SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] [ મહામણિ ચિંતામણિ જ્ઞાન હતું. પણ આવી જ્ઞાનમાહિતી ધરાવનારા સૂરિવય અને સાક્ષરો જોડે વર્ષોનો પરિચય અને સતત સંપર્ક હતો અને સૌથી મોટું સાધન મારો આત્મવિશ્વાસ હતો. માતા શારદા સરસ્વતીની કૃપાથી ત્રણ દાયકામાં ચૌદ જેટલા વિશાળકાય સંદર્ભગ્રંથોના સફળ સંપાદન પછી ઉલ્લાસભેર આ એક વધુ સોપાન ચઢવાના વિકટ કાર્યમાં પણ કોઈ અદશ્ય શક્તિએ જ કાર્ય કર્યું છે એમ લાગે છે. જૈન જગતના તમામ ફિરકાના એકસરખા આદરણીય-વિશ્વસનીય મહાપુરુષો પ્રત્યેની મારી દઢ શ્રદ્ધા એથી વધુ ને વધુ બળવત્તર બનતી રહી. ગણધર શ્રી ગૌતમસ્વામી કોઈ એક ફિરકાને માન્ય છે તેમ નથી. શ્વેતાંબર, દિગમ્બર, મંદિરમાર્ગી, સ્થાનકમાર્ગી શ્રમણવર્ગ કે શ્રાવકવર્ગ બધાના ઉપાસ્ય છે. તેથી બધા જ ફિરકાનો સંપર્ક કર્યો પણ કડવું સત્ય રજૂ કરવું પડે છે કે અપેક્ષા મુજબનું સંતોષકારક સાહિત્ય પ્રાપ્ત થઈ શકેલ નથી. અપ્રગટ રહસ્યો સંબંધે જે કાંઈ હસ્તલિખિત ભંડારાયેલું છે તેમાંથી કશું મળી શક્યું નથી. ભૂતકાળમાં પ્રકાશિત થયેલું અને નૂતન પ્રયાસ કરનારા પાસેથી જે કાંઇ કૃતિઓ પ્રાપ્ત થઈ છે તેનો જ ઉપયોગ થયો છે. તે સૌના ઋણી છીએ. આ ગ્રંથ-આયોજનમાં માતા ચક્રેશ્વરી અને પદ્માવતીજી સહાયક બને અને આ ગ્રંથ સ્વ-પરને કૈવલ્ય અપાવનાર બને તેવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. ગણધરોના જીવન અંગે માહિતી કયા આગમમાં વ્યવસ્થિત છે? અને Tઅત્યારે કેમ મળતી નથી? જૈન જગતમાં શ્વેતામ્બર આમ્નાયના ૪૫ કે ૩૨ આગમ માનનારા બધા નિંદીસૂત્રને માને છે. નંદીસૂત્રમાં શ્રુતજ્ઞાનના વર્ણનમાં એક વાત આવે છે ૧૨ અંગની. ૧૨ અંગમાં બારમું અંગ દૃષ્ટિવાદ છે, જેનો વિચ્છેદ થયેલો છે. આ દષ્ટિવાદમાં પાંચ બાબતો છે : (9) છિન્ને (૨) સુતાડું (રૂ) પૂવ્વાણ (૪) મનુષ્યોને (૬) પુતિયા. આગળ ચાલતાં નંદીસૂત્રમાં જણાવે છે કે “હે વિં મનુષ્યોને? તો હુવિદે પૂછત્તે, તં નહીં મૂત પઢિમાજુમોરો અંડિયાળુમોરોય' – આની અંદર આગળ ચાલતાં આવે છે કે વિં તં ડિયાપુણો? આમાં સાતમી બાબત છે ઘર | રિયાસો અથર્ આ ગણધર ગંડિયાનુયોગમાં બધી ગણધર વિષેની માહિતી હોય, પરંતુ ૧૨મું અંગ વિચ્છેદ થતાં આ બધું વિચ્છેદ થયું હોય તે સહેજે સમજી શકાય તેવું છે. તેથી પરંપરાથી સાંભળતાં કે ગ્રંથો દ્વારા જે જે માહિતી મળે તે પ્રગટ કરવી શક્ય બને. આનાથી અશ્રદ્ધા કરવાની જરૂર નથી, પરંતુ જે મળે છે તેના દ્વારા મૂલ્યાંકન કરવાની જરૂર છે. નંદીસૂત્ર આગમ દ્વારા એટલું તો નિશ્ચિત થઈ જ જાય છે કે ગણધર વિષે વ્યવસ્થિત માહિતી દષ્ટિવાદ દ્વારા મળી શકે. ગણધર શબ્દનો અર્થ કેટલો વિશાળ છે ? તથા આ ગણધર કોણ બની શકે ? કર્મગ્રંથમાં ૧૫૮ કર્મપ્રકૃતિની જે વાત છે તેમાં તીર્થંકર નામકર્મ નામે પ્રકૃતિ છે તેની અંદર આ ગણધર નામકર્મ આવી જાય. જેમ જગતના તમામ જીવોને હું દુઃખમુક્ત શું કરું એવી ઉત્કૃષ્ટ ભાવનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરાવે તેવી જ ભાવનાથી ગણધર નામકર્મ બાંધી ગણધર બને. સંપૂર્ણ જીવસૃષ્ટિનું કલ્યાણ ઇચ્છનાર અને તે માટે પ્રયત્ન કરનાર તીર્થકર બને, સ્વકુટુંબ-પરિવારનું કલ્યાણ ઈચ્છનાર અને તે માટે પ્રયત્ન કરનાર ગણધર બને તથા કેવળ પોતાનું જ કલ્યાણ ઈચ્છનાર અને તે માટે પ્રયત્ન કરનાર સામાન્ય કેવલી થાય
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy