય પ્રયાસને સ્વીકારતાં રહેલ ક્ષતિઓની પૂર્તિ માટે ઉદાર મન રાખે છે. છતાંય સારરૂપ એટલું જ કે શબ્દસૌષ્ઠવ કે વાણીવિલાસનો વિકાસ ઓછો-આછો પણ જોવા મળે તોય તે બાબત ગૌણ ગણી ગૌતમ જેવા બાળ બની ગ્રંથસર્જન અને સર્જક સાથે રહેલા શુભ ભાવોને મુખ્યતા આપવા જેવી છે. કદાચ આ સર્જન હજુ પણ વધુ માહિતીપ્રદ આવા કોઈ નવસર્જન માટે માર્ગદર્શક પુરવાર થાય, અથવા જૈનશાસનની જાહોજલાલી જાણવા-માણવા માધ્યમ પણ બને. કાકા
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy