SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ]. [ ૧૪૯ વર્ષની ઉજવણી પ્રસંગે શાસનપ્રભાવક પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા. સહિત ત્રણ પૂ. આચાર્યો અને પ. પૂ. પં. શ્રી દાનવિજયજી મ. સા. આદિની પ્રેરક નિશ્રામાં સુરેન્દ્રનગરના શ્રી જૈન સંઘે ગ્રંથને હાથીની અંબાડી ઉપર પધરાવીને શોભાયાત્રા દ્વારા સુરેન્દ્રનગરના ટાઉન હૉલમાં શ્રીસંઘ તરફથી આ સંપાદકનું જાહેર સન્માન અને એનાયત થયેલ સુવર્ણચંદ્રક. તે પછી ૧૯૯૨માં અમદાવાદ પાસે કલોલમાં પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં એ વખતના રાજ્યના કાયદામંત્રી શ્રી નવીનભાઈ શાસ્ત્રીને હસ્તે ગ્રંથ-વિમોચન અને શ્રીસંઘ દ્વારા સંપાદકનું જાહેર સન્માન અને સુવર્ણચંદ્રક એનાયત. અને તે પછી ૧૯૯૪માં મહારાષ્ટ્રના નાગપુર મુકામે પદ્માવતી ગ્રંથની પ્રથમ આવૃત્તિના પ્રેરક લબ્ધિ-વિક્રમગુરુની અનેરી કૃપાને વરેલા પ. પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં એ વખતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી છબીલદાસ મહેતાના હાથે આ સંપાદકનું જાહેર સન્માન. નાગપુરમાં એ જ સમયે ગુજરાતના મંત્રી શ્રી ચંદ્રિકાબેન ચુડાસમાને હાથે શ્રમણીરત્નો ગ્રંથનું વિમોચન, સન્માન વગેરે. ત્રણ દાયકાથી વધુ સમયની સંદર્ભગ્રંથોના સંપાદનકાર્યની યશસ્વી યાત્રા આગળ ધપી રહી છે તેમાં આ ગૌતમસ્વામી ગ્રંથને મળેલી પ્રેરણા અંગે જોઈએ. 'ગ્રંથનું મુખ્ય પ્રેરક અને સહાયક બળ છેલ્લા દોઢેક દાયકાથી જેમનું વાત્સલ્યભર્યું સાંનિધ્ય અમને સાંપડ્યું છે સને ૧૯૮૦થી જેમની પ્રબળ લાગણીથી જ જૈન સંદર્ભ સાહિત્યનું ખેડાણ કરવાનો અમૂલ્ય લાભ મળ્યો છે તેવા શ્રી ભક્તિસૂરિ સમુદાયના શાસન પ્રભાવક જ્યોતિર્વિદ પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજનું આ ગ્રંથ-પ્રકાશનને સહાયક પ્રેરણા આપવામાં મંગલ પ્રદાન રહ્યું છે. આ કાર્યની કેટલીક જવાબદારી પૂજ્યશ્રીએ નિરપેક્ષ ભાવે વહન કરી છે. એટલું જ નહિ પણ સક્રિય અને સમ્યફ રસ લીધો છે. આ પ્રકાશન સર્વગ્રાહી બને, સર્વજનપ્રિય બને અને સર્વજનપ્રેરક રહેશે એવી અમારી શ્રદ્ધા છે. પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન સાથે અમારા પુરુષાર્થનો એક એવો સુભગ સમન્વય સધાયો છે કે જાણે એકબીજાના પર્યાય બન્યા છીએ, પૂજ્યશ્રીના અમે અત્યંત ઋણી છીએ. લબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામીના જીવન-કવનને વિસ્તૃત રીતે ગ્રંથસ્થ કરવાની પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની ઘણા સમયથી એક પ્રબળ ભાવના હતી. આ ગ્રંથ-પ્રકાશનના કાર્યને ઝડપથી પ્રગટ કરવાની પૂજ્યશ્રીએ વાડજ જૈન સંઘને પ્રેરણા કરી કેટલીક સાનુકૂળતા કરી આપી. જૈન સંસ્કૃતિના અને તત્ત્વજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે, જૈન પાઠશાળાઓને સમૃદ્ધ અને વ્યવસ્થિત કરવામાં તથા ધાર્મિક અભ્યાસના કડીરૂપ અધ્યાપકો-પંડિતોને પ્રોત્સાહિત કરવાની સક્રિય અને સતત ચિંતા સેવનાર પૂજ્યશ્રીએ આ ગ્રંથના સંપાદકની પીઠ થાબડીને જૈન સાહિત્ય સર્જનના કાર્યમાં શ્રી લબ્લિનિધાન ટ્રસ્ટ-અમદાવાદ દ્વારા પ્રેરક બળ આપ્યું છે. પૂજ્યશ્રીના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. 'શ્રદ્ધાબળ એજ સફળતાનું રહસ્ય ! , ગણધર કોણ બની શકે ? તે કેવું કર્મબળ અને આત્મબળ ધરાવતા હોય, તે અંગેનું અલ્પ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy